Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇસ્લામી કટ્ટરપંથી શોએબ જમઈને લાઈવ શૉમાં મેથીપાક ચખાડનાર મહિલાએ જણાવ્યું કારણ, શેહઝાદ...

    ઇસ્લામી કટ્ટરપંથી શોએબ જમઈને લાઈવ શૉમાં મેથીપાક ચખાડનાર મહિલાએ જણાવ્યું કારણ, શેહઝાદ પૂનાવાલાએ કહ્યું- જે શૉમાં શોએબ હશે તેમાં હું ભાગ નહીં લઉં

    'ન્યૂઝ 18' ટીવી ચેનલના ડિબેટ શૉમાં એન્કર અમન ચોપરાની હાજરીમાં જ એડવોકેટ સુબુહી ખાને શોએબ જમઈની ‘ભાગ અહીંથી’ કહીને પિટાઈ કરી હતી.

    - Advertisement -

    ઇસ્લામી કટ્ટરપંથી શોએબ જમઈને એક મુસ્લિમ મહિલાએ ન્યુઝ શૉમાં જ ખુલ્લેઆમ માર માર્યો હતો. ‘ન્યૂઝ 18’ ટીવી ચેનલના ડિબેટ શૉમાં એન્કર અમન ચોપરાની હાજરીમાં જ એડવોકેટ સુબુહી ખાને શોએબ જમઈની ‘ભાગ અહીંથી’ કહીને પિટાઈ કરી હતી. આ દરમિયાન એન્કરને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. આ ઘટના આગામી દિવસોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘72 હૂરેં’ પર ડિબેટ વખતે બની હતી. ચર્ચા દરમિયાન શોએબ જમઈ ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ સુબુહી ખાને તેનો પીછો કરીને તેને મેથીપાક ચખાડ્યો હતો.

    પોતાને ઇસ્લામ વિચારક કહેતા શોએબ જમઈ હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓકવા માટે જાણીતા છે. તે ‘ઈન્ડિયન મુસ્લિમ ફાઉન્ડેશન’ના પ્રમુખ છે. તો સુબુહી ખાન ‘રાષ્ટ્રીય જાગરણ અભિયાન’ના સંયોજક અને ‘કબીર ફાઉન્ડેશન’ના સ્થાપક છે. શોએબ જમઈને છૂટા હાથે પીટતી વખતે સુબુહી ખાન એવું બોલે છે કે, “ચલ ભાગ અહીંથી. તારી ઔકાત શું છે? તારા બાપને પણ મારીશ.” જમઈની નાટકીય પિટાઈ બાદ ત્યાં હાજર મહેમાનો અને પત્રકાર અમન ચોપરાએ મામલો શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, શોએબ જમઈ સામે એડવોકેટ શશાંક શેખર ઝાએ પણ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તો બીજેપી પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે તેઓ એવા કોઇપણ ડિબેટ શોનો ભાગ નહીં બને જેમાં શોએબ જમઈ હાજર હોય. શોએબ જમઈએ હૂરો અને અપ્સરાઓની સરખામણી કરીને હિંદુ ધર્મનું પણ અપમાન કર્યું હતું.

    - Advertisement -

    તાજેતરમાં શોએબ જમઇનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ બોલતા સંભળાય છે ઇસ્લામી કટ્ટરપંથી શોએબ જમઈને લાઈવ શૉમાં મેથીપાક ચખાડનાર મહિલાએ જણાવ્યું કારણ, શેહઝાદ પૂનાવાલાએ કહ્યું- જે શૉમાં શોએબ હશે તેમાં હું ભાગ નહીં લઉં કે, “કસમ ખુદાની. અલ્લાહ કરે એ દિવસ આવે જ્યારે આ દેશ અખંડ ભારત બની જાય. પાકિસ્તાનમાં રહેતા 25 કરોડ મુસ્લિમ, બાંગ્લાદેશમાં રહેતા 25 કરોડ મુસ્લિમ અને હિંદુસ્તાનમાં રહેતા 25 કરોડ મુસ્લિમ મળીને એક દિવસ 75 કરોડ થઈ જશે. એ વખતે અમારો જ એક મુસ્લિમ વડાપ્રધાન હશે અને 250થી વધુ સાંસદ પણ અમારા જ હશે.”

    સુબુહી ખાને ડિબેટ શોમાં શોએબ જમઈના પ્રોપગેંડાની ખોલી નાખી પોલ

    સુબુહી ખાને જણાવ્યું હતું કે, “સેંકડો વર્ષોથી મુસ્લિમ બાળકો સાથે જે અત્યાચાર થઈ રહ્યા છે, તેને જોઈને અમને દુઃખ થાય છે. મને જન્નત સામે વાંધો છે કારણકે, તેનો ઉપયોગ બ્રેઈનવોશ માટે થઈ રહ્યો છે. જે દિવસે મુસ્લિમ બાળક પુનર્જન્મમાં માનતો થશે, એ દિવસે તે ડરવાનું બંધ કરશે. એ દિવસે એને ખબર પડી જશે કે કર્મનો પણ એક કાયદો હોય છે.” ડિબેટ શોમાં સુબુહી ખાને ઇસ્લામી કટ્ટરપંથ પર જોરદાર પ્રહાર કર્યા હતા અને શોએબ જમઈના પ્રોપગેંડાનો પણ પર્દાફાશ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં