Friday, May 3, 2024
More
    હોમપેજદેશરાહુલ ગાંધીએ લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો, રાષ્ટ્રધ્વજ કરતાં પણ ઊંચું જોવા...

    રાહુલ ગાંધીએ લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો, રાષ્ટ્રધ્વજ કરતાં પણ ઊંચું જોવા મળ્યું તેમનું કટઆઉટ: નેટિઝન્સે કહ્યું- આ બાબત શરમજનક

    તિરંગા કરતાં પણ રાહુલ ગાંધીનું કટઆઉટ ઊંચું જોઈને સોશિયલ મીડિયા પર નેટિઝન્સે ગુસ્સો ઠાલવ્યો હતો અને આ કૃત્યને શરમજનક ગણાવ્યું હતું. 

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ હવે પૂર્ણતાને આરે છે. હાલ યાત્રા જમ્મુ કાશ્મીરમાં ચાલી રહી છે જ્યાં આજે શ્રીનગરના બહુ જાણીતા લાલ ચોકમાં રાહુલ ગાંધીએ તિરંગો ફરકાવ્યો હતો. જોકે, અહીં રાહુલ ગાંધીનું એક કટઆઉટ તિરંગા કરતાં પણ ઊંચું હોવાના કારણે નેટિઝન્સમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

    જોકે, દર વખતની જેમ અહીં પણ વિવાદે રાહુલનો પીછો છોડ્યો ન હતો. વાસ્તવમાં બન્યું એવું કે રાહુલ ગાંધીએ લાલ ચોક પર ફરકાવેલા તિરંગાની તસ્વીરો જેવી સોશિયલ મીડિયા પર ફરતી થઇ કે નેટિઝન્સે તેમાં મોટી ભૂલ શોધી કાઢી હતી અને ધ્યાન દોર્યું હતું. 

    ન્યૂઝ એજન્સી ANI દ્વારા પ્રકાશિત તસ્વીરો અને વિડીયોમાં રાહુલ ગાંધી લાલ ચોક પર તિરંગો ફરકાવતા નજરે પડે છે અને તેમની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ જોવા મળે છે. અહીં કોંગ્રેસે રાહુલ ગાંધીના સ્વાગત માટે તેમનું એક મોટું કટઆઉટ પણ મૂક્યું હતું. પરંતુ અહીં નોંધવા જેવી વાત એ છે કે આ કટઆઉટ તિરંગા કરતાં પણ ઊંચું હતું. 

    - Advertisement -

    તિરંગા કરતાં પણ રાહુલ ગાંધીનું કટઆઉટ ઊંચું જોઈને સોશિયલ મીડિયા પર નેટિઝન્સે ગુસ્સો ઠાલવ્યો હતો અને આ કૃત્યને શરમજનક ગણાવ્યું હતું. 

    એક યુઝરે ‘ઝંડા ઊંચા રહે હમારા’ ટાંકીને ટિપ્પણી કરતાં લખ્યું કે અહીં તો રાહુલ ગાંધીનું પોટ્રેટ ઊંચું છે.

    અન્ય પણ અમુક યુઝરોએ આ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. 

    તો કેટલાક લોકોએ ફ્લેગ કોડનું પાલન ન કરવામાં આવ્યું હોવાનું પણ ધ્યાન દોર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતના રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટેના અને તેની જાળવણી માટેના અમુક નિયમો છે. જે અનુસાર, ભારતના રાષ્ટ્રધ્વજથી ઊંચાઈ પર કે સમકક્ષ અન્ય કોઈ પણ ધ્વજ કે ધ્વજસમૂહ ફરકાવી શકાતો નથી. 

    ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા (તસ્વીર: mha.gov.in)

    કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે 2019માં ભાજપ સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી હતી અને તેના કારણે આજે કોંગ્રેસી નેતાઓ લાલ ચોક પર તિરંગો ફરકાવી શકે છે. 

    સાક્ષી સિંઘે લખ્યું કે, કોંગ્રેસે ભાજપ દ્વારા 370 હટાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો પરંતુ તેમણે એ યાદ રાખવું જોઈએ કે ભાજપે 5 ઓગસ્ટ 2019ના દિવસે કલમ 370 હટાવી હતી એટલે જ કોંગ્રેસીઓ આજે લાલ ચોક પર નિર્ભયતાથી ફરી શકે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં