Monday, May 6, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિજામીયાના ઇસ્લામવાદી પ્રોફેસરે મહાભારત અને વેદો વિશે ફેલાવ્યું જુઠ્ઠાણું: 'અપ્સરાઓ'ની તુલના 'હુરો'...

    જામીયાના ઇસ્લામવાદી પ્રોફેસરે મહાભારત અને વેદો વિશે ફેલાવ્યું જુઠ્ઠાણું: ‘અપ્સરાઓ’ની તુલના ‘હુરો’ સાથે કરી, તેમના માટે ‘સેક્સ’ જેવી વાતો પણ કરી; ચાલો જાણીએ વાસ્તવિકતા

    જેમણે મહાભારત વાંચ્યું છે, તેઓ એ પણ જાણતા હશે કે જેવી રીતે મહિલાઓમાં અપ્સરાઓ હતી તે મુજબ જ પુરુષોમાં ગાંધર્વો પણ હતા. અહીં કોઈ કુંવારી હુરોનો સિધ્ધાંત નથી અને તેમનું કામ કોઈની શારીરિક વાસનાઓ સંતોષવાનું નથી. ગાંધર્વો અને અપ્સરાઓ મુખ્યત્વે ગીત-સંગીતના દક્ષ કલાકારો હતા.

    - Advertisement -

    આપે જો ‘The Kerala Story’ ફિલ્મ જોઈ હશે તો તમે જાણતા જ હશો કે હિંદુ યુવાઓને ધર્મ વિશે ખોટી વાતો કરીને કેવી રીતે મુર્ખ બનાવવામાં આવે છે. દેવી-દેવતાઓ અને આપણા શાસ્ત્રો વિશે ખોટી માહિતીઓ આપવામાં આવે છે. જોકે હિંદુ યુવક-યુવતીઓ પાસે તેનો જવાબ નથી હોતો અને તેઓ નિરુત્તર થઇ જાય છે અથવા તો વિરોધી માનસિકતાથી પ્રભાવિત થઈ જાય છે. જેનું મોટું કારણ છે તેમને તેમના જ શાસ્ત્રોનું જરા પણ જ્ઞાન ન હોવું. તેવામાં હવે જામીયાના ઇસ્લામવાદી પ્રોફેસરે મહાભારત અને વેદો વિશે જુઠ્ઠાણું ફેલાવ્યું છે.

    જામીયાના જે ઇસ્લામવાદી પ્રોફેસરે મહાભારત અને વેદો વિશે જુઠ્ઠાણું ફેલાવ્યું તે એ જ શોએબ જમાઈ છે જે ‘ઇન્ડીયન મુસ્લિમ ફાઉન્ડેશન’ ના અધ્યક્ષ છે અને જેણે શાહીનબાગના ઉપદ્રવમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. હવે આ જ શોએબ જમાઈએ ફિલ્મ ’72 હુરે‘ પર નિશાનો સાધવા હિંદુ ધર્મ મુજબ સ્વર્ગમાં રહેવાવાળી નૃત્યાંગનાઓ માટે અપ્સરા શબ્દ પ્રયોજ્યો છે. અપ્સરાઓને લઈને અનેક કથાઓ છે. પૃથ્વી પર પણ કેટલાક રાજાઓ અને ઋષીઓ સાથે અપ્સરાઓની પ્રેમ કહાણીઓ પ્રચલિત છે.

    જામીયાના આ ઇસ્લામવાદી પ્રોફેસરે મહાભારત અને વેદો વિશે જુઠ્ઠાણું ફેલાવ્યું છે અને દાવો કર્યો છે કે કેટલાક હિંદુઓ 1000 અપ્સરાઓના ચક્કરમાં લગ્ન નથી કરતા અને હુરો વિષે જ્ઞાન આપે છે. સાથે જ તેણે એક ફોટો શેર કર્યો છે, જેમાં અપ્સરાઓ વિશે ખોટી માહિતી લખવામાં આવી છે અને સાથે જ તેના સ્ત્રોત રૂપે શાસ્ત્રોનું વર્ણન છે. જેમકે, તેણે લખ્યું કે સ્વર્ગમાં સુંદર તળાવ છે, સુવર્ણ અંગોવાળી અપ્સરાઓ છે જે ત્યાં રહે છે. સાથે જ તેણે દાવો કર્યો છે કે આવું મહાભારતમાં લખવામાં આવ્યું છે.

    - Advertisement -

    તેણે સ્ત્રોતના રૂપમાં મહાભારત વન પર્વ 168.6-7 નો ઉલ્લેખ કર્યો છે. જેમણે ક્યારેય મહાભારત વાંચ્યું જ નથી તેવા લોકો આને વાસ્તવિકતા માની જ લેશે. પણ જે હોંશિયાર હશે તે પુસ્તક ખોલીને આ દાવાની વાસ્તવિકતા જાણી લેશે. જે વિદ્વાન હશે તે આ જોઈને જ સમજી જશે કે વાસ્તવિકતા શું છે. વાસ્તવમાં મહાભારતના વન પર્વમાં અધ્યાય 168માં આ પ્રકારનું કોઈ લખાણ જ નથી. શોએબ જમાઈ હળાહળ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. જે અધ્યાય અને શ્લોકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં વાસ્તવમાં શું લખવામાં આવ્યું છે તે અમે આપને જણાવીશું.

    મહાભારતના વન પર્વના આ અધ્યાયમાં અર્જુન સ્વર્ગમાં વિતાવેલા પોતાના સમયગાળા વિશે જણાવે છે. સાથે જ કેવી રીતે દાનવો સાથે યુદ્ધની તૈયારીઓ કરવામાં આવી, તેને વિસ્તારમાં સંભળાવી રહ્યા છે. શ્લોક સંખ્યા 6માં અર્જુન એક બ્રાહ્મણ સાથે થયેલી મુલાકાત વિશે જણાવી રહ્યા છે. આગળના શ્લોકમાં તેઓ સ્વર્ગની સુંદરતાનું વર્ણન કરી રહ્યા છે. હા આગળના શ્લોકમાં અપ્સરાનું વર્ણન છે, પરંતુ તે દેવરાજ ઇન્દ્રના સ્વાગતમાં ગીત ગાઈ રહી છે તેનું વર્ણન છે.

    મહાભારતના વન પર્વના અધ્યાય સંખ્યા 168ના શ્લોક 6-7માં અપ્સરાઓનું વર્ણન નથી

    જેમણે મહાભારત વાંચ્યું છે, તેઓ એ પણ જાણતા હશે કે જેવી રીતે મહિલાઓમાં અપ્સરાઓ હતી તે મુજબ જ પુરુષોમાં ગાંધર્વો પણ હતા. અહીં કોઈ કુંવારી હુરોનો સિધ્ધાંત નથી અને તેમનું કામ કોઈની શારીરિક વાસનાઓ સંતોષવાનું નથી. ગાંધર્વો અને અપ્સરાઓ મુખ્યત્વે ગીત-સંગીતના દક્ષ કલાકારો હતા. તેમનામાં એટલી શક્તિઓ હતી કે ઉર્વશી નામની અપ્સરાના શ્રાપના કારણે અર્જુનને એક વર્ષ સુધી ગાંધર્વના વેશમાં રહેવું પડ્યું હતું. શોએબ જમાઈ કદાચ જ આ વિશે જાણતા હશે, પરંતુ આની માહિતી આપણને તો હોવી જ જોઈએ.

    હવે શોએબના આગળના જુઠ્ઠાણાની પોલ ખોલીએ. તેણે આગળ લખ્યું કે, “સ્વર્ગમાં તેનું સ્વાગત સુંદર નિતંબોવાળી 1000 અપ્સરાઓએ કર્યું.” અહીં તે જાણવું જરૂરી છે કે કોઈ સ્ત્રીની સુંદરતાનું વર્ણન કરવું એ કોઈ નવી વાત નથી, આપણા પ્રાચીન સાહિત્યોમાં અલગ-અલગ પાત્રોએ આમ કર્યું જ છે. રામ-કૃષ્ણ સહિતના પુરુષોના શારીરિક ચિત્રણની વાતો લખવામાં આવી છે. ત્યારે જ ‘સુંદર સ્યામલ ગૌર સરીસા’ જેવી પંક્તિઓ ભગવાન શ્રીરામ માટે પ્રયોજવામાં આવી છે.

    માટે જ તેને આપણે તે રીતે ન લેવું જોઈએ કે કોઈએ કોઈ સ્ત્રીની આંખો કે શરીરના અંગોની સુંદરતાનું વર્ણન કર્યું તે કોઈ વાંધાજનક બાબત થઈ ગઈ. સ્ત્રી-પુરુષોને લઈને આ પ્રકારના સમાન વર્ણન શાસ્ત્રોમાં લખાયા જ છે. હવે શોએબ જમાઈના આગલા સ્ત્રોત પર આવીએ. તેણે લખ્યું છે કે ‘સુંદર નિતંબોવાળી મહિલાઓ’ ની વાત મહાભારતમાં 13.79.27માં વર્ણિત છે. જે મહાભારતનું 13મુ પર્વ એટલે કે ‘અનુશાસન પર્વ’ છે. આવો જાણીએ તેના 79માં અધ્યાયમાં શું છે.

    આ અધ્યાયમાં ગૌદાનનો મહિમા સમજાવવામાં આવ્યો છે. આમાં ગૌદાનના વર્ણનની સાથે સાથે ગાયોની પવિત્રતા વિશે પણ જણાવવામાં આવ્યું છે. આ અધ્યાયમાં તે સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગૌદાન કરીને મનુષ્ય મૃત્યુ બાદ પોતાના પુણ્યોના પ્રભાવથી પરલોકમાં સુખ પામે છે. જાણીએ 27મો શ્લોક શું કહે છે. આમાં જણાવવામાં આવ્યું છે કે ગાયના શરીર પર જેટલી રુંવાટીઓ હોય છે, ગૌદાન કરવાવાળા મનુષ્ય એટલા વર્ષો સુધી સ્વર્ગમાં વાસ કરી શકે છે અને ત્યાર બાદ ફરી મનુષ્ય યોનીમાં જન્મ લે છે.

    મહાભારતના અનુશાશન પર્વના 79 અધ્યાયના 27માં શ્લોકમાં ગૌદાન પુણ્યનું વર્ણન છે

    આ રીતે આ શ્લોકમાં ગૌદાનનો મહિમા સમજાવવામાં આવ્યો છે, ગરીબોની મદદની વાત કરવામાં આવી છે. એક પશુના મહિમાનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. પશુઓના હિતની વાત કરવી કે ગરીબોની મદદ કરવાની વાતને આજના આધુનિક યુગમાં સારી જ માનવામાં આવે છે ને? આમાં ક્યાય પણ ‘અપ્સરા’ શબ્દનો ઉલ્લેખ નથી. જેનો અર્થ એ છે કે શોએબ દ્વારા આપવામાં આવેલો બીજો રેફરન્સ પણ ખોટો સાબિત થયો. શોએબ મુજબ અહીં મહિલાઓના નિતંબની વાતો લખેલી છે, જયારે વાસ્તવમાં આ શ્લોકમાં ગૌદાનના પુણ્યનું વર્ણન છે.

    હવે આગળ જાણીએ શોએબ જમાઈનું ત્રીજું જુઠ્ઠાણું શું છે. આગળ તે લખે છે કે, “સ્વર્ગમાં મહિલાઓ સાથે શારીરિક સંબંધ બનાવવાનો આનંદ મળે છે.” શોએબ જમાઈએ આના રેફરન્સમાં અથર્વવેદ, મત્સ્ય પુરાણ અને મહાભારતનો હવાલો આપ્યો છે. તેણે લખ્યું છે કે અથર્વવેદના 4.32.2માં આવું લખવામાં આવ્યું છે. આવો જાણીએ વાસ્તવમાં ત્યાં શું લખવામાં આવ્યું છે. અથર્વવેદના ચોથા કાંડમાં 34માં સુક્તના બીજા મંત્રનો ભાવાર્થ તેવો છે કે જિતેન્દ્રિય અને શુભ સ્વભાવવાળા યોગી પરમાત્માને પ્રાપ્ત થાય છે અને સંસારનું હિત કરતા કરતા સર્વત્ર ગતિને પામે છે.

    “अ॑न॒स्थाः पू॒ताः पव॑नेन शु॒द्धाः शुच॑यः॒ शुचि॒मपि॑ यन्ति लो॒कम्। नैषां॑ शि॒श्नं प्र द॑हति जा॒तवे॑दाः स्व॒र्गे लो॒के ब॒हु स्त्रैण॑मेषाम् ॥”મંત્ર કઈક આવો છે, શું આમાં આપને ક્યાય પણ ‘મહિલા’ કે ‘અપ્સરા’ શબ્દનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે? શોએબ જમાઈના કહેવા મુજબ મહાભારતના 13.106.7માં પણ આવુ જ કશુંકે લખવામાં આવ્યું છે કે સ્વર્ગમાં મહિલાઓ સાથે શારીરિક સંબંધ બનાવવાનો આનંદ પ્રાપ્ત થાય છે. જયારે મહાભારતના અનુશાશન પર્વના 106માં અધ્યાયના આ શ્લોકમાં પણ આ પ્રકારનું કશું નથી લખેલું.

    તે શ્લોકમાં તો માત્ર માસ (મહિના) દિવસ અને તિથિ સંબંધિત વ્રતો અને તેના દ્વારા પ્રાપ્ત થતા ફળોનું વર્ણન છે. તે શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે પિતામહ ભીષ્મ કેવી રીતે યુધીષ્ઠીરને આ વિશે જણાવે છે. મત્સ્ય પુરાણના 107માં શ્લોકમાં અપ્સરાઓનો ઉલ્લેખ ચોક્કસથી છે, પરંતુ શારીરિક સંબંધ બનાવવાની વાત ક્યાય નથી લખેલી. તેમાં તો અપ્સરાઓના મધુર ગીતો વિશે ચર્ચા કરવામાં આવી છે. હવે જેમના માટે કળા ‘હરામ’ છે, તેઓ શું જાણવાના કે નૃત્ય અને સંગીત શું છે. આપણા ત્યાં તો ભગવાન શિવ પણ નૃત્ય મુદ્રામાં ‘નટરાજ’ બનીને પૂજાય છે.

    જામીયાના ઇસ્લામવાદી પ્રોફેસરે મહાભારત અને વેદો વિશે જુઠ્ઠાણું ફેલાવ્યું તેમાં આગળ જોઈએ તો તેણે લખ્યું છે કે, યુધ્ધમાં મૃત્ય થયા બાદ વ્યક્તિ સ્વર્ગમાં જઈ ‘વર્જિન’ (કુંવારી) મહિલાઓ સાથે આનંદ માણે છે. શોએબે દાવો કર્યો છે કે દેવી ભાગવત અને પરાશર સ્મૃતિમાં આવું લખવામાં આવ્યું છે. જયારે તમે દેવી ભાગવતના ત્રીજા અધ્યાયને જોશો તો તેના શરૂઆતમાં જ ભગવાન શ્રીરામના ચરિત્રનું વર્ણન મળશે. અહીં એ પ્રકારની કોઈ વાત લખવામાં જ નથી આવી. હિંદુ ધર્મમાં અપ્સરાઓની પૂજા થતી આવી છે, તેવામાં તેમને આ રીતે અપમાનિત કરવા બદલ શોએબ જમાઈ પર કાયદેસરની કાર્યવાહી પણ થવી જ જોઈએ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં