દિલ્હીની 19 વર્ષીય યુવતી નેહાને પાંચમા માળેથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતારનાર તૌફીક નામના ઇસમની ઉત્તર પ્રદેશના રામપુરથી ધરપકડ કરવામાં આવી. ઘટના સોમવારની (23 જૂન) દિલ્હીના જ્યોતિનગર પોલીસ મથક વિસ્તારની છે. પોલીસે બુધવારે (25 જૂન) આરોપીની ધરપકડ કરી લીધી.
નેહાનો પરિવાર કહે છે કે તે તૌફીકને પોતાનો ભાઈ માનતી હતી અને રાખડી પણ બાંધતી હતી. છેલ્લા થોડા સમયથી તૌફીક નેહા પર નિકાહ કરવાનું દબાણ કરી રહ્યો હતો, જેના કારણે યુવતીએ વાત કરવાનું માંડી વાળ્યું હતું. નેહાને એ પણ ખબર પડી હતી કે તૌફીક તેની બહેન વિશે જૂઠું બોલ્યો હતો અને કહ્યું હતું કે તેની કોઈ બહેન નથી.
#WATCH | Delhi | Taufeeq, accused of allegedly pushing off a girl from the rooftop in Jyoti Nagar PS area, has been arrested by the Police.
— ANI (@ANI) June 25, 2025
Delhi Police say, "During investigation of case regarding fall of a girl from the rooftop registered at PS Jyoti Nagar on 23.06.25,… pic.twitter.com/K5bRYo3SxT
પરિવારજનોનું કહેવું છે કે ઘટના પૂર્વાયોજિત હતી. માતાનું કહેવું છે કે, “મારી દીકરી તડપી-તડપીને મરી છે. તૌફીકનું એન્કાઉન્ટર કરવામાં આવે તેવી મારી માંગ છે, તેને ફાંસી આપવામાં આવે.”
હાલ વિસ્તારમાં પેરામિલિટરી ફોર્સ તહેનાત કરવામાં આવી છે, આસપાસના જિલ્લાઓની રિઝર્વ પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. હત્યાકાંડના વિરોધમાં સ્થાનિક બજાર પણ બંધ રહ્યું હતું.
ટાઈમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર, નેહાના પિતા કહે છે કે, “હું જ્યારે ઉપર પહોંચ્યો તો જોયું કે તૌફીક મારી દીકરીનું ગળું દબાવી રહ્યો છે. ત્યારબાદ તેણે છત પરથી તેને ધક્કો મારી દીધો અને તે પડીને મરી ગઈ.” તેમણે એ પણ જણાવ્યું કે પોતે નેહાને બચાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તૌફીકે ધક્કો મારી જ દીધો અને તેઓ કંઈ ન કરી શક્યા.
અહેવાલો અનુસાર, માતાએ જણાવ્યું કે તૌફીક નેહાની ઑફિસમાં વારંવાર ફોન કરતો અને વાત કરવા માટે પરેશાન કરતો હતો. એક અઠવાડિયાં પહેલાં તૌફીકે નેહાને એવી ધમકી આપી હોવાનું કહેવાય છે કે, હું તને ક્યાંયની નહીં છોડું.
હાલ આ મામલે પોલીસ તૌફીકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી રહી છે.