હોમપેજદુનિયાટ્રમ્પના સાગરીત પીટર નવારોએ ફરી મોં ખોલ્યું: આ વખતે મોદી-પુતિન-જિનપિંગની મુલાકાત પર...

ટ્રમ્પના સાગરીત પીટર નવારોએ ફરી મોં ખોલ્યું: આ વખતે મોદી-પુતિન-જિનપિંગની મુલાકાત પર ઠાલવી બળતરા

નવારો વ્હાઇટ હાઉસના આર્થિક બાબતોના સલાહકાર છે. આર્થિક બાબતોમાં ટ્રમ્પને સલાહ આપે છે. જોકે તેમની સલાહના કારણે ટ્રમ્પે ભારત સાથેના સંબંધોની એકલે હાથે પથારી ફેરવી મૂકવામાં સફળતા પ્રાપ્ત કર્યા બાદ અને તેમ છતાં વૈશ્વિક મંચ પર ભારતને લેશમાત્ર ફેર ન પડ્યા બાદ હવે ટ્રમ્પ અને નવારો બંને હતાશાની સીમા વટાવી ચૂક્યા છે, તેવું કમસેકમ તેમનાં નિવેદનો પરથી લાગે છે.

- Advertisement -

ચીનમાં યોજાયેલી સંઘાઈ કો-ઑપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાતે ત્રણ દેશો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું. ત્રણેય નેતાઓ વચ્ચે ઘનિષ્ઠતા દેખાઈ અને અનેક પ્રસંગોએ ત્રણેય મળીને અનૌપચારિક વાતો કરતા અને હળવાશની ક્ષણો શેર કરતા પણ દેખાયા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી બંને એક કારમાં સવાર થઈને બેઠકના સ્થળે ગયા એ ઘટનાએ પણ વિશેષ ધ્યાન ખેંચ્યું, કારણ કે સુરક્ષા કારણોસર સામાન્ય રીતે આવું જોવા મળતું નથી પરંતુ કહેવાય છે કે પુતિને પીએમ મોદી માટે ઘણા સમય સુધી રાહ જોઈ હતી અને બંને સાથે સભાસ્થળે પહોંચ્યા હતા. પીએમ મોદી અને વિશ્વના અન્ય નેતાઓ વચ્ચેની આવી ઘનિષ્ઠ મિત્રતા જોઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સાગરીત પીટર નવારોના પેટમાં ફરી તેલ રેડાયું છે.

નવારોએ આ ઘટનાઓને ‘શરમજનક’ ગણાવી દીધી છે અને ફરી ભારતવિરોધી ટિપ્પણીઓ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે નવારો વ્હાઇટ હાઉસના આર્થિક બાબતોના સલાહકાર છે. આર્થિક બાબતોમાં ટ્રમ્પને સલાહ આપે છે. જોકે તેમની સલાહના કારણે ટ્રમ્પે ભારત સાથેના સંબંધોની એકલે હાથે પથારી ફેરવી મૂકવામાં સફળતા પ્રાપ્ત કર્યા બાદ અને તેમ છતાં વૈશ્વિક મંચ પર ભારતને લેશમાત્ર ફેર ન પડ્યા બાદ હવે ટ્રમ્પ અને નવારો બંને હતાશાની સીમા વટાવી ચૂક્યા છે, તેવું કમસેકમ તેમનાં નિવેદનો પરથી લાગે છે.

નવારોએ ફોકસ ન્યૂઝ સાથેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, “દુનિયાની સૌથી મોટા લોકશાહીના નેતા તરીકે મોદી વિશ્વના બે સૌથી મોટા સરમુખત્યાર પુતિન અને શી જિનપિંગ સાથે ભળી રહ્યા છે તે શરમજનક છે. તેનો કોઈ અર્થ નથી. મને સમજાતું નથી કે તેઓ શું વિચારી રહ્યા છે, ખાસ કરીને જ્યારે ભારત દાયકાઓથી ચીન સાથે શીત યુદ્ધ-અને ક્યારેક સીધા યુદ્ધમાં ફસાયેલું હોય.”

- Advertisement -

નવારોએ બળતરા ઠાલવતાં વધુમાં કહ્યું, “અમને આશા છે કે ભારતીય નેતાઓ સમજશે કે તેમણે રશિયાનો પક્ષ લેવો જોઈએ નહીં પરંતુ યુએસ સાથે રહીને યુરોપ અને યુક્રેનનો પક્ષ લેવો જોઈએ.” તેમણે ભારતને યુરોપ અને યુક્રેનનું સમર્થન કરવા અને રશિયન તેલની ખરીદી બંધ કરવા અપીલ કરી. નવારોએ ફરી ભારત પર આરોપ લગાવ્યો કે તે રશિયન તેલને શુદ્ધ કરીને યુરોપ, આફ્રિકા અને એશિયામાં પ્રીમિયમ ભાવે વેચીને ‘ક્રેમલિનનું લોન્ડ્રોમેટ’ બની રહ્યું છે, જેનાથી રશિયાના યુક્રેન યુદ્ધને નાણાકીય ટેકો મળે છે.

‘બ્રાહ્મણો નફાખોરી કરે છે’

નવેરોના નિવેદનોમાં વધુ એક વિવાદાસ્પદ ટિપ્પણી હતી જેમાં તેમણે રશિયન તેલ ખરીદીને નિશાન બનાવીને કહ્યું કે, “ભારતના લોકો એ સમજો કે અહીં શું ચાલી રહ્યું છે. તમારા બ્રાહ્મણો ભારતીય લોકોના ખર્ચે નફાખોરી કરી રહ્યા છે. આ બંધ થવું જોઈએ.” આમ કહીને તેમણે ભારતના સામાજિક માળખાને નિશાન બનાવ્યું હતું. સોશિયલ મીડિયા પર ‘વ્લાદિમીર પાંડે’ જેવાં મીમ્સ દ્વારા પછીથી નવારોની મજાક ઉડાવવામાં આવી હતી.

SCO સમિટમાં ભારત, ચીન અને રશિયા વચ્ચેની નિકટતાએ વૈશ્વિક રાજનીતિમાં નવા સંતુલનના સંકેત આપ્યા છે. ભારત અને ચીન વચ્ચે 2020ના સરહદી વિવાદ બાદ સંબંધોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, જેમાં બંને દેશો વચ્ચે વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રે સહકારની ચર્ચા ચાલી રહી છે. રશિયા સાથેના ભારતના ઐતિહાસિક સંબંધો પણ આ ગઠબંધનનો મહત્વનો ભાગ છે. અમેરિકા ટેરિફથી માંડીને અન્ય તરકીબો થકી ભારતને વૈશ્વિક મંચ પર અટૂલું પાડવા માટે મથી રહ્યું હતું, પણ તેમ થઈ ન શક્યું અને હવે આ હતાશા આવાં નિવેદનોમાં જોવા મળી રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં