Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસારા અલી ખાને મહાશિવરાત્રિ પર શિવજીની પૂજા કરતી તસ્વીર પોસ્ટ કરતાં ભડક્યા...

    સારા અલી ખાને મહાશિવરાત્રિ પર શિવજીની પૂજા કરતી તસ્વીર પોસ્ટ કરતાં ભડક્યા કટ્ટરપંથીઓ, કહ્યું- અલ્લાહ માફ નહીં કરે; અપશબ્દો પણ કહ્યા

    આ સિવાય પણ ઘણા એવા કિસ્સાઓ બન્યા છે જ્યાં મુસ્લિમ અભિનેતાઓનું હિંદુ રીતરિવાજ અનુસરવા બદલ ખરાબમાં ખરાબ ટ્રોલિંગ થયું હોય.

    - Advertisement -

    મુસ્લિમ અભિનેતા કે અભિનેત્રી પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ ઉપર હિંદુ પરંપરાને અનુસરતા સમયની કે તહેવારોની ઉજવણી કરતી તસ્વીરો પોસ્ટ કરે એટલે ઇસ્લામી કટ્ટરપંથીઓ તરફથી ગાળો મળવી જાણે સામાન્ય બાબત બની ગઈ છે. અભિનેત્રી સારા અલી ખાન હવે કટ્ટરપંથીઓના નિશાને ચડી છે.

    સારા અલી ખાને આજે મહાશિવરાત્રિ પર ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસ્વીરો પોસ્ટ કરી હતી અને સાથે કેપ્શનમાં ‘મહાશિવરાત્રિ’ અને ‘હર હર મહાદેવ’ હૅશટેગ સાથે ‘જય ભોલેનાથ’ લખ્યું હતું. આ તસ્વીરોમાં સારા સોમનાથ મહાદેવ મંદિર, કેદારનાથ મંદિર સહિતના મંદિરોના દર્શન કરતી અને શિવજીની પૂજા કરતી જોવા મળે છે. અમુક તસ્વીરોમાં તેના માથે ચંદન અને તિલક લગાવેલાં પણ નજરે પડે છે. 

    સારા અલી ખાને આ તસ્વીરો પોસ્ટ કરતાંની સાથે જ કૉમેન્ટ બોક્સમાં કટ્ટરપંથીઓએ અપશબ્દો અને સલાહોનો મારો ચલાવ્યો હતો. આમિર આસિફ નામના એક વ્યક્તિએ સારાના ‘કૃત્ય’ને ‘શિર્ક’ ગણાવ્યું અને કહ્યું કે તેની માફી મળતી નથી. વળી એક યુઝરે લખ્યું કે, સારાએ પહેલાં થોડો ઇસ્લામનો અભ્યાસ કરવો જોઈતો હતો. 

    - Advertisement -
    સારા અલી ખાનની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ નીચેની કૉમેન્ટ

    ફહાદ નામના એક યુઝરે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને અલ્લાહ જ સૌના મલિક છે. તેણે મૂર્તિ પૂજાને ‘હરામ’ ગણાવી હતી.

    સારા અલી ખાનની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ નીચેની કૉમેન્ટ

    એક વ્યક્તિએ લખ્યું, ‘આને મુસ્લિમ કોણ કહે છે? શિર્ક કરનારાઓને અલ્લાહ ક્યારેય માફ નથી કરતા અને માત્ર ઈબાદત કરવું જ ઇસ્લામ નથી પરંતુ તેમાં ‘પડદો’ પણ જરૂરી છે અને શરીર ઢાંકવું પણ એટલું જ જરૂરી છે. તેમણે કહ્યું કે, સારા માત્ર નામની જ મુસ્લિમ છે. 

    સારા અલી ખાનની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ નીચેની કૉમેન્ટ

    એક યુઝરે પૂછ્યું હતું કે શું તે ક્યારેય દરગાહ ગઈ છે? સાથે કહ્યું હતું કે અલ્લાહ તેને થોડી સમજ આપે. 

    સારા અલી ખાનની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ નીચેની કૉમેન્ટ

    કેટલાક યુઝરે સારા માટે અપશબ્દો પણ વાપર્યા હતા તો એક યુઝરે કટાક્ષ કરતાં પૂછ્યું કે સારા મુસ્લિમ છે કે હિંદુ? 

    સારા અલી ખાનની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ નીચેની કૉમેન્ટ

    વળી કેટલાક એવી પણ ટિપ્પણી કરી કે સારાએ પોતાનું નામ બદલીને હિંદુ નામ રાખી દેવું જોઈએ. 

    સારા અલી ખાનની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ નીચેની કૉમેન્ટ

    અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો હતો જ્યાં પ્રખ્યાત બૉલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને ઇન્સ્ટાગ્રામ પર કટ્ટરપંથીઓના નિશાને ચડ્યા હતા. તેમણે હનુમાનજીને પ્રણામ કરતી એક તસ્વીર પોસ્ટ કરી હતી, જેની ઉપર કૉમેન્ટ બોક્સમાં કટ્ટર મુસ્લિમોએ નવાઝુદ્દીનને ટ્રોલ કર્યા હતા. 

    આ સિવાય પણ ઘણા એવા કિસ્સાઓ બન્યા છે જ્યાં મુસ્લિમ અભિનેતાઓનું હિંદુ રીતરિવાજ અનુસરવા બદલ ખરાબમાં ખરાબ ટ્રોલિંગ થયું હોય, જેમાંથી શાહરૂખ ખાન પણ બાકાત નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં