Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલદાર અન્સારીએ કર્યા હતા મૃતદેહના ટુકડા, 14 દિવસે મળ્યું મૃતક યુવતીનું માથું:...

    દિલદાર અન્સારીએ કર્યા હતા મૃતદેહના ટુકડા, 14 દિવસે મળ્યું મૃતક યુવતીનું માથું: હજુ પણ અમુક ટુકડાઓ શોધી રહી છે પોલીસ

    એક રિપોર્ટ અનુસાર, દિલદારે 50 ટુકડા કર્યા હતા, જેમાંથી પોલીસને અત્યાર સુધી 29 ટુકડા મળી આવ્યા છે જ્યારે બાકીના 21 ટુકડાની તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    ઝારખંડમાં એક દિલદાર અન્સારી નામના ઈસમે પરિવાર સાથે મળીને આદિવાસી પરિવારમાંથી આવતી રૂબિકા પહાડનની હત્યા કરીને તેના મૃતદેહના ટુકડા કરીને ફેંકી દીધા હતા. છેક 14 દિવસની શોધખોળ બાદ હવે એક તળાવમાંથી તેનું માથું મળી આવ્યું છે.

    તળાવમાં ફરતા માછીમારોને આ માથું મળી આવ્યું હતું, જેની જાણકારી પોલીસને આપવામાં આવી. તળાવમાં માછીમારી કરતા એક યુવકે જણાવ્યું કે કિનારા પર તેણે માનવ ખોપડી જોઈ અને તેની જાણ ગામલોકોને કરી હતી. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી અને પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. 

    રિપોર્ટ અનુસાર, આ ખોપડી જ્યાંથી મળી આવી ત્યાંથી માત્ર 200 મીટર અંતરે જ રૂબિકાના લોહીથી લથબથ કપડાં મળી આવ્યાં હતાં. જેથી ખોપડી પણ તેની જ હોય તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તેમ છતાં પોલીસ પુષ્ટિ કરવા માટે જરૂરી કાર્યવાહી કરશે. 

    - Advertisement -

    આ ખોપડીની ઓળખ માટે DNA ટેસ્ટની મદદ લેવામાં આવશે. આ પહેલાં મૃતક યુવતીના ઘણા ટુકડાઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તેને DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. તેના માતા-પિતા સાથે DNA સરખાવવા માટે તેમના પણ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે.

    દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, દિલદારે 50 ટુકડા કર્યા હતા, જેમાંથી પોલીસને અત્યાર સુધી 29 ટુકડા મળી આવ્યા છે જ્યારે બાકીના 21 ટુકડાની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ, દિલદાર અન્સારી અને તેના પરિજનો હાલ જેલના સળિયા પાછળ ધકેલાયા છે. 

    દિલદારે હત્યા કરીને ઇલેક્ટ્રિક કટરથી ટુકડા કરી નાંખ્યા હતા

    રૂબિકા પહાડન નામની યુવતીની હત્યા ગત 17 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. તેના પતિ દિલદાર અન્સારી અને તેના પરિજનોએ મળીને તેને મારી નાંખી હતી અને ત્યારબાદ ઇલેક્ટ્રિક કટર વડે મૃતદેહના ટુકડા કરી નાંખવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક ઘરમાં સંતાડી દેવામાં આવ્યા જ્યારે અમુક ટુકડાઓ મહોલ્લાની આસપાસની સૂમસામ જગ્યાઓએ ફેંકી દેવામાં આવ્યા હતા. 

    આ મૃતદેહોના કેટલાક ટુકડાઓની ફરતે શ્વાનોનું ટોળું ભેગું થઇ જતાં કેટલાક સ્થાનિકોને શંકા ગઈ હતી. ત્યારબાદ તે કોઈ માણસના હોવાનું જાણવા મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો. 

    દિલદારે પારિવારિક ઝઘડામાં રૂબિકાની હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું હતું. તે પરણિત હતો છતાં રૂબિકા સાથે લગ્ન કર્યાં હતાં. પરંતુ તેના પરિજનોને આ સબંધો મંજૂર ન હતા. આ હત્યાને અંજામ આપવામાં તેના પરિજનોનો પણ હાથ હોવાનું સામે આવી ચૂક્યું છે. તેમની પણ ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં