Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતની મહિલા પ્રોફેસરના આપઘાત કેસમાં આંધ્રથી જુહી શેખ નામની મહિલાની ધરપકડ: પાકિસ્તાનીઓના...

    સુરતની મહિલા પ્રોફેસરના આપઘાત કેસમાં આંધ્રથી જુહી શેખ નામની મહિલાની ધરપકડ: પાકિસ્તાનીઓના ઈશારે બ્લેકમેઈલ થકી પૈસા પડાવતી, પોલીસે મુસ્લિમ વેશ ધારણ કરીને દબોચી

    તપાસ બાદ આ નેટવર્ક પાકિસ્તાનથી ચાલતું હોવાનું સામે આવ્યું હતું. પાકિસ્તાનના લાહોરનો ઝુલ્ફીકાર નામનો વ્યક્તિ તેને ચલાવતો હતો અને તેના સંપર્કમાં આંધ્રપ્રદેશની મહિલા મોહમ્મદ જુહી સલીમ શેખ સીધા સંપર્કમાં હતી.

    - Advertisement -

    થોડા સમય પહેલાં સુરતની એક મહિલા પ્રોફેસરે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. પછીની પોલીસ તપાસમાં તેમને મોર્ફ કરેલા ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલિંગ કરવામાં આવતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી, જેમની કબૂલાતના આધારે પોલીસે આ રેકેટની સૂત્રધાર જુહી શેખ નામની એક મહિલાની આંધ્રપ્રદેશથી ધરપકડ કરી લીધી હતી. 

    ગત 16 માર્ચે સુરતની 25 વર્ષીય મહિલા પ્રોફેસરે આપઘાત કરી લીધા બાદ તેમના મોબાઈલ અને એકાઉન્ટ્સની વિગતો તપાસવામાં આવતાં તેમને મોર્ફ કરેલા અશ્લીલ ફોટા બતાવીને નાણાં પડાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત ખાતાંમાંથી 47,500 ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ચાર ઈસમોની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમની પૂછપરછ બાદ તપાસનો રેલો જુહી સુધી પહોંચ્યો હતો.

    તપાસ બાદ આ નેટવર્ક પાકિસ્તાનથી ચાલતું હોવાનું સામે આવ્યું હતું. પાકિસ્તાનના લાહોરનો ઝુલ્ફીકાર નામનો વ્યક્તિ તેને ચલાવતો હતો અને તેના સંપર્કમાં આંધ્રપ્રદેશની મહિલા મોહમ્મદ જુહી સલીમ શેખ સીધા સંપર્કમાં હતી. જુહી લોકોને બ્લેકમેઈલ કરીને મેળવેલા પૈસામાંથી પોતાનું કમિશન કાપીને બિટકોઇન મારફતે પાકિસ્તાન બેઠેલા ઝુલ્ફીકારને ટ્રાન્સફર કરતી હોવાનું ખૂલ્યું છે.

    - Advertisement -

    પોલીસને તેનાં બે બેન્ક અકાઉન્ટ અને બે પાસબુક મળી આવ્યાં છે. જ્યારે તે કુલ 7 અકાઉન્ટ ચલાવતી હતી. તે રોજના 50થી 60 હજાર રૂપિયા પડાવતી હતી અને તેમાંથી પોતાનું કમિશન કાપીને પાકિસ્તાન મોકલતી હતી. તે ચાર-પાંચ વર્ષથી આવાં કારસ્તાનો કરીને પૈસા પડાવતી હોવાનું સામે આવ્યું છે. 

    પોલીસે મુસ્લિમ વેશ ધારણ કરીને ઝડપી 

    બ્લેકમેઈલ કરીને પૈસા પડાવવા માટેના આ રેકેટનું સંચાલન આંધ્રપ્રદેશની મહિલા કરતી હોવાનું જાણવા મળ્યા બાદ સુરત પોલીસના 6 કર્મચારીઓની એક ટીમ આંધ્ર પહોંચી હતી. આરોપી જુહી સચેત ન થઇ જાય તે માટે તમામ પોલીસકર્મીઓએ સ્થાનિક દેખાવા માટે મુસ્લિમ પહેરવેશ ધારણ કર્યો હતો અને બેથી ત્રણ દિવસ માટે રેકી કરી હતી. 

    પોલીસકર્મીઓ એકબીજાના ભાઈ-બહેન અને પરિવારના સભ્યો બનીને રેકી કરતા રહ્યા અને આરોપી મહિલાના ઘરનું ચોક્કસ લોકેશન મળી ગયા બાદ મુસ્લિમ બનીને જ પોલીસકર્મીઓ તેના ઘરે પહોંચી ગયા હતા. ત્યારબાદ સ્થાનિક પોલીસની પણ મદદ લઈને મહિલાને ઝડપી લીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં