Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆવી રહી છે ઇસ્લામિક આતંકવાદને ઉજાગર કરતી ફિલ્મ- 72 હૂરેં, ટીઝર લૉન્ચ...

    આવી રહી છે ઇસ્લામિક આતંકવાદને ઉજાગર કરતી ફિલ્મ- 72 હૂરેં, ટીઝર લૉન્ચ કરાયું: જુલાઈ મહિનામાં દેશભરનાં થીયેટરોમાં રીલિઝ થશે

    ફિલ્મ બે વખતના રાષ્ટ્રીય પુરસ્કત વિજેતા સંજય પૂરણ સિંહે ડાયરેક્ટ કરી છે. જ્યારે ગુલાબ સિંહ તંવર, અનિરુદ્ધ તંવર, કિરણ ડાંગર અને અશોક પંડિત ફિલ્મના નિર્માતાઓ છે. 

    - Advertisement -

    કેરળની હજારો હિંદુ યુવતીઓના ઇસ્લામિક ધર્માંતરણ પર બનેલી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ તેની જબરદસ્ત સફળતાના કારણે હાલ ચર્ચામાં છે ત્યારે વધુ એક ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે. આ ફિલ્મ ઇસ્લામિક આતંકવાદ પર આધારિત છે. ફિલ્મનું નામ છે- 72 હૂરેં (72 Hoorain). રવિવારે (4 જૂન, 2023) ફિલ્મનું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું હતું. 

    ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ફિલ્મનું ટીઝર ટ્વિટ કરીને લખ્યું કે, ‘વાયદા અનુસાર, 72 હૂરેંનો ફર્સ્ટ લૂક તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે તમને એ પસંદ આવશે. 51 સેકન્ડના આ વીડિયોની શરૂઆતમાં મઝહબી સૂત્રોચ્ચાર સાંભળવા મળે છે. ત્યારબાદ એક વોઇસ ઓવર સંભળાય છે- “તમે જે જેહાદનો રસ્તો પસંદ કર્યો છે, એ તમને સીધો જન્નતમાં લઈને જશે. કુંવારી હૂરો તમારી હશે, હંમેશા માટે.” ત્યારબાદ ફરીથી ‘અલ્લાહુ અકબર’ના નારા સાંભળવા મળે છે. 

    આ દરમિયાન ટીઝરમાં ઓસામા બિન લાદેન, અજમલ કસાબ, યાકુબ મેમણ, મસૂદ અઝહર, હાફિઝ સઈદ, સાદિક સઈદ, બિલાલ અહમદ વગેરે આતંકવાદીઓનો ઉલ્લેખ જોવા મળે છે. નોંધવું ઘટે કે આ તમામ દુનિયના મોટા-મોટા આતંકી હુમલાઓમાં સંડોવાયેલા હતા. આતંકના આકાઓ મુસ્લિમ યુવકોની ભરતી કરીને તેમને જેહાદના માર્ગે વળવાનું કહીને બ્રેનવૉશ કરે છે અને જન્નત અને 72 હૂરોની લાલચ આપે છે. આ લાલચમાં ફસાઈને તેઓ આતંકવાદી બની જાય છે અને દુનિયાભરમાં ઉત્પાત મચાવે છે. આતંકવાદના આ જ વિષયને લઈને આ ફિલ્મમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે અને સાથોસાથ મોટી આતંકી ઘટનાઓને આવરી લેવામાં આવી છે. 

    - Advertisement -

    ફિલ્મનું એક પોસ્ટર પણ સામે આવ્યું છે, જેમાં બુરખો પહેરેલી મહિલાઓનું ટોળું દર્શાવામાં આવ્યું છે અને જેમાંથી એક લાલ હિજાબ પહેરેલી મહિલા અલગ પડતી જોવા મળે છે. તેની નીચે ઇમારતો જોવા મળે છે, જેમાંથી કાળો ધુમાડો નીકળતો દેખાય છે. 

    જાણકારી મળ્યા અનુસાર, આ ફિલ્મ આગામી 7 જુલાઈના રોજ દેશભરનાં થીયેટરોમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ બે વખતના રાષ્ટ્રીય પુરસ્કત વિજેતા સંજય પૂરણ સિંહે ડાયરેક્ટ કરી છે. જ્યારે ગુલાબ સિંહ તંવર, અનિરુદ્ધ તંવર, કિરણ ડાંગર અને અશોક પંડિત ફિલ્મના નિર્માતાઓ છે. 

    ફિલ્મનું ટીઝર લૉન્ચ થયા બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા ચાલી રહી છે અને લોકો કહી રહ્યા છે કે તેઓ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જુએ છે. તો ઘણાએ આ ફિલ્મના નિર્માણ બદલ નિર્માતાઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં