Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરિંકુ સિંહને લઈને સોશિયલ મીડિયા પર શરૂ થઇ ગયો ઇસ્લામી પ્રોપેગેન્ડા: ‘પત્રકાર’...

    રિંકુ સિંહને લઈને સોશિયલ મીડિયા પર શરૂ થઇ ગયો ઇસ્લામી પ્રોપેગેન્ડા: ‘પત્રકાર’ અલી સોહરાબે ભ્રામક દાવા સાથે ટ્વિટ કર્યું, થોડા જ કલાકોમાં પોલ ખુલી ગઈ

    મેચ બાદથી જ રિંકુ સિંહ ચર્ચામાં છે અને દેશભરમાંથી તેમના આ પ્રદર્શનની પ્રશંસા થઇ રહી છે. બીજી તરફ, અમુક લોકોએ આમાં પણ પ્રોપેગેન્ડા શોધી કાઢ્યો છે.

    - Advertisement -

    રવિવારે (9 એપ્રિલ, 2023) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPLની ગુજરાત ટાઇટન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ રોમાંચક બની રહી. ગુજરાત ટાઇટન્સે આપેલા લક્ષ્યાંકનો પીછો કરતી KKRને છેલ્લી ઓવરમાં 28 રનની જરૂર હતી અને એક સમયે તેમના માટે જીત અશક્ય લગતી હતી ત્યારે કોલકત્તા ટીમના ઓલ રાઉન્ડર રિંકુ સિંહે બાજી સાંભળીને અંતિમ ઓવરમાં પાંચ બોલમાં પાંચ સિક્સ લગાવીને ટીમને જીત અપાવી હતી.

    મેચ બાદથી જ રિંકુ સિંહ ચર્ચામાં છે અને દેશભરમાંથી તેમના આ પ્રદર્શનની પ્રશંસા થઇ રહી છે. બીજી તરફ, અમુક લોકોએ આમાં પણ પ્રોપેગેન્ડા શોધી કાઢ્યો છે. ગઈકાલથી ટ્વિટર પર અમુક ખોટા દાવાઓ કરીને રિંકુ સિંહ વિશે ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. 

    મેચમાં રિંકુ સિંહે જબરદસ્ત પ્રદર્શન કર્યા બાદ પોતાને ‘પત્રકાર’ અને ‘એક્ટિવિસ્ટ’ ગણાવતા અલી સોહરાબે એક ટ્વિટ કરીને ખોટા દાવાઓ કર્યા હતા અને ક્રિકેટર વિશે અણછાજતી ટિપ્પણીઓ પણ કરી હતી. આ ટ્વિટનો અર્થ એવો નીકળતો હતો કે રિંકુ સિંહને તેમના કપરા સમયમાં મુસ્લિમોએ જ મદદ કરી હતી પરંતુ હવે સફળ થયા બાદ તેઓ થોડાં વર્ષો પછી ઇસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ ટ્વિટ કરતા જોવા મળશે. 

    - Advertisement -

    અલી સોહરાબે ટ્વિટમાં રિંકુ સિંહ અને શાહરૂખ ખાનની એક તસ્વીર પોસ્ટ કરી અને સાથે લખ્યું કે- ‘રિંકુ સિંહ પાસે જ્યારે બેટ ખરીદવાના પૈસા ન હતા તો ક્રિકેટ કીટ મોહમ્મદ ઝીશાને અપાવી હતી. કોચિંગના પૈસા ન હતા તો મસૂદ અમીને મફત કોચિંગ આપ્યું હતું. તક શાહરૂખ ખાને (KKR) આપી હતી. પરંતુ હવે થોડાં વર્ષો બાદ રિંકુ ઇસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ ટ્વિટ કરતો જોવા મળશે.’

    કોઈ તર્ક વગર કરવામાં આવેલા આ ઢંગધડા વગરના ટ્વિટને લઈને ટ્વિટર યુઝર્સે ટીકા કરી તો બીજી તરફ થોડા જ કલાકોમાં તેનું ફેક્ટચેક થઇ ગયું હતું અને સોહરાબની પોલ ખુલી ગઈ હતી.  ફેક્ટચેકીંગ કરતા એક ટ્વિટર અકાઉન્ટ પરથી જણાવવામાં આવ્યું કે કઈ રીતે અલી સોહરાબના તમામ દાવાઓ ખોટા છે. 

    અલી સોહરાબે દાવો કર્યો કે રિંકુ સિંહને સૌથી પહેલી તક શાહરૂખ ખાનની માલિકીની ટીમ કોલકાત્તા નાઈટ રાઇડર્સે આપી હતી. અહીં ઉલ્લેખનીય છે કે કોલકાત્તા નાઈટ રાઈડર્સનની માલિકી રેડ ચિલીઝ એન્ટરટેન્મેન્ટ નામની કંપની પાસે છે. જેના શાહરૂખ ખાન માલિક છે પરંતુ તેઓ જ એકલા માલિક નથી. તેમની સાથે જુહી ચાવલા અને તેમના પતિ જય મહેતા પણ માલિકો છે. એ પણ નોંધવું જોઈએ કે આઇપીએલની કોઈ પણ ટીમ ઓક્શનમાં ખેલાડીને ખરીદે ત્યારે તેના ધર્મ કે જાતિ નહીં પરંતુ ટેલેન્ટ જોઈને પોતાની ટીમમાં લે છે. 

    અહીં સૌથી પહેલાં KKRએ તેમને તક આપી એ દાવો પણ ખોટો છે કારણ કે સૌથી પહેલાં વર્ષ 2017માં કિંગ્સ ઇલેવન પંજાબ ટીમે રિંકુને 10 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા. ત્યારબાદ વર્ષ 2018માં કોલકાત્તા નાઈટ રાઈડર્સ ટીમમાં આવ્યા હતા. 

    મોહમ્મદ ઝીશાને ક્રિકેટ કીટ આપવાની અને મસૂદ અમીને ફ્રી કોચિંગ આપવાની વાત પણ બંધબેસતી નથી કારણ કે તેનો કોઈ પુરાવો નથી. આ બંનેએ તેમને મદદ જરૂર કરી હતી પરંતુ કીટ કે કોચિંગનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી.  ઉપરાંત, અનેક એવા મુસ્લિમ ક્રિકેટરો હશે જેમની મદદ તેમના હિંદુ મિત્રોએ કરી હશે. અનેક એવા ખેલાડીઓ હશે જેમણે હિંદુ કોચ પાસેથી ટ્રેનિંગ મેળવી હશે. પરંતુ આ મુદ્દાઓ હોવા જોઈએ નહીં. 

    ઉલ્લેખનીય છે કે અલી સોહરાબ આપત્તિજનક ટ્વિટ્સ અને ફેક ન્યૂઝ મામલે પોલીસ કાર્યવાહીનો સામનો કરી ચૂક્યો છે. અગાઉ કોરોના મહામારીના સમયે તેણે વૈષ્ણોદેવી મંદિરમાં ફસાયેલા લોકોને કોરોના થયો હોવાના ખોટા સમાચારો પ્રસારિત કર્યા હતા. તદુપરાંત, યુપીમાં કમલેશ તિવારીની હત્યા કરવામાં આવી ત્યારે તેણે દિવાળી હોવાનું કહીને સોશિયલ મીડિયા પર ઉજવણી કરી હતી. ત્યારબાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં