Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમક્કામાં ઉમરાહ બાદ હવે માતા વૈષ્ણોદેવીના દરબારમાં શાહરૂખ ખાન, ભડક્યા કટ્ટરપંથીઓ, કહ્યું-...

    મક્કામાં ઉમરાહ બાદ હવે માતા વૈષ્ણોદેવીના દરબારમાં શાહરૂખ ખાન, ભડક્યા કટ્ટરપંથીઓ, કહ્યું- મજહબને મજાક બનાવી દીધો છે

    આગામી મહિને શાહરૂખની ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થઇ રહી છે ત્યારે હવે તેઓ માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યા હતા.

    - Advertisement -

    બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાન ફરી ચર્ચામાં છે. આગામી મહિને શાહરૂખની ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થઇ રહી છે ત્યારે હવે તેઓ માતા વૈષ્ણોદેવીના દરબારમાં પહોંચ્યા હતા. આ પહેલાં તેઓ ઉમરાહ માટે મક્કા પણ પહોંચ્યા હતા. 

    માતા વૈષ્ણોદેવીના મંદિરે પહોંચેલા અભિનેતા શાહરૂખ ખન્ના અનેક તસ્વીરો અને વિડીયો સામે આવ્યાં છે. જેની ઉપર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો આ બદલ શાહરૂખની પ્રશંસા કરી રહ્યા છે તો અમુક કટ્ટરપંથીઓ ગુસ્સે પણ ભરાયા હતા અને આક્રોશ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો હતો. બીજી તરફ, કેટલાક લોકો આને શાહરૂખની આગામી ફિલ્મ સાથે પણ જોડી રહ્યા છે. 

    અલી બિન મોહમ્મદ નામના યુઝરે ટિપ્પણી કરતાં કહ્યું કે, શાહરૂખ ખાને મજહબને મજાક બનાવીને મૂકી દીધો છે. 

    - Advertisement -

    આફતાબ આલમે લખ્યું કે, કોઈ કંઈ પણ કરે, આ લોકોનું નાટક ચાલતું રહે છે. 

    એક યુઝરે લખ્યું કે, શાહરૂખ ખાને આમ કરવા બદલ શરમ અનુભવવી જોઈએ. 

    મોહમ્મદ નામના એક યુઝરે શાહરૂખના ઉમરાહ અને માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા જવાને સ્ટન્ટ ગણાવીને કહ્યું કે, આવા લોકોને કોઈ શ્રદ્ધા હોતી નથી. 

    સૈફુદ્દીન નામના યુઝરે લખ્યું, ‘મુશરિક.’ જેનો અર્થ થાય છે અલ્લાહ સિવાય પણ અન્ય ઈશ્વરમાં માનનારો વ્યક્તિ. 

    જોકે, આ પહેલીવાર નથી જ્યારે શાહરૂખ ખાને કટ્ટરપંથીઓના નિશાને આવ્યો હોય. આ પહેલાં પણ શાહરૂખ ખાન આ મહિનાની શરૂઆતમાં મક્કામાં જોવા મળતાં કટ્ટરપંથીઓએ સવાલ ઉઠાવ્યા હતા અને તેને અડધો હિંદુ અને અડધો મુસ્લિમ ગણાવ્યો હતો. શાહરૂખ ખાન ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિઓ રાખે છે તેમજ તેની પૂજા પણ કરે છે, જેને લઈને પણ મુસ્લિમ કટ્ટરપંથીઓએ તેને આડેહાથ લીધો હતો. 

    નોંધનીય છે કે ઓગસ્ટ 2022માં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને ગણેશ ચતુર્થીના અવસર પર ભગવાનની મૂર્તિની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી હતી. આ પોસ્ટ પર તેના મજહબને લઈને કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા અને તેને મેણા-ટોણા મારવા લાગ્યા હતા. તૈમૂર ઉલ હસન નામના યૂઝરે લખ્યું હતું કે, “મુસ્લિમો માટે કેટલી શરમજનક વાત છે સર. તમારે મુસ્લિમ કે હિંદુમાંથી કોઈ પણ એક ધર્મ પસંદ કરવો જોઈએ. તમને ખબર જ હશે કે મુસ્લિમો માત્ર અલ્લાહની ઈબાદત કરે છે અને પયગંબર મુહમ્મદ માનવતાના જીવનને બદલવા માટે આવ્યા હતા. પયગમ્બરે આપણને સુંદર ધર્મ આપ્યો છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં