Wednesday, May 22, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજન'વિકાસના મહાયજ્ઞમાં હું પણ સહભાગી બનીશ': ટીવીની તુલસી બાદ હવે અનુપમાએ પણ...

    ‘વિકાસના મહાયજ્ઞમાં હું પણ સહભાગી બનીશ’: ટીવીની તુલસી બાદ હવે અનુપમાએ પણ ભાજપનો ખેસ પહેર્યો, કહ્યું- નાગરિક તરીકે સૌ ભાગીદાર બનીએ

    ભાજપમાં જોડાયા બાદ રૂપાલી ગાંગુલીએ કહ્યું, કે, "એક નાગરિક તરીકે આપણે સૌએ આમાં સહભાગી થવું જોઈએ. મહાકાલ અને માતાજીનો આશીર્વાદ છે કે, હું મારી કળાના માધ્યમથી ઘણા લોકોને મળું છું. તેવા સમયે હું જ્યારે આ વિકાસનો મહાયજ્ઞ જોઉ છું, તો એવું લાગે છે કે, હું પણ તેમાં સહભાગી બનું."

    - Advertisement -

    લોકસભા ચૂંટણીના વાતાવરણ વચ્ચે ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ટીવી સિરિયલ ‘અનુપમા’થી જાણીતાં અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ રાજકારણમાં ડગ માંડ્યા છે. અનુપમા ફેમ રૂપાલી ભાજપમાં સામેલ થઈ ચૂક્યાં છે. તાજેતરમાં રૂપાલી ‘અનુપમા’ સિરિયલમાં કામ કરી રહ્યાં છે. તેમની સાથે સિરિયલના ડાયરેક્ટર અમય જોશી પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે. અમયે અનેક મરાઠી ફિલ્મો પણ ડાયરેક્ટ કરી છે.

    બુધવારે (1 મે, 2024) અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી દિલ્હી હેડક્વાર્ટર ખાતે ભાજપમાં સામેલ થયાં છે. આ સાથે જ તેમણે મીડિયા સાથે પણ વાત કરી છે. તેમણે કહ્યું કે, “એક નાગરિક તરીકે આપણે સૌએ આમાં સહભાગી થવું જોઈએ. મહાકાલ અને માતાજીના આશીર્વાદ છે કે, હું મારી કળાના માધ્યમથી ઘણા લોકોને મળું છું. તેવા સમયે હું જ્યારે આ વિકાસનો મહાયજ્ઞ જોઉ છું, તો એવું લાગે છે કે, હું પણ તેમાં સહભાગી બનું. હું કોઈ રીતે મોદીજીએ દર્શાવેલા રાહ પર ચાલુ અને દેશસેવામાં લાગુ. મને આપ સૌના આશીર્વાદ અને સહકારની જરૂર છે.”

    નોંધનીય છે કે, રૂપાલી વડાપ્રધાન મોદીનાં પ્રશંસક પણ છે. તેમણે ઘણીવાર આ વિશે વાત પણ કરી છે. થોડા સમય પહેલાં જ તેમણે વડાપ્રધાન મોદી સાથે મુલાકત પણ કરી હતી. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેમના માટે વડાપ્રધાન એક સ્ટાર છે. તેમણે વડાપ્રધાન મોદી માટે કહ્યું હતું કે, “જેઓ દેશને એક નવી ઊંચાઈ પર લાવ્યા છે. આજે હું ગર્વથી કહી શકું છું કે, હું મોદીજીના દેશથી છું. તેઓ મારા હીરો છે.”

    - Advertisement -

    સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે, વડાપ્રધાને તેમનો શો પણ જોયો હશે. નહીં તો તે વિશે સાંભળ્યું હશે. કારણ કે તે શો ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ખૂબ પ્રસિદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, રૂપાલી તાજેતરમાં ‘અનુપમા’ સિરિયલમાં કામ કરી રહ્યાં છે. આ શોમાં તેઓ લીડ કેરેક્ટર અનુપમાનો રોલ પ્લે કરી રહ્યા છે. સાથે એ પણ નોંધવું જોઈએ કે, આ પહેલાં પણ અનેક અભિનેતા અને અભિનેત્રીઓએ ભાજપમાં સામેલ થઈને રાજકારણની શરૂઆત કરી હતી. તુલસી ફેમ સ્મૃતિ ઈરાનીએ પણ ભાજપથી જ રાજકારણની શરૂઆત કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં