Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ શૅર કરી હતી હનુમાનજીને પ્રણામ કરતી તસ્વીર, કૉમેન્ટ સેક્શનમાં...

    અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ શૅર કરી હતી હનુમાનજીને પ્રણામ કરતી તસ્વીર, કૉમેન્ટ સેક્શનમાં તૂટી પડ્યા કટ્ટરપંથીઓ, કહ્યું- હિંદુ છો કે મુસ્લિમ?

    નવાઝુદ્દીન સિદ્દીકીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને ત્રણ તસ્વીરો અપલોડ કરી હતી. જેમાંથી એક ફોટામાં તેઓ હનુમાનજીની તસ્વીર સામે હાથ જોડીને ઉભેલા જોવા મળે છે. 

    - Advertisement -

    સોશિયલ મીડિયા ભગવાનની પૂજા કરતી કે હિંદુ તહેવારોની ઉજવણી કરતી તસ્વીરો મૂકનારા મુસ્લિમ કલાકારો, અભિનેતાઓ કટ્ટરપંથીઓના નિશાને રહે છે. આ વખતે વારો નવાઝુદ્દીન સિદ્દીકીનો હતો. તેમણે ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર મૂકી હતી, જેમાં તેઓ હનુમાનજી સામે હાથ જોડીને ઉભેલા દેખાય છે. જેને લઈને કટ્ટરપંથીઓ તેમના કૉમેન્ટ સેક્શનમાં તૂટી પડ્યા હતા.

    શનિવારે (28 જાન્યુઆરી, 2023) નવાઝુદ્દીન સિદ્દીકીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને ત્રણ તસ્વીરો અપલોડ કરી હતી. પોસ્ટમાં તેમણે તેમના તેલુગુ ડેબ્યુ વિશે જાહેરાત કરી હતી અને અન્ય કલાકારો સાથે તસ્વીરો શૅર કરી હતી. જેમાંથી એક ફોટામાં તેઓ હનુમાનજીની તસ્વીર સામે હાથ જોડીને ઉભેલા જોવા મળે છે. 

    આ તસ્વીર જોઈને કટ્ટરપંથીઓ ભડકી ઉઠ્યા હતા અને નવાઝુદ્દીન સિદ્દીકીને ગાળો ભાંડી હતી તો કોઈકે પ્રશ્ન કર્યો હતો કે શું તેઓ ખરેખર મુસ્લિમ છે કે નહીં? 

    - Advertisement -

    એક યુઝરે લખ્યું કે, નવાઝ ભાઈ તમે મુસ્લિમ છો અને આ ખોટું છે, આવું કરવું ન જોઈએ. 

    શહેઝાન મીર નામના એક યુઝરે હનુમાનજીની મૂર્તિને માટીનું પૂતળું ગણાવીને ટિપ્પણી કરી હતી. 

    મોહમ્મદ શેખ નામના વ્યક્તિએ ટિપ્પણી કરીને કહ્યું કે, છેલ્લી તસ્વીરમાં નવાઝે મૂર્ખામી કરી દીધી છે. અહીં ઉલ્લેખનીય છે કે નવાઝુદ્દીન સિદ્દીકીએ શૅર કરેલી તસ્વીરોમાંથી છેલ્લી તસ્વીરમાં તેઓ હનુમાનજીની તસ્વીર આગળ હાથ જોડીને ઉભેલા દેખાય છે. જેને લઈને યુઝરે ટિપ્પણી કરી હતી. 

    એક યુઝર તો નવાઝુદ્દીન સિદ્દીકીને ગાળો ભાંડવા સુધી પહોંચી ગયો અને પૂછ્યું કે ‘બૂત’ સામે હાથ જોડનાર નવાઝ મુસ્લિમ છે કે હિંદુ? ‘બૂત’ અરબી શબ્દ છે, જેનો અર્થ પ્રતિમા કે મૂર્તિ થાય છે. 

    એક યુઝરે લખ્યું કે, અલ્લાહને માનનારા બૂત સામે નથી ઝૂકતા, તમારું ઈમાન તો ચાલ્યું ગયું, ભાઈજાન. 

    અન્ય એકે નવાઝુદ્દીન પર પૈસા માટે આમ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમણે શરમ અનુભવવી જોઈએ.

    શાહિલ અહેમદે લખ્યું કે, મુસ્લિમ થઈને પણ તેઓ પૂજાપાઠ કરી રહ્યા છે. 

    અન્ય પણ કેટલાક યુઝરે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. 

    જોકે, આ પહેલીવાર નથી જ્યારે આ પ્રકારે હિંદુ પરંપરા અનુસરતા કે તહેવારો ઉજવતા મુસ્લિમ કલાકારને ધમકીઓ અને અપશબ્દો મળ્યાં હોય. આ પહેલાં શાહરૂખથી માંડીને સોહા અલી ખાન સહિતનાં અભિનેતાઓ સાથે આવું બની ચૂક્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં