Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાત'ક્ષત્રિય સમાજ અને ભાજપનું સુખમય સમાધાન થાય તેવી વિનંતી': રાજકોટના રાજવી માંધાતાસિંહનું...

    ‘ક્ષત્રિય સમાજ અને ભાજપનું સુખમય સમાધાન થાય તેવી વિનંતી’: રાજકોટના રાજવી માંધાતાસિંહનું નિવેદન, પોલીસે કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની કરી અટકાયત

    રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલા 'મ્યુઝિમ ઓફ રોયલ કિંગડમ્સ'નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "સમાજના આગેવાનો અને કમિટીના સભ્યો જો મને કહેશે તો હું સરકાર અને સમાજ વચ્ચે મધ્યસ્થ બનીશ."

    - Advertisement -

    રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ વિરોધ પ્રદર્શન પર ઉતર્યો છે. આ સાથે જ અનેક નેતાઓ અને સામાજિક આગેવાનોના નિવેદનો પણ સામે આવી રહ્યા છે. તેવામાં રાજકોટના રાજવી માંધાતાસિંહે પણ પત્રકાર પરિષદ યોજીને ક્ષત્રિય સમાજને અને ભાજપને સુખરૂપ સમાધાન કરવાની વિનંતી કરી છે. જ્યારે બીજી તરફ પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી જ કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત કરી લીધી છે. તેમણે તાજેતરમાં જ આત્મવિલોપન કરવાની અને કમલમનો ઘેરાવો કરવાની ચીમકી આપી હતી.

    મંગળવારે (9 એપ્રિલ, 2024) રાજકોટના રાજવી માંધાતાસિંહે પરષોત્તમ રૂપાલાના વિવાદને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “પરષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન અપાયું છે, તેનાથી હું ખૂબ દુઃખી થયો હતો. પરંતુ આપણાં સમાજના આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસરીદેવસિંહ ઝાલા સહિતનાઓએ પણ આ અંગે વાત કરી. પરષોત્તમ રૂપાલાએ માફી પણ માંગી છે. જાહેર હિતમાં હું ક્ષત્રિય સમાજ અને ભાજપનું સુખમય સમાધાન આવે તેવી વિનંતી કરું છું. ક્ષત્રિયોએ બધુ ભૂલી જઈને, મોટું મન રાખીને પણ ક્ષમા પ્રદાન કરવી જોઈએ, એવી કારબદ્ધ વિનંતી કરું છું.”

    આ સાથે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલા ‘મ્યુઝિમ ઓફ રોયલ કિંગડમ્સ’નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકાર મ્યુઝિયમ બનાવી રહી છે. 263 કરોડના ખર્ચે મ્યુઝિયમ તૈયાર થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, “સમાજના આગેવાનો અને કમિટીના સભ્યો જો મને કહેશે તો હું સરકાર અને સમાજ વચ્ચે મધ્યસ્થ બનીશ. કઈ રીતે તેનો અંત આવે તે અંગેના પ્રયાસો કરીશ. જાહેર હિતમાં હું ક્ષત્રિયસ સમાજ અને ભાજપને સુખમય સમાધાન આવે તે બાબતે વિનંતી કરું છું.”

    - Advertisement -

    રાજ શેખાવતની અટકાયત

    આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કરણી સેના પ્રમુખ રાજ શેખાવતની પણ અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત કરી લેવામાં આવી છે. શેખાવતે આજે (9 એપ્રિલ) 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે એકઠા થઈને ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવાની ચીમકી આપી હતી. તે માટે તેઓ જયપુરથી અમદાવાદ એરપોર્ટ પણ આવી પહોંચ્યા હતા. જે બાદ તેમને એરપોર્ટ પર જ નજર કેદ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન રાજ શેખવાતે આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી. બાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. હાલ તેમને અમદાવાદ સાયબર ક્રાઈમમાં નજર કેદ રાખવામાં આવ્યા છે.

    બીજી તરફ એ વાત પણ સ્પષ્ટ છે કે, રાજકોટ લોકસભા બેઠક પરથી પરષોત્તમ રૂપાલા જ ભાજપના ઉમેદવાર રહેવાના છે. કારણ કે ભાજપે આધિકારિક રીતે ઉમેદવારી નોંધાવવાની તારીખ જાહેર કરી છે. 16 એપ્રિલના રોજ સવારે 10:30 કલાકે પરષોત્તમ રૂપાલા બહુમાળી ભવન ખાતે સૌપ્રથમ જંગી જનસભાને સંબોધિત કરશે અને ત્યારબાદ તેઓ ભાજપ તરફથી વિજયમુહૂર્તમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભરવા માટે જશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં