સંભલ પોલીસને (Sambhal Police) શંકા છે કે 24 નવેમ્બર 2024ના રોજ થયેલી હિંસા પાછળ દુબઈમાં (Dubai) રહેતા શારિક સાઠાનો હાથ છે. તે મૂળ સંભલનો જ છે અને હવે ISI માટે કામ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે દાઉદ ઇબ્રાહિમની (Dawood Ibrahim) ગેંગ સાથે પણ તેના સંબંધો છે. સંભલ હિંસા દરમિયાન પોલીસને મળી આવેલા પાકિસ્તાની કારતૂસ તેણે જ મોકલ્યા હોય તેવી આશંકા છે. પોલીસ હવે શારિકના સંભલમાં રહેતા મળતિયાઓ સામે કાર્યવાહી કરવા જઈ રહી છે.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર મૂળ સંભલના દીપાસરાયનો રહેવાસી શારિક સાઠા હાલ દુબઈમાં રહે છે. 2020માં તે ભારત છોડીને દુબઈ ભાગી ગયો હતો. આ માટે તેણે નકલી પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. આ બધા પહેલા તે દિલ્હીની તિહાડ જેલમાં બંધ હતો.
કુખ્યાત કાર ચોરી કરતી ગેંગનો લીડર
અહેવાલ તેવા પણ છે કે, તે ભારતમાં કાર ચોરી કરતી મોટી ગેંગનો લીડર હતો. તેની ગેંગ ભારતમાં અલગ અલગ જગ્યાએથી વાહનો ચોરીને નેપાળ મોકલતી હતી. કહેવામાં આવે છે કે તેની ગેંગમાં સેંકડો છોકરાઓ કામ કરતા હતા. દિલ્હીમાં આ ગેંગ પાસેથી ચોરીના 300 વાહનો મળી આવ્યા હતા.
#संभल: खुफिया एजेंसियां हिंसा के तार पाकिस्तानी आईएसआई से जुड़े होने की संभावना की जांच में जुटी हैं। पुलिस को शक है कि दुबई में फर्जी पासपोर्ट पर रह रहा वाहन चोर शारिक साठा, जो संभल के दीपा सराय का निवासी है, इस हिंसा की साजिश में शामिल हो सकता है।
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) December 29, 2024
शारिक पर दिल्ली, हरियाणा और… pic.twitter.com/DDrw2txW2H
શારિક સાઠા સામે યુપી સહિત અન્ય રાજ્યોમાં અઢળક કેસ નોંધાયેલા છે. તેના દુબઈ ભાગી ગયા બાદથી તેની ગેંગ કાર ચોરી કરવાને બદલે નકલી કરન્સીનો ધંધો કરે છે. શારિક સાઠા આ કામ માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને દાઉદ ઈબ્રાહિમની ગેંગ સાથે જોડાયેલો છે.
તેના મળતિયાઓ ભારતમાં તેનો વ્યવસાય સંભાળે છે અને જરૂર પડે ત્યારે દુબઈમાં પણ તેની મુલાકાત લે છે. વર્ષ 2021માં તેના બે સાગરિતોને 4 લાખની નકલી નોટો સાથે પકડવામાં આવ્યા હતા. તે બંને સંભલના જ રહેવાસી હતા અને પૂછપરછમાં તેમણે શારિક સાઠાનું નામ આપ્યું હતું.
પાકિસ્તાની કારતૂસ તેણે જ મોકલ્યા હોવાની શંકા
સંભલ પોલીસને હવે શંકા છે કે 24 નવેમ્બર, 2024 ના રોજ થયેલી હિંસા પાછળ પણ શારિક સાઠાનો હાથ હતો અને તેના માણસો તેમાં સામેલ હતા. આશંકા એવી પણ છે કે તેણે જ હિંસાને અંજામ આપવા માટે તેમને દુબઈથી મદદ મોકલી હતી. હિંસાના થોડા દિવસો બાદ ચાલેલી તપાસમાં પોલીસને નાળામાંથી પાકિસ્તાનની સરકારી આર્મ્સ ફેક્ટરીમાં બનેલા કારતૂસ પણ મળી આવ્યા હતા.
પોલીસને તેવી પણ શંકા છે કે આ કારતૂસ પણ શારિકે તેના એક મળતિયા મારફતે મોકલ્યા હતા. પોલીસ હવે તેના જૂના કેસો અને તેના સાગરીતો વિશે માહિતી એકઠી કરી રહી છે અને દરોડા પાડી રહી છે. આ પહેલા શનિવારે (28 ડિસેમ્બર, 2024) પોલીસે દિલ્હીના બાટલા હાઉસમાંથી સંભલ હિંસામાં શામેલ બે તોફાનીઓને પકડ્યા હતા.