Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'હું નર્સ બનવા માંગતી હતી, હવે હું ISISમાં આતંકવાદી છું': 32000 મહિલાઓની...

    ‘હું નર્સ બનવા માંગતી હતી, હવે હું ISISમાં આતંકવાદી છું’: 32000 મહિલાઓની હૃદયદ્રાવક વાત કહેતી ફિલ્મ The Kerala Storyનું ટીઝર લૉન્ચ

    ગુરુવારે YouTube પર શેર કરવામાં આવેલ ટીઝર 1 મિનિટ 19 સેકન્ડનું છે.

    - Advertisement -

    બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘The Kerala Story’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે. તે કેરળની 32,000 મહિલાઓની તસ્કરી-પધર્માંતરણની હ્રદયદ્રાવક નિર્દયતા બતાવશે. ગુરુવારે (3 નવેમ્બર 2022) YouTube પર શેર કરવામાં આવેલ ટીઝર 1 મિનિટ 19 સેકન્ડનું છે, ‘ધ કેરાલા સ્ટોરી’નું દમદાર ટીઝર તમને વિચારવા મજબૂર કરશે કે કેવી રીતે નર્સ બનવા માંગતી યુવતી ISIS આતંકવાદી બની ગઈ.

    ટીઝરમાં નર્સ બનવા માંગતી યુવતી ISIS આતંકવાદી બની ગઈ તેના ઉપર વાર્તા છે. તેનું તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને હવે તે ISIS આતંકવાદી તરીકે અફઘાનિસ્તાનમાં જેલમાં છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્મા લીડ રોલમાં છે. અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. ટીઝરમાં અદા શર્મા બુરખો પહેરેલી જોવા મળી રહી છે. તે કહે છે, “મારું નામ શાલિની ઉન્નીકૃષ્ણન હતું. હું નર્સ બનીને લોકોને મદદ કરવા માંગતી હતી. હવે હું ફાતિમા બાનું છું. એક ISIS આતંકવાદી, જે અફઘાનિસ્તાનની જેલમાં બંધ છે. હું એકલી નથી. મારા જેવી 32000 વધુ છોકરીઓને સીરિયા અને યમનમાં ધર્માંતરિત કરીને દફન થઇ ચુકી છે.”

    અદા આગળ કહે છે, “સામાન્ય છોકરીને ISISનો ખતરનાક આતંકવાદી બનાવવાની ભયંકર રમત કેરળમાં ચાલી રહી છે અને તે પણ ખુલ્લેઆમ. તેને કોઈ રોકશે નહીં. આ મારી વાર્તા છે. આ 32000 છોકરીઓની વાર્તા છે. આ છે ‘The Kerala Story’.”

    - Advertisement -

    વાસ્તવમાં, નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે આ ભયાનક સત્ય ઘટનાને મોટા પડદા પર લાવવા માટે ઘણા વર્ષોથી વ્યાપક સંશોધન કર્યું છે. તેમના સિવાય દિગ્દર્શક સુદીપ્તો સેન કેરળ અને આરબ દેશોમાં પણ ગયા હતા. નિર્દેશક સુદીપ્તો સેને આ વર્ષે માર્ચમાં જણાવ્યું હતું કે, “તાજેતરના એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, 2009થી કેરળ અને મેંગ્લોરની લગભગ 32000 છોકરીઓને હિંદુ અને ખ્રિસ્તીમાંથી ઈસ્લામમાં ધર્માંતરિત કરવામાં આવી છે અને તેમાંથી મોટાભાગની છોકરીઓ સીરિયા, અફઘાનિસ્તાન અને અન્ય આઈએસઆઈએસ અને હક્કાની પ્રભાવિત ક્ષેત્રો સુધી પહોંચી ગઈ છે.”

    ફિલ્મ બનાવતા પહેલાં સુદીપ્તોએ આ વિષય પર ઘણું સંશોધન કર્યું હતું. આ દરમિયાન તેમને એ પણ જાણવા મળ્યું કે અપહરણ અને તસ્કરી દ્વારા ગુમ થયેલી કેટલીક યુવતીઓ અફઘાનિસ્તાન અને સીરિયાની જેલોમાં મળી આવી હતી. આમાંની મોટાભાગની છોકરીઓના લગ્ન ISISના આતંકવાદીઓ સાથે કરવામાં આવ્યા હતા અને તેમને ‘સેક્સ સ્લેવ’ બનાવી દેવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે જૂન 2021માં કેરળની ચાર મહિલાઓના સમાચાર સામે આવ્યા હતા જેઓ અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS)માં જોડાઈ હતી. એક વરિષ્ઠ સરકારી અધિકારી દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે અફઘાનિસ્તાનની જેલમાં બંધ કેરળની આ ચાર મહિલાઓને ભારત પરત ફરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ મહિલાઓ ઈસ્લામિક સ્ટેટમાં સામેલ થવા માટે પોતાના શૌહર સાથે અફઘાનિસ્તાનના ખોરાસાન પ્રાંતમાં ગઈ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં