Sunday, November 10, 2024
More
    હોમપેજક્રાઈમહત્યા કરીને ભાગી છૂટ્યો હતો મૌલવી અકબરઅલી અને તેની બેગમ અફસાના, સુરત...

    હત્યા કરીને ભાગી છૂટ્યો હતો મૌલવી અકબરઅલી અને તેની બેગમ અફસાના, સુરત પોલીસે મુસ્લિમ વેશ ધારણ કરીને હૈદરાબાદથી પકડ્યાં: 7 વર્ષથી હતા ફરાર

    મુસ્લિમ બહુમતી ધરાવતો અને સતત ભીડભાડવાળો વિસ્તાર હોવાથી સુરત પોલીસે આરોપીઓને ઓળખવા માટે મુસ્લિમ પહેરવેશ ધારણ કર્યો હતો. આખરે 26 ઓગસ્ટના રોજ સુરત પોલીસ ટીમને સ્થાનિક પોલીસની મદદ દ્વારા હૈદરાબાદથી આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

    - Advertisement -

    વર્ષ 2007માં સુરતના ભેસ્તાનમાં બિહારના એક યુવકની હત્યા કરી ભાગતા ફરતા મૌલવી અને તેની પત્નીને સુરત પોલીસે હૈદરાબાદથી દબોચી લીધા છે. યુવકની હત્યા કરી છેલ્લા 7 વર્ષથી ફરાર દંપતીને સુરત પોલીસે મુસ્લિમ વેશ ધારણ કરીને ઝડપી પાડયા હતા. પોલીસે તેલંગાણાના હૈદરાબાદમાં વેશપલટો કરી મુસ્લિમ વેશ ધારણ કરી 5 દિવસ વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન દંપતિની ભાળ મળતા તેઓએ સ્થાનિક પોલીસની મદદ વડે અકબરઅલી મોહમ્મદ સફાયત શેખ (33) અને તેની પત્ની અફસાના બેગમ અકબરઅલી શેખ (29) ની ધરપકડ કરી હતી.

    અહેવાલોના જણાવ્યા અનુસાર યુવાનનો ભાઈ બિહાર પોલીસમાં નોકરી કરે છે અને બિહારથી તેના ભાઈને શોધવા માટે સુરત આવ્યો હતો. જ્યાં તેને બે સગીર મળ્યા હતા. બંનેએ મૃતકના ભાઈને જણાવ્યું હતું કે તેના શેઠ અકબરઅલી અને તેની પત્ની અફસાના બેગમે 18 વર્ષના ફકરુદ્દીનની લોખંડનો સળિયો મારી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ લાશને સગેવગે કરવા માટે તેના ટુકડા કરાવ્યા હતા. હત્યારો મૌલવી અકબરઅલી મોપેડ પર બે સગીરોને સાથે લઈને ત્રણ થેલીમાં માથું, ધડ અને હાથ-પગના ટુકડા કરી ફેંકવા ગયો હતો. ત્યારબાદ તે પોતાની પત્નીને લઈને ભાગી ગયો હતો.

    શા માટે કરાઇ હતી હત્યા?

    મૌલવી પોતાના વતન બિહારથી 7 સગીરોને સાડીમાં સ્ટોન લગાવવા અને મજૂરી કામ કરાવવા માટે લાવ્યો હતો. જેમાં એક ફકરુદ્દીન પણ હતો. આ કામ કરવા માટે સગીરોને કોઈ વેતન આપવામાં આવતું નહોતું , માત્ર જમવાનું આપવામાં આવતું હતું. તેને લઈને સગીરોમાં અસંતોષ વ્યાપ્યો હતો.

    - Advertisement -

    મૃતક ફકરુદ્દીને પોતાના મિત્રો ઈસરાફી અને ઈજરાઈલ સાથે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ અકબરઅલીને જાણ થઈ જતાં તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ 6 જાન્યુઆરી,2017ના રોજ ફકરુદ્દીને કામમાં કોઈ ભૂલ કરી હતી જેને લઈને અકબરઅલીએ તેને લોખંડના સળીયાથી માર્યો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

    પોલીસે વેશપલટો કરી આરોપીઓને દબોચ્યા

    લગભગ એક વર્ષથી સુરત પોલીસ આરોપીઓનું ઠેકાણું જાણવા માટે નેપાળના સરહદી વિસ્તારોમાં અકબરઅલીના વતનની મુલાકાત લઈ રહી હતી. પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી હતી. પોલીસે આ દરમિયાન બંને આરોપીઓના સબંધીઓ અને મિત્રોના નંબર પણ એકત્રિત કર્યા હતા અને આ મોબાઈલ નંબરો પર ટેકનિકલ સર્વેલન્સ પણ રાખ્યું હતું.પોલીસને બધા નંબરો સાથે તેલંગાણાનો પણ એક નંબર મળ્યો હતો. પોલીસને એ નંબર પર શંકા ગઈ કે તે અકબરઅલીનો નંબર છે. હૈદરાબાદના રાજેન્દ્ર નગર વિસ્તારમાં આરોપીઓને ટ્રેસ કર્યા બાદ એક મહિલા PSI અને ત્રણ કોન્સ્ટેબલોએ હત્યાના આરોપીઓને ઓળખવા માટે તેલંગાણાના હૈદરાબાદમાં પડાવ નાખ્યો હતો.

    મુસ્લિમ બહુમતી ધરાવતો અને સતત ભીડભાડવાળો વિસ્તાર હોવાથી સુરત પોલીસે આરોપીઓને ઓળખવા માટે મુસ્લિમ પહેરવેશ ધારણ કર્યો હતો. આખરે 26 ઓગસ્ટના રોજ સુરત પોલીસ ટીમને સ્થાનિક પોલીસની મદદ દ્વારા હૈદરાબાદથી આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

    આ પહેલા પણ સુરત પોલીસે મુસ્લિમ વેશ ધારણ કરીને આરોપીઓ પકડ્યા છે

    ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આવી ઘટના સામે આવી હતી જેમાં સુરતની એક મહિલા પ્રોફેસરે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. પછીની પોલીસ તપાસમાં તેમને મોર્ફ કરેલા ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલિંગ કરવામાં આવતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

    બ્લેકમેઈલ કરીને પૈસા પડાવવા માટેના આ રેકેટનું સંચાલન આંધ્રપ્રદેશની મહિલા કરતી હોવાનું જાણવા મળ્યા બાદ સુરત પોલીસના 6 કર્મચારીઓની એક ટીમ આંધ્ર પહોંચી હતી. આરોપી જુહી સચેત ન થઇ જાય તે માટે તમામ પોલીસકર્મીઓએ સ્થાનિક દેખાવા માટે મુસ્લિમ પહેરવેશ ધારણ કર્યો હતો અને બેથી ત્રણ દિવસ માટે રેકી કરી હતી. 

    પોલીસકર્મીઓ એકબીજાના ભાઈ-બહેન અને પરિવારના સભ્યો બનીને રેકી કરતા રહ્યા અને આરોપી મહિલાના ઘરનું ચોક્કસ લોકેશન મળી ગયા બાદ મુસ્લિમ બનીને જ પોલીસકર્મીઓ તેના ઘરે પહોંચી ગયા હતા. ત્યારબાદ સ્થાનિક પોલીસની પણ મદદ લઈને મહિલાને ઝડપી લીધી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં