Monday, July 15, 2024
More
  હોમપેજદેશશૌર્ય જાગરણ યાત્રામાંથી પરત ફરતા હતા હિંદુઓ, મસ્જિદ પાસે બસ પર થયો...

  શૌર્ય જાગરણ યાત્રામાંથી પરત ફરતા હતા હિંદુઓ, મસ્જિદ પાસે બસ પર થયો પથ્થરમારો: ઝારખંડની ઘટના, મહિલા સહિત 10 લોકોને ઈજા

  જાન્યુઆરી 2024માં રામમંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અને તેને લઈને દેશના લાખો ગામોમાં ધાર્મિક કાર્યકર્મનું આયોજન કરવાની યોજના ચાલી રહી છે. 'વિશ્વ હિંદુ પરિષદ (VHP)'ની યુવા પાંખ 'બજરંગ દળ'એ રાંચીમાં 'શૌર્ય જાગરણ' નામથી 4 યાત્રાઓ કાઢી હતી.

  - Advertisement -

  ઝારખંડમાં હિંદુઓ પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. રાજ્યની રાજધાની રાંચીમાં આયોજિત ‘શૌર્ય જાગરણ યાત્રા’માંથી પરત ફરી રહેલા હિંદુ કાર્યકર્તાઓની બસ પર હજારીબાગના પેલાવલ વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવ્યો. આ ઘટનામાં એક મહિલા સહિત 10 લોકો ઘાયલ થયા છે. આ ઘટના રવિવારે (8 ઓકટોબર, 2023) રાત્રે લગભગ 9.45 વાગ્યે એક મસ્જિદ પાસે બની હતી. સ્થાનિક પોલીસ અધિક્ષક (SP)નું કહેવું છે કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને તેના આધારે ધરપકડ કરવામાં આવશે.

  ‘અમર ઉજાલા’ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પથ્થરમારો કરનારા સમુદાયના લોકોનું કહેવું છે કે હિંદુ શ્રદ્ધાળુઓની બસ મસ્જિદની સામે રોકાઈ હતી અને ત્યાં ધાર્મિક નારા લગાવવામાં આવ્યા. SPએ જણાવ્યું કે પોલીસકર્મીઓ સમયસર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. હિંસા કરી રહેલા લોકોને પોલીસે ત્યાંથી ખદેડયા હતા અને ત્યારબાદ બસને ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે પથ્થરમારો કરનાર આરોપીઓની ઓળખ થઈ ગઈ છે.

  સાથે જ તેમની સામે ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. નોંધનીય છે કે જાન્યુઆરી 2024માં રામમંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અને તેને લઈને દેશના લાખો ગામોમાં ધાર્મિક કાર્યકર્મનું આયોજન કરવાની યોજના ચાલી રહી છે. ‘વિશ્વ હિંદુ પરિષદ (VHP)’ની યુવા પાંખ ‘બજરંગ દળ’એ રાંચીમાં ‘શૌર્ય જાગરણ’ નામથી 4 યાત્રાઓ કાઢી હતી. હજારો કાર્યકરોએ આ યાત્રાઓમાં ભાગ લીધો હતો. આ ઘટના બાદ ‘ઝારખંડ માનવાધિકાર મહાસભા’એ પોલીસને આ રેલીઓ પર કડક નજર રાખવાની અપીલ કરી છે.

  - Advertisement -

  ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ આ ઘટના પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “હજારીબાગમાં ‘બજરંગ દળ’ અને ‘વિશ્વ હિંદુ પરિષદ’ના કાર્યકર્તાઓ પર જે હુમલો થયો છે તેની જેટલી નિંદા કરો તેટલી ઓછી છે. તુષ્ટિકરણની રાજનીતિમાં ડૂબેલી હેમંત સોરેન સરકારમાં ખાસ સમુદાયના ગુંડાઓને ગુંડાગર્દી કરવાની ખુલ્લી છૂટ મળી ગઈ છે. અત્યાર સુધી રાંચીમાં થયેલા ઉત્પાતમાં કોઈ ધરપકડ થઈ નથી અને હજારીબાગમાં આ હુમલો થઈ ગયો.”

  તેમણે માંગ કરી હતી કે ઝારખંડ પોલીસ વહેલી તકે હુમલાખોરોની ધરપકડ કરીને કાયદાનું શાસન સ્થાપિત કરે. નોંધનીય છે કે જુલાઈ 2023ના અંતમાં હરિયાણાના મેવાતમાં આવેલા નૂંહમાં હિંદુઓની યાત્રા પર માત્ર પથ્થરમારો જ નહીં, પરંતુ તે પછી મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી અને હોસ્પિટલોમાં ઘૂસીને પણ તોડફોડ કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા મામન ખાનની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હવે તેમને જામીન મળી ગયા છે.

  અમદાવાદમાં મુસ્લિમ ટોળાએ હિંદુ યાત્રિકોની બસને ઘેરી આપી ધમકી

  ઉલ્લેખનીય છે કે રવિવાર (8 ઓક્ટોબર)ના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રા આયોજિત કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બધા હિંદુ કાર્યકર્તાઓ પોતપોતાના જિલ્લાની બસોમાં બેસીને પરત ફરી રહ્યા હતા. વડોદરાના કરજણના હિંદુ યાત્રિકોની પરત ફરી રહેલી આવી જ એક બસમાં કાર્યકર્તાઓ હોંશેથી જય શ્રીરામના નારા લગાવી રહ્યા હતા અને રામધૂનમાં લીન હતા. તેવામાં અમુક મુસ્લિમ યુવાનો ચંડોળા પાસે તેમની બસને આંતરીને રોકે છે અને ધમકાવવા લાગી પડે છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

  જેવું મુસ્લિમ યુવાનો આ બસને આંતરીને રોકે છે તેવું જ તરત ત્યાં એક મોટું મુસ્લિમ ટોળું જમા થઈ જાય છે. મુસ્લિમો હિંદુ યાત્રિકોને કહેતા સંભળાય છે કે, “અમારા એરિયામાં નારા (જય શ્રીરામના) કેમ લગાવો છો? નારા લગાવવા હોય તો તમારા વિસ્તારમાં જાવ.” આ જ વીડિયોમાં આગળ મુસ્લિમો ધમકીના સ્વરમાં કહેતા સંભળાય છે કે, “અમે તમારા વિસ્તારમાં નારા-એ-તકબીર અને અલ્લાહુ અકબરના નારા લગાવીશું તો?” આ દરમાયન મુસ્લિમ ટોળું ત્યાં હાજર પોલીસ કર્મચારી સાથે પણ રકઝક કરતું જોવા મળે છે. પરંતુ પોલીસકર્મી આ કટ્ટરવાદી ટોળા સામે અસહાય થઈને ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં