Sunday, May 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મેં ખોટું કહ્યું હતું, નિવેદન પરત લઉં છું’: પીએમ મોદી પરના અમિત...

    ‘મેં ખોટું કહ્યું હતું, નિવેદન પરત લઉં છું’: પીએમ મોદી પરના અમિત શાહના નિવેદનને લઈને પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે ફેરવી તોળ્યું, કહ્યું- તેમણે એવું કશું જ કહ્યું ન હતું

    સત્યપાલ મલિકે જાન્યુઆરી, 2022માં એક નિવેદન આપતાં કહ્યું હતું કે, અમિત શાહે તેમને કહ્યું હતું કે વડાપ્રધાન મોદી મગજ ગુમાવી બેઠા છે અને એકને એક દિવસે તેમને ભાન થશે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે અમિત શાહને ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક નિવેદન આપ્યું હતું. પરંતુ હવે તેમણે ફેરવી તોળ્યું છે અને સ્વીકાર્યું છે કે અમિત શાહે વડાપ્રધાન વિશે એવું કશું જ કહ્યું ન હતું અને તેમણે પોતાની રીતે જ એ નિવેદન બનાવી કાઢ્યું હતું. લેફ્ટિસ્ટ પ્રોપેગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ વાત કહી હતી. 

    ઉલ્લેખનીય છે કે સત્યપાલ મલિકે જાન્યુઆરી, 2022માં એક નિવેદન આપતાં કહ્યું હતું કે, અમિત શાહે તેમને કહ્યું હતું કે વડાપ્રધાન મોદી મગજ ગુમાવી બેઠા છે અને એકને એક દિવસે તેમને ભાન થશે. 

    ઇન્ટરવ્યૂમાં કરણ થાપરે સત્યપાલ મલિકનું નિવેદન ટાંક્યું હતું, જેમાં તેમણે ખેડૂત આંદોલનને લઈને કહ્યું હતું કે, “મેં કહ્યું કે (પીએમ મોદીને) તમારા માટે જ તો મર્યા છે. તમે રાજા જ તેમના કારણે બન્યા છો. ખેર, મારો ઝઘડો થઇ ગયો અને તેમણે કહ્યું કે, તમે અમિત શાહને મળો. હું અમિત શાહને મળ્યો. તેમણે કહ્યું, ‘સત્યપાલ, ઇસકી અક્કલ માર રખી હૈ લોગો ને, તુમ બેફિકર રહો. મિલતે રહો કિસીના કિસી દિન સમજ મેં આ જાયે.’

    - Advertisement -

    આ નિવેદનને લઈને સત્યપાલ મલિકે ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે, અમિત શાહે તેમને આવું કશું જ કહ્યું ન હતું અને તેમણે પોતાની રીતે જ આ વાતો બનાવી કાઢી હતી. એટલું જ નહીં, તેમણે પોતાનું નિવેદન પરત લેવા માટે પણ જણાવ્યું હતું. 

    મલિકે કહ્યું, “અમિત શાહવાળું મેં બિલકુલ ખોટું કહ્યું. અમિત શાહે મને એવું કંઈ કહ્યું ન હતું.” જ્યારે કરણ થાપરે તેમને ફરી એક વખત પૂછ્યું ત્યારે તેમણે ફરી કહ્યું કે, “હું આ નિવેદન પરત લઉં છું, તેમણે આવું કંઈ કહ્યું ન હતું. મેં ખોટું કહ્યું હતું.”

    ઉલ્લેખનીય છે કે સત્યપાલ મલિકે આ નિવેદન જાન્યુઆરી 2022માં હરિયાણામાં એક જનસભા દરમિયાન આપ્યું હતું અને દાવો કર્યો હતો કે તેઓ ખેડૂત આંદોલનના મુદ્દાને લઈને પીએમ મોદીને મળ્યા હતા પરંતુ 5 મિનિટમાં જ બંને વચ્ચે ઝઘડો થઇ ગયો હતો. મલિકે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે જ્યારે વડાપ્રધાનને કહ્યું કે, 500 ખેડૂતો આંદોલનમાં મૃત્યુ પામ્યા છે ત્યારે મોદીએ ગુસ્સે થઈને પૂછ્યું હતું કે, શું તેઓ તેમના માટે મર્યા છે? ત્યારબાદ તેમણે મલિકને અમિત શાહને મળવા માટે કહ્યું હોવાનું જણાવ્યું હતું. જ્યાં અમિત શાહે મોદી વિશે ટિપ્પણી કરી હોવાનો સત્યપાલ મલિકે દાવો કર્યો હતો પરંતુ હવે તેઓ પોતાના નિવેદન પરથી ફરી ગયા છે. 

    પુલવામા હુમલા વિશે ટિપ્પણી, રાહુલ ગાંધીનાં વખાણ

    આ ઇન્ટરવ્યૂમાં સત્યપાલ મલિકે પુલવામાના આતંકવાદી હુમલા માટે કેન્દ્ર સરકારને બેદરકાર ગણાવી હતી. તેમણે દાવો કર્યો કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CRPF જવાનોના કાફલા માટે એરક્રાફ્ટ આપવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, ફેબ્રુઆરી 2019માં પણ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ પ્રકારના દાવા કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારે ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરીને આ તમામ આરોપો ફગાવી દીધા હતા. 

    આ ઇન્ટરવ્યૂ દરમિયાન સત્યપાલ મલિક અને કરણ થાપર બંને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનાં વખાણ કરતા પણ જોવા મળે છે અને કહે છે કે ભારત જોડો યાત્રા દરમિયાન તેમની લોકપ્રિયતામાં ભારે વધારો થયો છે. ઉપરાંત, અંતે મલિકે એવો પણ દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તેઓ જેને ઈચ્છે તેની સાથે મુલાકાત કરી શકતા નથી અને તેમણે વડાપ્રધાન કાર્યાલયને એક યાદી મોકલવી પડે છે, જેની પર મંજૂરી મળ્યા બાદ જ તેઓ મળી શકે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં