હોમપેજન્યૂઝ રિપોર્ટકોર્પોરેટરના દીકરા સાથે લગ્ન, 2 મહિનાનું લગ્નજીવન અને આત્મહત્યા: સરખેજમાં દારૂડિયા પતિના...

કોર્પોરેટરના દીકરા સાથે લગ્ન, 2 મહિનાનું લગ્નજીવન અને આત્મહત્યા: સરખેજમાં દારૂડિયા પતિના ત્રાસથી મહિલાએ ગળેફાંસો ખાધો, ફરિયાદ નોંધાઈ

જે બાદ યુવતીના સસરા અરવિંદ ભાઈએ પુત્રવધુને દીકરો દારૂ વધુ પીવે છે જેથી મંદિરે દારૂ બંધ કરવાની બાધા લેવા માટે ફોન કર્યો હતો. 22 માર્ચના રોજ જય સાથે મૃતક પત્ની સારંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન મંદિર દર્શન કરવા ગયા હતા.

- Advertisement -

અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દારૂડિયા પતિની હેરાનગતિથી કંટાળીને એક યુવતીએ લગ્નના માત્ર 2 મહિનામાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. હાલમાં મૃતક મહિલાના પરિવારે પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અહેવાલો અનુસાર આ મૃતક યુવતીના લગ્ન 2 મહિના પહેલા સરખેજના ભાજપના કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્ર જય પરમાર સાથે થયા હતા. જય ખુબ મોટો દારૂડિયો હતો અને રોજ દારૂ પીને ઘરે આવીને પત્ની સાથે ઝઘડો કરતો હતો. લગ્નના બીજા દિવસે જ પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી પરિચિત થતા પત્નીને આઘાત લાગ્યો હતો. આ વ્યસન લગ્ન જીવનમાં ઝઘડાનું મુખ્ય કારણ બન્યું હતું. સાથે જ તે મૃતક યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો. જેથી લગ્નના માત્ર 2 મહિનામાં તેણે આવું પગલું ભર્યું હોવાનું મનાય છે.

અહેવાલોની માનીએ તો 2 દિવસ પહેલા જ જય પરમારે આવી રીતે જ ફરી પત્ની સાથે ઝઘડો કર્યો હતો. જે બાદ યુવતીને લાગી આવતા તેણે આ પગલું ભર્યું હોવાનું મનાય છે.

- Advertisement -

સાણંદ અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટર છે જય

મૃતક મહિલાનો પતિ સાણંદ ખાતેના અર્બન હેલ્થ સેન્ટરમાં B.A.M.S ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. યુવતિના લગ્નને માંડ બે મહિના જ પૂરા થયા હતા. સસરાએ દીકરાની દારૂની લત છોડાવવા કહેતા યુવતીને મનમાં લાગી આવતા યુવતિએ આકરું પગલું ભર્યું છે.

સસરાએ યુવતીને કહ્યું, ‘મારા દીકરાની દારૂની લત છોડાવો’

મૃતક યુવતી અને જય પરમારના સમાજના રીતરિવાજથી 30 જાન્યુઆરીના રોજ લગ્ન થયા હતા. લગ્ન પછી બન્ને પતિ પત્ની વચ્ચે અવાર નવાર દારૂ પીવા બાબતે ઝઘડો થતો હતો. યુવતી રિસાઈને પિયર આવી ગઈ હતી. પરંતુ સામાજિક રીતે સમાધાન કરાવ્યુ હતું.

જે બાદ યુવતીના સસરા અરવિંદ ભાઈએ પુત્રવધુને દીકરો દારૂ વધુ પીવે છે જેથી મંદિરે દારૂ બંધ કરવાની બાધા લેવા માટે ફોન કર્યો હતો. 22 માર્ચના રોજ જય સાથે મૃતક પત્ની સારંગપુર ખાતે કષ્ટભંજન હનુમાન મંદિર દર્શન કરવા ગયા હતા.

હાલમાં પોલીસે સમગ્ર મામલે FIR દાખલ કરીને દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આગળની તપાસ કરી છે. સરખેજ પોલીસે જય પરમાર વિરુદ્ધ ગુનો નોંધતા આરોપી ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં