Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાત'તમારા એરિયામાં આવીને નારા-એ-તકબીર લગાવીએ તો..': મુસ્લિમ ટોળાએ ચંડોળા પાસે હિંદુ યાત્રિકોની...

    ‘તમારા એરિયામાં આવીને નારા-એ-તકબીર લગાવીએ તો..’: મુસ્લિમ ટોળાએ ચંડોળા પાસે હિંદુ યાત્રિકોની બસને ઘેરીને રોકી, રામધૂન અટકાવી; VHPએ કહ્યું- બીજા ગોધરાકાંડનો પ્રયાસ?

    "આ રીતે હિંદુ યાત્રિકોને લઇ જતી બસને ઘેરને રોકવાનો અર્થ શું? શું આની પાછળ કોઇ ષડયંત્ર તો નથીને? શું આ લોકો વધુ એક ગોધરાકાંડને અંજામ આપવા તો નહોતા માંગતાને?"- VHP પ્રવક્તા

    - Advertisement -

    સોમવાર સવારથી (9 ઓક્ટોબર) સોશિયલ મીડિયામાં અમદાવાદનો એક વીડિયો ખુબ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક કટ્ટરવાદી મુસ્લિમ ટોળું હિંદુ યાત્રિકોથી ભરેલી એક બસને રસ્તા વચ્ચે ઘેરીને રોકે છે અને ધમકાવતું જોવા મળે છે. આ વીડિયો અમદાવાદના ચંડોળા વિસ્તારનો છે, બસ અમદાવાદ રિવરફ્રન્ટ પરથી જમાલપુર થઈને વડોદરા જઈ રહી હતી. શરૂઆતમાં આ વીડિયો જમાલપુરનો ગણાવાઈ રર્યો હતો, પરંતુ ઑપઇન્ડિયાની તપાસમાં સામે આવ્યું છે કે આ વીડિયો દાણીલીમડાના ચંડોળા વિસ્તારનો છે.

    રવિવાર (8 ઓક્ટોબર) ના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રા આયોજિત કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બધા હિંદુ કાર્યકર્તાઓ પોતપોતાના જિલ્લાની બસોમાં બેસીને પરત ફરી રહ્યા હતા.

    વડોદરાના કરજણના હિંદુ યાત્રિકોને પરત ફરી રહેલી આવી જ એક બસમાં કાર્યકર્તાઓ હોંશેથી જય શ્રીરામના નારા લગાવી રહ્યા હતા અને રામધૂનમાં લીન હતા. તેવામાં અમુક મુસ્લિમ યુવાનો ચંડોળા પાસે તેમની બસને આંતરીને રોકે છે અને ધમકાવવા લાગી પડે છે.

    - Advertisement -

    ‘અમારા એરિયામાં નારા કેમ લગાવો છો?’- મુસ્લિમ ભીડ

    નોંધનીય છે કે દાણીલીમડાનો ચંડોળા એ એક ‘મુસ્લિમબહુલ’ વિસ્તાર છે. જેવું મુસ્લિમ યુવાનો આ બસને આંતરીને રોકે છે તેવું જ તરત ત્યાં એક મોટું મુસ્લિમ ટોળું જમા થઈ જાય છે. મુસ્લિમો હિંદુ યાત્રિકોને કહેતા સંભળાય છે કે, “અમારા એરિયામાં નારા (જય શ્રીરામના) કેમ લગાવો છો? નારા લગાવવા હોય તો તમારા વિસ્તારમાં જાવ.”

    આ જ વીડિયોમાં આગળ મુસ્લિમો ધમકીના સ્વરમાં કહેતા સંભળાય છે કે, “અમે તમારા વિસ્તારમાં નારા-એ-તકબીર અને અલ્લાહુ અકબરના નારા લગાવીશું તો?” આ દરમાયન મુસ્લિમ ટોળું ત્યાં હાજર પોલીસ કર્મચારી સાથે પણ રકઝક કરતું જોવા મળે છે. પરંતુ પોલીસકર્મી આ કટ્ટરવાદી ટોળા સામે અસહાય થઈને ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.

    નોંધનીય છે કે હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઈ રહ્યો છે. જેમ જેમ લોકો આ ઘટના વિશે જાણી રહ્યા છે તેમ તેમ તેઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

    વધુ એક ગોધરાકાંડનો પ્રયાસ: હિતેન્દ્રસિંહ રાજપુત, પ્રવક્તા, VHP

    આ બાબતે ઑપઇન્ડિયાએ ગુજરાત વિશ્વ હિંદુ પરિષદના (VHP) પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂત સાથે વાત કરી હતી. રજપૂતે કહ્યું, “આ ખૂબ કમનસીબ ઘટના બની છે. શું હવે ગુજરાતમાં હિંદુઓ દ્વારા જય શ્રીરામના નારા લગાવવા પર પણ પ્રતિબંધ છે? આ જે હિંદુ યાત્રિકોની બસને મુસ્લિમ કટ્ટરપંથીઓએ ઘેરીને રોકી હતી, તેની પાછળ તેમનો ઉદ્દેશ્ય શું હતો?”

    હિતેન્દ્રસિંહે ગોધરામાં હિંદુ યાત્રિકોથી ભરેલી સાબરમતી એક્સપ્રેસને રોકીને એક આખા ડબ્બાને સળગાવી દઈને હિંદુઓની કત્લેઆમ કરવામાં આવી હતી એ બાબતને યાદ કરીને કહ્યું, “આ રીતે હિંદુ યાત્રિકોને લઇ જતી બસને ઘેરને રોકવાનો અર્થ શું? શું આની પાછળ કોઇ ષડયંત્ર તો નથીને? શું આ લોકો વધુ એક ગોધરાકાંડને અંજામ આપવા તો નહોતા માંગતાને?”

    આગળ તેઓએ કહ્યું કે “વિશ્વ હિંદુ પરિષદ ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસના DGPને રિક્વેસ્ટ કરે છે કે આ વિષયની ઉંડાણપૂર્વક તપાસ થાય. વાઇરલ વીડિયોના આધારે તેમા દેખાઈ રહેલા ઇસ્લામિક કટ્ટરપંથીઓને ઓળખીને તેમને શોધી કાઢવામાં આવે. તથા તેમના વિરુદ્ધ એવી કાર્યવાહી કરવામાં આવે કે આગળથી કોઇની આવી હિંમત ના થાય.”

    નોંધનીય છે કે આ બાબતે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ જે પ્રકારે સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયાઓ આવી રહી છે અને હિંદુઓમાં જે રીતે રોષ જોવા મળી રહ્યો છે, તેના પરથી લાગે છે કે આગળ જતા આ વિષય વધુ ઘેરો બનશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં