Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'એવા દીનનો શું ફાયદો જે આશરો છીનવી લે': પોતાના જ મઝહબથી પીડિત...

    ‘એવા દીનનો શું ફાયદો જે આશરો છીનવી લે’: પોતાના જ મઝહબથી પીડિત યુસુફ ખાને પરિવાર સહિત સનાતનમાં આવવાની ઘોષણા કરી

    પોતાનું ઘર તોડી પાડવાનું કાવતરું ઘડનારાઓનો જવાબ આપતાં યુસુફે કહ્યું હતું કે તે મંદિર નિર્માણ માટે પોતાના પરિવારની જમીન પણ વિનામૂલ્યે દાનમાં આપી દેશે.

    - Advertisement -

    મધ્યપ્રદેશના મુરૈનામાં મઝહબથી પીડિત એક યુસુફ ખાને પરિવાર સહિત સનાતનમાં આવવાની ઘોષણા કરી છે. યુસુફ છેલ્લા 30 વર્ષથી તેના જ મઝહબ ઇસ્લામથી પીડિત છે. તેના સમાજના કેટલાક લોકોએ તેનું મકાન પચાવી પાડીને તેની જગ્યાએ મસ્જિદ ઉભી કરી દેવાના કારસાઓથી ત્રાસીને યુસુફે આ નિર્ણય લીધો છે. હિંદુ ધર્મ અપનાવવાની સાથે જ તેમણે પોતાની જગ્યા પર જ્યાં મસ્જિદ બનાવવા દબાણ કરાઈ રહ્યું છે ત્યાં મંદિર બનાવવાની ઘોષણા પણ કરી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર મઝહબથી પીડિત યુસુફ ખાને પરિવાર સહિત સનાતનમાં આવવાની ઘોષણા કરી તે મામલો મુરેનાના જૌરા વિસ્તારના હોસ્પિટલ રોડનો છે. યુસુફ અહીં તેના પરિવાર સાથે પૈતૃક ઘરમાં રહે છે. તેમનો આરોપ છે કે છેલ્લા ત્રણ દાયકાથી તેમના જ મુસ્લિમ સમાજે તેમને ખરાબ રીતે હેરાન કર્યા છે. યુસુફે તેના જ પડોશીઓ પર તેના પરિવારના મકાનને તોડી પાડવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. સીસીટીવી ફૂટેજનો દાવો કરતાં યુસુફે કહ્યું હતું કે, આરોપી તેના ઘરને નુકસાન પહોંચાડતો સ્પષ્ટ જોઇ શકાય છે.

    યુસુફે પોતાની જાતને અત્યંત યાતનાગ્રસ્ત ગણાવતાં કહ્યું હતું કે જો આ બધું જ ચાલતું રહ્યું તો તે પોતાના આખા પરિવાર સાથે હિંદુ બની જશે. પોતાનું ઘર તોડી પાડવાનું કાવતરું ઘડનારાઓનો જવાબ આપતાં યુસુફે કહ્યું હતું કે તે મંદિર નિર્માણ માટે પોતાના પરિવારની જમીન પણ વિનામૂલ્યે દાનમાં આપી દેશે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે તેમની જમીન હડપવાનો પ્રયાસ કરનારાઓ કોઈપણ સંજોગોમાં સફળ થશે નહીં. યુસુફનું ઘર એક મસ્જિદ પાસે છે. મસ્જિદની આસપાસ રહેતા લોકો યુસુફ પર દબાણ કરી રહ્યા છે કે તે મસ્જિદ માટે પોતાનું ઘર મુસ્લિમોને સોંપી દે.

    - Advertisement -

    યુસુફનું કહેવું છે કે, જ્યારે તેની સંમતિ વિના તેનું ઘર તોડવાના અનેક પ્રયાસો થયા ત્યારે તેણે આરોપીના દુષ્કૃત્યોનો પર્દાફાશ કરવા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. તેમનો એવો પણ દાવો છે કે આ કેમેરામાં ઘણા લોકો તેમનું ઘર તોડવાની કોશિશ કરતા જોવા મળી રહ્યા છે, જેની સામે પોલીસ વારંવાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ રહી. યુસુફનો દાવો છે કે, તેની પાસે પોતાનું ઘર બનાવવાની પરવાનગી છે, પરંતુ આમ છતાં તેને ઘર બનાવવાની મંજૂરી નથી મળી રહી.

    યુસુફે હિંદુઓને તેમની મદદ કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાયના લોકો તેમને કરોડો રૂપિયા આપશે તો પણ તેઓ તેમને જમીન નહીં આપે. યુસુફે કહ્યું કે જે દીનમાં જુલમ થાય છે ત્યાં જીવવાનો શું અર્થ છે. જાણકારી અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટ મુરેનાએ આ મામલાની નોંધ લીધી છે. યુસુફના આરોપોની તપાસ માટે તેઓએ એક વહીવટી ટીમ પણ બનાવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં