બાંગ્લાદેશમાં (Bangladesh) અલ્પસંખ્યક હિંદુઓ (Minority Hindus) વિરુદ્ધ અત્યાચારો વચ્ચે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. કેટલાક અહેવાલોમાં દાવા કરવામાં આવી રહ્યા છે કે બાંગ્લાદેશી પોલીસ ફોર્સ (Bangladeshi Police) પોતાના હિંદુ કર્મચારીઓને હટાવી રહી છે. આ અહેવાલોમાં કહેવામાં આવી રહ્યુ છે કે બાંગ્લાદેશી ગૃહ મંત્રાલય અને લોકસેવા આયોગે એક આદેશ જાહેર કરીને સામાન્ય કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ અધિકારી સુધીના પદ પર હિંદુઓની નિયુક્તિ પર રોક લગાવી દીધી છે.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર બાંગ્લાદેશી પોલીસ ફોર્સમાં જોડાવા માટે કરવામાં આવેલી અરજીઓમાં 1500 હિંદુઓની અરજી બરોબર રદ કરવામાં આવી છે. દાવો તેવો પણ છે કે પોલીસ ફોર્સમાં ઊંચા પદ પર રહેલા 100થી વધુ હિંદુ પોલીસ અધિકારીઓને તેમના પદ પરથી હટાવી લેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં સહાયક પોલીસ અધીક્ષક, પોલીસ અધીક્ષક, તેમજ DIG જેવા ઊંચા પદના અધિકારીઓને સેવા બરખાસ્ત કરવામાં આવ્યા છે.
ટીવી9ના અહેવાલ અનુસાર હટાવી લેવામાં આવેલા હિંદુ પોલીસ અધિકારીઓના સ્થાને કટ્ટર ઇસ્લામી અને ખાસ કરીને જમાત-એ-ઇસ્લામીના સભ્યોની નિયુક્તિનો નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા હાઉસે પોતાના અહેવાલમાં લખ્યું છે કે, બાંગ્લાદેશી પોલીસના IGP બહારુલ આલમને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, પોલીસ ભરતીમાં એક પણ હિંદુ ઉમેદવારનું ચયન ન કરવામાં આવે, ચાહે તે સામાન્ય કોન્સ્ટેબલનું પદ હોય કે પછી કોઈ ઊંચા અધિકારીનું પદ.
79,000 ઉમેદવારોની ભરતી રદ, નહીં લેવાય એક પણ હિંદુ
ઑપઇન્ડિયા આ સમાચારની પુષ્ટિ કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે, જોકે કહેવામાં તેમ પણ આવી રહ્યું છે કે બંગ્લાદેશ સરકાર દ્વારા ગયા વર્ષે કરેલી 79,000 ઉમેદવારોની ભરતી રદ કરી રહી છે. હિંદુઓને ભરતીમાં ભાગ ન લેવા દેવાની અને તેમને નોકરી પર ન રાખવાની નવી પોલીસી સાથે બાંગ્લાદેશની યુનુસ સરકાર ફરી ભરતી કરશે.
નોંધવું જોઈએ કે શેખ હસીનાની ચૂંટાયેલી સરકારને ઉથલાવ્યા બાદથી બાંગ્લાદેશી હિંદુઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે. હિંદુ મંદિરો અને ધાર્મિક સ્થળોને લૂંટવા-બળવા અને તોડવામાં આવી રહ્યા છે. હિંદુ સંતોને જેલમાં પૂર્વમાં આવી રહ્યા છે અને હિંદુ સમુદાય વિરુદ્ધ હિંસા ચલાવવામાં આવી રહી છે. તેવામાં પોલીસ બેડામાંથી હિંદુઓની હકાલપટ્ટીના સમાચાર ખરેખર ચિંતાજનક છે.