Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવીર સાવરકર વિશે ટિપ્પણી કરીને મુશ્કેલીમાં ફસાયા રાહુલ ગાંધી, MP-MLA કોર્ટનો ફરિયાદ...

    વીર સાવરકર વિશે ટિપ્પણી કરીને મુશ્કેલીમાં ફસાયા રાહુલ ગાંધી, MP-MLA કોર્ટનો ફરિયાદ દાખલ કરવાનો આદેશ: ‘ભારત જોડો યાત્રા’માં આપ્યું હતું નિવેદન

    શુક્રવારે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ. એક શ્રીવાસ્તવે ફરિયાદી નૃપેન્દ્ર પાંડેને સીઆરપીસીની કલમ 200 હેઠળ પુરાવાઓ રજૂ કરવા માટે કહ્યું હતું.

    - Advertisement -

    પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી વીર સાવરકર વિશે અવારનવાર ટિપ્પણી કરતા રહે છે. તાજેતરમાં પણ તેમણે મહારાષ્ટ્રમાં ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન ટિપ્પણી કરી હતી. જેને લઈને હવે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 

    આદેશ લખનૌની એમપી-એમએલએ કોર્ટે આપ્યો છે. આ મામલે 9 જાન્યુઆરી 2023ના રોજ પક્ષકાર નૃપેન્દ્ર પાંડેનું નિવેદન નોંધવામાં આવશે. ત્યારબાદ રાહુલ ગાંધીને પણ તેમનો પક્ષ રાખવાની તક આપવામાં આવશે. બંને પક્ષો સાંભળ્યા બાદ કોર્ટના આદેશ મુજબ આગલી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    રિપોર્ટ અનુસાર, શુક્રવારે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ. એક શ્રીવાસ્તવે ફરિયાદી નૃપેન્દ્ર પાંડેને સીઆરપીસીની કલમ 200 હેઠળ પુરાવાઓ રજૂ કરવા માટે કહ્યું હતું. જેની ચકાસણી બાદ આ મામલે આગળ શું કાર્યવાહી કરવી અને રાહુલ ગાંધી કે સમન્સ પાઠવવું કે નહીં તે મામલે નિર્ણય કરશે. 

    - Advertisement -

    આ પહેલાં ફરિયાદી નૃપેન્દ્ર પાંડેએ સીઆરપીસીની કલમ 156(3) હેઠળ રાહુલ ગાંધી સામે FIR દાખલ કરવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે સીધી પોલીસ કાર્યવાહીનો ઇનકાર કરીને પહેલાં ફરિયાદ દાખલ કરી હતી. અરજીમાં ફરિયાદીએ રાહુલ ગાંધી ઉપર વીર સાવરકરનું અપમાન કરવાનો આરોપ મૂક્યો છે. 

    રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર જઈને વીર સાવરકર વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સાવરકરે જેલમાંથી માફીપત્ર લખ્યો હતો અને અંગ્રેજોની મદદ પણ કરી હતી. રાહુલે સાવરકર પર અંગ્રેજો પાસેથી પેન્શન લેવાનો પણ આરોપ લગાવ્યો હતો. 

    રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સાવરકરે પોતે જ એક અલગ નામથી પુસ્તક લખ્યું હતું અને દર્શાવ્યું હતું કે તેઓ કેટલા બહાદૂર હતા. સાવરકરને આંદામાનમાં બે-ત્રણ વર્ષની જેલ થઇ અને તેમણે દયા અરજીઓ લખવાની શરૂ કરી દીધી હતી. ઉપરાંત, રાહુલ ગાંધીએ એક પત્ર પણ વાંચી સંભળાવ્યો હતો. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, સાવરકરે ગાંધી, નહેરુ અને પટેલ જેવા નેતાઓને દગો આપ્યો હતો. 

    કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની આ ટિપ્પણી બાદ ચર્ચાઓ પણ ખૂબ થઇ હતી અને વિરોધ પણ એટલો જ થયો હતો. આખરે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, સાવરકર વિરુદ્ધના આ નિવેદનને લઈને તેમની સામે અન્ય પણ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં