Sunday, April 14, 2024
More
  હોમપેજમિડિયા‘મોદી સરકાર સાથે કામ કરવામાં કોઈ સમસ્યા નહીં’: ‘ધ વાયર’ના ઇન્ટરવ્યુમાં આરફા...

  ‘મોદી સરકાર સાથે કામ કરવામાં કોઈ સમસ્યા નહીં’: ‘ધ વાયર’ના ઇન્ટરવ્યુમાં આરફા ખાનમે કર્યા પ્રયાસ, પણ તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીએ ન ચાલવા દીધો એજન્ડા

  આરફાએ કર્ણાટક અને કેરળ સરકારનાં ઉદાહરણો આપ્યાં હતાં, જેમણે કેન્દ્ર સરકાર પર ફંડ વગેરે બાબતે આરોપો લગાવ્યા હતા. પરંતુ તેઓ તેમાં ન ફાવ્યા અને તેલંગાણા સીએમએ કહી દીધું કે, દરેક રાજ્યનો અલગ-અલગ એજન્ડા છે.

  - Advertisement -

  તાજેતરમાં પ્રોપગેન્ડા પોર્ટલ ધ વાયરે તેલંગાણાની કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીનો એક ઇન્ટરવ્યુ કર્યો હતો. આ ઇન્ટરવ્યુમાં હોસ્ટ આરફા ખાનમ શેરવાનીએ રેડ્ડી પાસે ભાજપની ટીકા કરાવવાના ઘણા પ્રયાસો કરી જોયા, પરંતુ સફળતા ન મળી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને પૂરતો સહયોગ મળે છે? તો સીએમએ જણાવ્યું હતું કે તેમને આ બાબતે મોદી સરકાર સામે કોઇ ફરિયાદ નથી. 

  આ ઇન્ટરવ્યુની એક ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં આરફા તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીને પૂછે છે કે, શું ભાજપની કેન્દ્ર સરકાર પાસેથી ફંડ મેળવવામાં કે ટેક્સના પૈસા મેળવવામાં કોઈ સમસ્યા નડે છે? જેના જવાબમાં રેવંત રેડ્ડી કહે છે કે, “હજુ તો શરૂઆત છે. હું સીધેસીધી ટિપ્પણી કરવા નથી માંગતો, પરંતુ આજ સુધી અમને કોઈ સમસ્યા આવી નથી. અમે જેવી આશા રાખી તે જ રીતે કેન્દ્ર સરકાર તરફથી મદદ મળી છે. એટલે મને કોઇ ફરિયાદ નથી. ભવિષ્યમાં જોઈશું, શું થાય છે અને કઈ રીતે થાય છે. 

  ત્યારબાદ આરફાએ કર્ણાટક અને કેરળ સરકારનાં ઉદાહરણો આપ્યાં હતાં, જેમણે કેન્દ્ર સરકાર પર ફંડ વગેરે બાબતે આરોપો લગાવ્યા હતા. પરંતુ તેઓ તેમાં ન ફાવ્યા અને તેલંગાણા સીએમએ કહી દીધું કે, દરેક રાજ્યનો અલગ-અલગ એજન્ડા છે. મમતા દીદી શું કરી રહ્યાં છે, કર્ણાટક સીએમ શું કરી રહ્યા છે તેની ઉપર મેં ક્યારેય ધ્યાન આપ્યું નથી, કારણ કે મારા માટે તે જરૂરી નથી.” 

  - Advertisement -

  તેમણે સ્પષ્ટ કર્યું કે, કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી તેમણે કોઇ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. સાથે એમ પણ કહ્યું કે, જો ભવિષ્યમાં એવી સ્થિતિ સર્જાશે તો અમે સીધા જ કહી દઈશું કે આ-આ સમસ્યાઓ આવે છે.

  આગળ આરફાએ મીડિયાને લઈને પણ પ્રશ્ન કર્યો હતો અને એજન્ડા ચલાવવાના પ્રયાસ કર્યા, પરંતુ તેમાં પણ રેવંત રેડ્ડીએ એવો જવાબ આપ્યો, જેનાથી એજન્ડા ચાલી શક્યો નહીં. આરફાએ પૂછ્યું હતું કે, “રાષ્ટ્રીય સ્તરે મીડિયા પર ભાજપનું જ સંપૂર્ણ નિયંત્રણ છે, આ પરિસ્થિતિમાં કોંગ્રેસ કે રાહુલ ગાંધીનો સંદેશ લોકો સુધી કઈ રીતે પહોંચી શકશે?”

  જેના જવાબમાં રેવંત રેડ્ડીએ કહ્યું કે, “એક વાતની સ્પષ્ટતા જરૂરી છે. અહીં મીડિયાના માલિક KCR (તેલંગાણા પૂર્વ CM) છે. 95 ટકા મેનેજમેન્ટ TRS પાર્ટી કરે છે. તેમ છતાં અમે જીતી શક્યા.” આગળ તેમણે કહ્યું કે, “મીડિયા માત્ર એક પર્સેપ્શન બનાવી શકે છે, પણ ચૂંટણી જીતાડી પણ ન શકે અને હરાવી પણ ન શકે.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં