Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજમ્મુ ટાર્ગેટ કિલિંગ: ગઈકાલે જ્યાં હિંદુઓને ગોળીએ દીધા એ જ જગ્યાએ આજે...

    જમ્મુ ટાર્ગેટ કિલિંગ: ગઈકાલે જ્યાં હિંદુઓને ગોળીએ દીધા એ જ જગ્યાએ આજે IED બ્લાસ્ટ, રજૌરીમાં આતંકવાદી હુમલામાં 4ના મોત અનેક ઘાયલ

    આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે આતંકવાદીઓનો હેતુ હિંદુઓમાં ગભરાટ ફેલાવવાનો છે જેથી તેઓ ડરી જાય અને અહીંથી ભાગી જાય. હુમલાના વિરોધમાં લોકોએ સોમવારે રાજૌરી શહેરમાં સંપૂર્ણ બંધનું એલાન આપ્યું હતું. આ અંગે સોમવારે ડાંગરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ IED બ્લાસ્ટ થયો હતો.

    - Advertisement -

    ધરતીનું સ્વર્ગ અને ભારતનું ઘરેણું કહેવાતી ઘાટીની ધરતી ફરી એક વાર રક્તરંજીત થઇ છે, અંધાધુંધ ગોળીબાર અને IED બ્લાસ્ટથી જમ્મુમાં હિંદુઓનું ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી રહ્યું છે, ગઈકાલે (1 જાન્યુઆરી 2023) ના રોજ જમ્મુના રજૌરી જીલ્લાના ડાંગરી વિસ્તારમાં હિંદુઓ ઉપર આડેધડ ગોળીઓ વરસાવી હતી જેમાં 4 લોકોના મૃત્યુ થયા હતા જયારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં 3 લોકોની હાલત વધુ ગંભીર છે, તેવામાં આજે સવારે આ જ વિસ્તારમાં આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કરતા એક બાળકનું મોત નીપજ્યું છે અને 5 લોકો ગંભીર રીતે ઘવાયા છે.

    મળતા અહેવાલો અનુસાર ફરી એક વાર જમ્મુમાં હિંદુઓનું ટાર્ગેટ કિલિંગ શરુ થઇ ગયું છે, આતંકવાદીઓએ જમ્મુના રજૌરી જીલ્લાના ડાંગરી ગામમાં આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો છે. આ બ્લાસ્ટમાં એક બાળકનું મોત નીપજ્યું છે, જયારે 5 જેટલાં લોકો ગંભીર રીતે ઘવાયા છે. તમામ ઘાયલોને રાજૌરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ઘટનાને લઈને ડાંગરી ખાતે મોટી સંખ્યામાં સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યાં છે. સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન ચાલુ કરીને હુમલાખોર આતંકવાદીઓને ઝડપવા કવાયદ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રજૌરી જીલ્લાનું આ ગામ સુરક્ષા સીમાથી ખુબ નજીક આવેલું છે.

    આધારકાર્ડ જોઇને હિંદુઓને ગોળીઓ ધરબી

    ઉલ્લેખનીય છે કે જે સ્થળે બ્લાસ્ટ કરવામાં આવ્યો તે જ જગ્યાએ ગઈ કાલે કેટલાક આતંકવાદીઓએ સ્થાનિક ગ્રામજનો પર આડેધડ ગોળીબાર કરીને લોકોની હત્યા કરી હતી. અહેવાલો અનુસાર આતંકવાદીઓએ પહેલા પરિવાર પાસેથી આધાર કાર્ડ માંગ્યા, પછી તેમની ઓળખ કરી અને તેમના પર અંધાધુંધ ગોળીબાર કર્યો. ડાંગરીની હાયર સેકન્ડરી સ્કૂલ પાસે ફાયરિંગની આ ઘટનાસાંજે લગભગ 7:15 વાગ્યે બની હતી જેમાં એક મહિલા અને એક બાળક સહિત હિન્દુ પરિવારના 7 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ 4 લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય GMC રાજૌરી ખાતે સારવાર હેઠળ છે. અહીં લગભગ 50 મીટરના અંતરે ત્રણ અલગ-અલગ મકાનોમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે આતંકવાદીઓનો હેતુ હિંદુઓમાં ગભરાટ ફેલાવવાનો છે જેથી તેઓ ડરી જાય અને અહીંથી ભાગી જાય. હુમલાના વિરોધમાં લોકોએ સોમવારે રાજૌરી શહેરમાં સંપૂર્ણ બંધનું એલાન આપ્યું હતું. આ અંગે સોમવારે ડાંગરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ IED બ્લાસ્ટ થયો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં