Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મસ્જિદો પરથી હટાવીશું લાઉડ સ્પીકર… મંદિર તોડી બનેલી મસ્જિદો પણ હટાવવી જોઈએ…':...

    ‘મસ્જિદો પરથી હટાવીશું લાઉડ સ્પીકર… મંદિર તોડી બનેલી મસ્જિદો પણ હટાવવી જોઈએ…’: એક ઈન્ટરવ્યુમાં બોલ્યા કર્ણાટક ભાજપાના નેતા ઈશ્વરપ્પા

    કેએસ ઇશ્વરપ્પા હાલમાં  75 વર્ષીય ભાજપાના નેતા છે. તેમની પહેલાથી એક હિંદુવાદી નેતા તરીકેની છાપ રહી છે.

    - Advertisement -

    કર્ણાટક ભાજપાના એક નેતા હાલમાં તેમના નિવેદનના કારણે ચર્ચામાં છે. કર્ણાટક ભાજપાના સીનીયર નેતા કેએસ ઇશ્વરપ્પા હાલમાં રથ યાત્રા પર છે. આ દરમિયાન તેમણે એક નિવેદન આપ્યું હતું કે “શું અલ્લાહ બહેરા છે, તે મસ્જિદમાંથી લાઉડ સ્પીકરથી અજાન આપવામાં આવે છે?’ આ નિવેદનને લઈને વિપક્ષે વિરોધ કર્યો હતો. કેએસ ઇશ્વરપ્પા અહિયાં નહીં થોભતા તેમણે વધુ એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો અમે ફરીથી સત્તામાં આવીશું તો મસ્જિદ પરથી તમામ લાઉડ સ્પીકર હટાવી દઈશું. 

    મળતી માહિતી અનુસાર, હાલમાં કર્ણાટકમાં વિધાનસભાની ચુંટણી નજીક છે. બધા પક્ષો પોતાનો પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કર્ણાટકના સીનીયર ભાજપા નેતા કેએસ ઇશ્વરપ્પાએ મીડિયાને એક સક્ષાત્કાર આપ્યો છે જેમાં વિવિધ સવાલોના જવાબ આપ્યા છે. જેમાં તેમને એક વધુ નિવેદન આપ્યું છે કે “જો અમે સત્તામાં ફરી આવીશું તો તમામ મસ્જિદો પરથી લાઉડ સ્પીકરો હટાવી દઈશું.”  આ નિવેદન બાદ ફરીથી વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. 

    અન્ય એક નિવેદનમાં તેમને કહ્યું હતું કે “જેટલી પણ મસ્જિદો મંદિર તોડીને બનાવવામાં આવ્યા છે, ત્યાં ફરીથી મંદિરો બનાવવા જોઈએ.” કેએસ ઇશ્વરપ્પાની છાપ એક કટ્ટર હિંદુવાદી નેતા તરીકેની છે. 

    - Advertisement -

    મીડિયા ઈન્ટરવ્યુંમાં જયારે તેમના અલ્લાહને બહેરા કીધા તે નિવેદન બાબતે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે “રાજ્યમાં હાલમાં બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. ઉપરાંત હોસ્પિટલમાં દર્દીઓ પણ આ અવાજથી હેરાન થાય છે. હું એક રેલીમાં બોલી રહ્યો હતો, ત્યારે મને ખલેલ પડી એટલે મેં જે અનુભવ્યું તે હું બોલ્યો છું.” તેમને વધુમાં એ પણ કહ્યું હતું કે “જો અમે સત્તામાં આવીશું તો મેં કહેલી તમામ બાબતો પર અમે પગલા લઈશું.” 

    કોણ છે કેએસ ઇશ્વરપ્પા?

    કેએસ ઇશ્વરપ્પા હાલમાં  75 વર્ષીય ભાજપાના નેતા છે. તેમની પહેલાથી એક હિંદુવાદી નેતા તરીકેની છાપ રહી છે. તેઓ ભાજપાને કર્ણાટકમાં ઉભી કરનાર પ્રથમ નેતા છે. યેદુરપ્પાને પણ તેમણે જ ભાજપા સાથે જોડ્યા હતા. કર્ણાટક પ્રદેશ પ્રમુખ તરીકે ઈ.સ. 1995માં પહેલીવાર ભાજપાને 40 સીટો અપાવી હતી. તેઓ પહેલાથી સત્તાના કોઈના કોઈ કેન્દ્રમાં રહ્યા છે. તેઓ છ વાર ધારાસભ્ય રહી ચુક્યા છે તેમજ કર્ણાટક સરકારમાં કેબીનેટ મંત્રી પણ રહી ચુક્યા છે. અગાઉ તેઓ અખંડ ભારત વિષે પણ નિવેદન આપી ચુક્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં