Saturday, October 12, 2024
More
    હોમપેજદેશકોથળામાં મળી પૂનમની લાશ, ડુબાડીને મારી નાંખી, કાપીને ટુકડા કર્યા: ટેક્સી ડ્રાઈવર...

    કોથળામાં મળી પૂનમની લાશ, ડુબાડીને મારી નાંખી, કાપીને ટુકડા કર્યા: ટેક્સી ડ્રાઈવર નિઝામે પોતાને કુંવારો જણાવીને ફસાવી હતી, લવજેહાદનો આરોપ

    હિંદુ યુવતીની હત્યા કરનાર બાળ-બચ્ચાવાળા નિઝામે પોતાની ઓળખ કુંવારા તરીકે આપી હતી. તેની પોલ ખુલી જતા પૂનમ અને તેના વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડામાં જ પૂનમની હત્યા કરવામાં આવી છે.

    - Advertisement -

    મુંબઈમાં શુક્રવાર (19 એપ્રિલ 2024)ના રોજ એક 27 વર્ષીય હિંદુ યુવતીની હત્યા કરવામાં આવી હતી. મૃતકનું શબ એક કોથળામાં ભરીને નવી મુંબઈમાં ફેંકવામાં આવ્યું હતું. 25 એપ્રિલના રોજ લોકોને મૃતકનું શબ સડેલી હાલતમાં મળ્યું હતું. મૃતકનું નામ પૂનમ હોવાનું સામે આવ્યુ છે. હવે પોલીસે આ મામલે ખુલાસો કરતા નિઝામ નામના યુવકની ધરપકડ કરી છે. નિઝામ ટેક્સી ડ્રાઈવર છે અને કહેવામાં આવી રહ્યું છે કે મૃતક યુવતી સાથે તેને પ્રેમ સંબંધ હતો.

    મુંબઈમાં હિંદુ યુવતીની હત્યા કરનાર બાળ-બચ્ચાવાળા નિઝામે પોતાની ઓળખ કુંવારા તરીકે આપી હતી. તેની પોલ ખુલી જતા પૂનમ અને તેના વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડામાં જ પૂનમની હત્યા કરવામાં આવી છે. ભાજપે આ ઘટનાને ‘લવ જેહાદ’ કહી છે.

    મીડિયા અહેવાલો અનુસાર, પૂનમ મુંબઈના નાગપાડા વિસ્તારમાં કામ કરતી હતી. ઘરેથી કામના સ્થળે જવા તે ટેક્સીમાં અપ-ડાઉન કરતી હતી. દરમિયાન તેની મુલાકાત નિઝામ સાથે થઇ હતી. નિઝામના નિકાહ થઈ ચુક્યા છે અને તે 1 બાળકનો અબ્બા છે. તેનું પરિવાર ઉત્તર પ્રદેશના લખનૌમાં રહે છે. નિઝામે પૂનમને પોતે અપરણિત હોવાનું કહ્યું હતું અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. તેઓ અવારનવાર એકબીજાને મળતા હતા.

    - Advertisement -

    થોડા જ દિવસોમાં નિઝામનો ભાંડો ફૂટી ગયો કે તેના નિકાહ થઇ ચુક્યા છે અને એક બાળકનો અબ્બા છે. પૂનમ આ વાતે નારાજ થઈ ગઈ અને બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. આ મામલે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મીડિયાને જણાવ્યું હતું કે 18 એપ્રિલે નિઝામે બહાનું કાઢીને પૂનમને મળવા બોલાવી હતી. અહીંથી બંને કલ્યાણ પાસે આવેલા એક સ્થળે ગયા. ત્યાં નિઝામે પૂનમને પાણીમાં ડુબાડીને મારી નાંખી. પૂનમના મૃત્યુ બાદ નિઝામ લાશ લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં તેણે પૂનમના મૃત્યુની પુષ્ટિ કરાવી હતી.

    મંગલ પ્રભાતે આગળ જણાવ્યું કે, “નિઝામ હોસ્પિટલથી પૂનમની લાશ લઈને ભાગી ગયો. 19 એપ્રિલના રોજ તેણે પૂનમની લાશના અનેક ટુકડા કર્યા. આ ટુકડાને એક કોથળામાં ભરીને તેણે નવી મુંબઈમાં આવેલી એક અવાવરું જગ્યાએ ફેંકી દીધા. 25 એપ્રિલે એક રાહદારીએ પૂનમની લાશ જોઇને પોલીસને સૂચના આપી. બાદમાં પૂનમના પરિવારે નિઝામ પર હત્યાનો આરોપ લગાવ્યો. હિંદુ સંગઠનના કેટલાક કાર્યકર્તાઓએ નિઝામને જોતા જ તેને પકડીને પોલીસને સોંપી દીધો. બાદમાં આરોપીએ પોતાનો ગુનો કબુલી લીધો.”

    મંત્રી મંગલ પ્રભાતનો દાવો છે કે, પૂનમની હત્યા કરવામાં નિઝામ એકલો નથી, પરંતુ તેની સાથે અન્ય કેટલાક લોકો પણ સંમેલિત છે. તેમણે આ ઘટનાને દિલ્હીની શ્રધ્ધા વોકર હત્યાકાંડ સાથે સરકાવ્યો હતો. મંગલના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ મુંબઈના હિંદુ સમાજમાં નારાજગી છે. તેમણે નિઝામ અને તેના સાગરીતો વિરુદ્ધ આકરી કાર્યવાહીની માંગ કરી છે. પ્રશાસનને કાર્યવાહી માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપતા મંગલ પ્રભાતે કહ્યું હતું કે ઘટનામાં લગભગ 12 આરોપીઓ હોય તેવી આશંકા છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાએ આ ઘટનાને ‘લવ જેહાદ‘ કહીને પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં