Monday, April 29, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનરીલીઝ પહેલા જ ફિલ્મ '72 હુરે' એ દંગલને છોડી પાછળ: IMDB રેટિંગમાં...

    રીલીઝ પહેલા જ ફિલ્મ ’72 હુરે’ એ દંગલને છોડી પાછળ: IMDB રેટિંગમાં RRR-KGF જેવી ફિલ્મોને પણ પછાડી, રેટિંગમાં ‘The Kashmir Files’ હજુય મોખરે

    ગુલાબસિંહ તંવર, કિરણ ડાગર, અનિરુધ્ધ તંવર, અશોક પંડિત આ ફિલ્મના પ્રોડ્યુસર છે અને પવન મલ્હોત્ર અને આમીર બશીર મુખ્ય ભૂમિકામાં છે.

    - Advertisement -

    ડાયરેક્ટર સંજય પૂરન સિંહના ડાયરેકશનમાં બનવાવાળી ફિલ્મ ’72 હુરે’ (73 Hoorain) તેના ટીઝર લોન્ચ બાદથી જ ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ 7 જુલાઈ 2023ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવશે. જેમાં ખાસ વાત એ છે કે રીલીઝ પહેલા જ 72 હુરે ફિલ્મે અનેક મોટી ફિલ્મોને IMDB રેટિંગમાં પાછળ છોડી દીધી છે. આમીર ખાનની દંગલ (IMDb 8.3), કેજીએફ 2 (IMDb 8.3), આરઆરઆર (IMDb 7.8), બાહુબલી 2 (IMDb 8.2) અને ધ કેરાલા સ્ટોરી (IMDb 7.4)ને પાછળ છોડી 72 હુરે ફિલ્મને IMDb પર 8.5 રેટિંગ મળ્યું છે. જોકે આ ફિલ્મ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સથી આગળ નથી નીકળી શકી, તેનું રેટિંગ સહુથી વધુ (IMDb 8.7) છે.

    72 હુરે (72 Hoorain Teaser) ફિલ્મનું ટીઝર રવિવારે (4 જુન 2023) રીલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2011માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર ઓસામા બિન લાદેનથી માંડીને મુંબઈ હુમલામાં પકડાયેલા આતંકવાદી અજમલ ક્સાબ, 1993ના મુંબઈ બ્લાસ્ટમાં શામેલ યાકુબ મેમણ, 1999માં દિલ્હી પ્લેન હાઇજેક કરવાનો આરોપી આતંકવાદી મુસદ અજહર અને વર્ષ 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટનો આરોપી આતંકવાદી હાફીઝ સઈદ સહિતના અનેક આતંકવાદીઓના 72 હુરોને મળવા માટે આતંકવાદીઓ બનવા બાબતે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

    આ ફિલ્મને વર્ષ 2019માં ગોવામાં આયોજિત કરવામાં આવેલા ‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડીયા’ (IFFI)ના ઇન્ડિયન પૈનરોમા સેક્શનમાં દેખાડવામાં આવી હતી. ગુલાબસિંહ તંવર, કિરણ ડાગર, અનિરુધ્ધ તંવર, અશોક પંડિત આ ફિલ્મના પ્રોડ્યુસર છે અને પવન મલ્હોત્ર અને આમીર બશીર મુખ્ય ભૂમિકામાં છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ફિલ્મ 72 હુરે આતંકના આકાઓ દ્વારા મુસ્લિમોને ભરમાવવા અને બ્રેઈનવોશ કરીને તેમને 72 હુરોની લાલચ આપીને આતંકવાદી બનાવવાની ઘટનાઓ પર આધારિત છે. આતંકવાદીઓ તેમને કહે છે કે જો તેઓ પોતાનું જીવન અલ્લાહના નામે કુરબાન કરશે તો તેમને જન્નતમાં ઇનામમાં 72 હુરો મળશે, તો બીજી તરફ ફિલ્મનું ટીઝર શેર કરતા નિર્માતા અશોક પંડિતે 4 જુને ટ્વિટ કર્યું હતું કે, “અમે તમારા માટે અમારી ફિલ્મ 72 હુરોનું ફર્સ્ટ લુક શેર કરી રહ્યા છીએ, મને વિશ્વાસ છે કે તમને ગમશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં