Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહાથરસમાં હિંસા ભડકાવનાર તથાકથિત પત્રકાર સિદ્દીક ક્પ્પન 28 મહીને જામીન પર જેલમાંથી...

    હાથરસમાં હિંસા ભડકાવનાર તથાકથિત પત્રકાર સિદ્દીક ક્પ્પન 28 મહીને જામીન પર જેલમાંથી બહાર આવ્યો: મની લોન્ડરીંગ અને PFI સાથે પણ સંબંધ

    નોંધનીય છે કે હાથરસ ઘટના દરમિયાન સિદ્દીકી કપ્પનની ત્યાં જતા સમયે ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય PFI સાથે જોડાયેલા અન્ય 8 લોકોની પણ SIT દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેની સાથે પીએફઆઈનો એક સભ્ય પણ હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના હાથરસમાં હિંસા ભડકાવનાર તથાકથિત પત્રકાર સિદ્દીક ક્પ્પન 28 મહીને જામીન પર જેલમાંથી બહાર આવ્યો છે. મૂળ કેરળનો નિવાસી અને કટ્ટરવાદી માનસિકતા ધરાવતા કહેવાતા આ પત્રકાર સિદ્દીક કપ્પન આજે (2 ફેબ્રુઆરી 2023) જેલથી બહાર આવ્યો હતો.ક્પ્પનને ગેરકાનૂની ગતિવિધિ નિષેધ અધિનિયમ એટલેકે UAPA, આઈટી એક્ટ, અને મની લોન્ડરીંગ સહિતના અન્ય મામલાઓમાં પહેલા જ જામીન મળી ગયા હતા. ક્પ્પને 28 મહિના જેલમાં વિતાવ્યા હતા.

    જે તથાકથિત પત્રકાર સિદ્દીક ક્પ્પન જામીન પર છુટ્યો છે તેના પર પ્રતિબંધિત અને કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન ‘પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા’ એટલે કે PFI સાથે પણ સાંઠગાંઠ હતી. કપ્પનને અલ્હાબાદ હાઈકોર્ટે 23 ડીસેમ્બર 2022ના રોજ શરતી જામીન આપ્યાં હતા. હાઈકોર્ટમાંથી જામીન મળ્યાં બાદ PMLA કોર્ટના વિશેષ ન્યાયાધીશ સંજય શંકર પાંડેએ ક્પ્પનને એક એક લાખના બે જામીન આપીને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

    અહેવાલો મુજબ કપ્પને 9 જાન્યુઆરીએ જામીન અરજી આપી હતી. જેના પર કોર્ટે જામીન રહેલા લોકોનું વેરીફીકેશન કરવાના આદેશ આપ્યા હતા. અને વેરીફીકેશન થયા બાદ કોર્ટે આદેશ જાહેર કર્યા હતા. આ બાબતે જેલર રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે 1 તરીકે રાત્રે 8 વાગે ક્પ્પનને મુક્ત કરવાના આદેશ મળ્યા હતા, જે બાદ કાનૂની કાર્યવાહી પૂર્ણ કરીને આજે સવારે તેને જમીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. સિદ્દીક ક્પ્પનની શાંતિ ભંગ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના આરોપમાં UAPA અંતર્ગત ચાર્જ લગાવવામાં આવ્યાં હતા. ગત વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમકોર્ટે તેના પર PMLA ના મામલા સિવાય અન્ય તમામ ગુનાઓમાં જામીન આપી દીધા હતા.

    - Advertisement -

    નોંધનીય છે કે હાથરસ ઘટના દરમિયાન સિદ્દીકી કપ્પનની ત્યાં જતા સમયે ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય PFI સાથે જોડાયેલા અન્ય 8 લોકોની પણ SIT દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેની સાથે પીએફઆઈનો એક સભ્ય પણ હતો. ધરપકડ બાદ યુપી પોલીસની SITએ સિદ્દીકી કપ્પન સામે 5000 પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી. એફિડેવિટમાં સિદ્દીકી કપ્પનના 36 લેખો પ્રકાશિત કરવામાં આવ્યા છે જે તેના લેપટોપમાંથી મળી આવ્યા હતા. જેમાં નિઝામુદ્દીન મરકઝ, CAA વિરોધી વિરોધ, દિલ્હી રમખાણો, રામ મંદિર, શરજીલ ઇમામ જેવા મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી હતી.

    એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે સિદ્દીકી કપ્પન એક જવાબદાર પત્રકારની જેમ લખ્યું નથી. તેનું કામ માત્ર મુસ્લિમોને ઉશ્કેરવાનું છે. તે માઓવાદીઓ અને સામ્યવાદીઓ માટે સહાનુભૂતિ ધરાવે છે. AMUમાં CAA વિરોધ પર લખાયેલા લેખમાં તેણે એવું લખ્યું હતું કે જાણે મુસ્લિમો પીડિત હોય અને પોલીસે તેમને પાકિસ્તાન જવા માટે કહ્યું હોય.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં