Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશભાગેડુ ઇસ્લામી કટ્ટરપંથી ઝાકિર નાઈકને ભારત આવે તો જેલભેગા થઈ જવાનો ડર,...

    ભાગેડુ ઇસ્લામી કટ્ટરપંથી ઝાકિર નાઈકને ભારત આવે તો જેલભેગા થઈ જવાનો ડર, કહ્યું- ત્યાં જવું સરળ, પરત નહીં આવી શકાય: આમંત્રણ પર જશે પાકિસ્તાન

    ભારતમાં તેની વિરુદ્ધ મની લોન્ડરિંગ અને ભડકાઉ ભાષણના અનેક કેસ ચાલી રહ્યા છે. ગાળિયો કસવાનો શરૂ થતાં તે ભાગીને મલેશિયા જતો રહ્યો હતો. પછીથી ભારતમાં તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો. પછી ક્યારેય પરત ફર્યો નહીં અને મલેશિયાનો જ સ્થાયી નાગરિક બની ગયો.

    - Advertisement -

    ઉશ્કેરણીજનક ભાષણો અને આતંકવાદને સમર્થન આપવા માટે કુખ્યાત કટ્ટરપંથી ઇસ્લામી અને ભાગેડુ ઝાકિર નાઈકને (Zakir Naik) તાજેતરમાં પાકિસ્તાનથી આમંત્રણ મળ્યું હતું, જેની ઉપર તે તેના પુત્ર સાથે 5 ઑક્ટોબરે પાડોશી દેશ (Pakistan) જશે. તે પહેલાં તેણે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં ભારત વિશે કહ્યું હતું કે, ત્યાં જવું તો સરળ છે પણ પરત ફરવું શક્ય નથી કારણ કે તેને જેલભેગો કરી દેવામાં આવશે. નોંધનીય છે કે હાલ તે મલેશિયામાં રહે છે.

    ઝાકિર નાઈકને પાકિસ્તાનથી આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે માટે તે અને તેનો દીકરો ત્યાં જશે. તે 5 ઑક્ટોબરથી 20 ઑક્ટોબર એમ 15 દિવસ સુધી પાકિસ્તાનમાં રહેશે. કરાંચીથી ઇસ્લામાબાદ સુધીના મોટા શહેરોમાં તે કાર્યક્રમો પણ કરશે. ઝાકિર અબ્દુલ કરીમ નાઈક એક કટ્ટરવાદી મુસ્લિમ છે જે પોતાની જાતને ઉપદેશક ગણાવે છે. નાઈકે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને પાકિસ્તાને આપેલા નિમંત્રણની જાહેરાત કરી હતી.       

    તાજેતરમાં ઝાકિરે પાકિસ્તાનના એક યુટ્યુબરને ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે જાહેરમાં પાકિસ્તાનપ્રેમ પ્રદર્શિત કર્યો અને કહ્યું કે, તે પાકિસ્તાનને પ્રેમ કરે છે. સાથે એ બાબત પણ સ્વીકારી કે તે અવારનવાર વિવિધ દેશોમાં પાકિસ્તાનના રાજદૂતોને મળતો રહેતો હોય છે. તેણે કહ્યું હતું કે, “જો હું પહેલાં પાકિસ્તાન ગયો હોત તો ભારતના લોકો મારા પર ISI સાથે સંકળાયેલો હોવાનો આરોપ લગાવત, બાકી હું પાકિસ્તાનને પ્રેમ કરું છું.” તેણે એમ પણ કહ્યું હતું કે તે વારંવાર પાકિસ્તાની રાજદૂતોને મળતો હોય છે. તે કહે છે, “દુનિયામાં હું સૌથી વધુ કોઈ રાજદૂતને મળ્યો હોઉં તો તે પાકિસ્તાની એમ્બેસેડર જ છે. સાઉદી હોય, UEA હોય કે બીજી જગ્યા, દરેક ઠેકાણે પાકિસ્તાની રાજદૂત સાથે મુલાકાત થઈ જ જાય છે.”

    - Advertisement -

    ‘ભારતથી પરત ફરવું મુશ્કેલ’

    આ સિવાય તેણે ભારત આવવા મામલે કહ્યું હતું કે, “ભારત જવું સરળ છે પણ, ત્યાં ગયા પછી બહાર નીકળવું મુશ્કેલ છે. તેઓ મારા માટે લાલ જાજમ નહીં પાથરે.. સ્પષ્ટ છે કે મારી ધરપકડ કરી લેશે. તેમની યાદીમાં નંબર 1 આતંકવાદી ઝાકિર નાઈક છે.” વાત પરથી સ્પષ્ટ લાગે છે કે તેને ભારતીય એજન્સીઓનો ડર લાગી રહ્યો છે અને જાણે છે કે ભારત આવવા જશે તો ધરપકડ કરીને સીધો જેલભેગો કરી દેવામાં આવશે. આ સિવાય તેણે કલમ 370 અને મોદી સરકાર પર પણ પોતાનું ‘વિશેષ જ્ઞાન’ આપ્યું હતું.

    વર્ષ 2016થી છે ફરાર, મની લોન્ડરિંગ સહિત અનેક કેસ ભારતમાં પેન્ડિંગ

    ઝાકિર નાઈક મૂળ ભારતનો છે. ભારતમાં જ રહીને મુસ્લિમોમાં કટ્ટરવાદ ભરવા માટે તે કુખ્યાત હતો અને છે. તેનાં અનેક ભાષણો વિવાદિત રહ્યાં છે, જેમાંથી અમુક ભારતવિરોધી પણ છે અને અમુક હિંદુઓનાં પણ વિરોધી છે. વધુમાં તે આતંકવાદને સમર્થન આપતો પણ ઝડપાયો હતો. અનેક કિસ્સાઓમાં સામે આવ્યું છે કે આતંકવાદમાં પકડાયેલા ઇસમોએ ઝાકિર નાઈકનાં ભાષણો સાંભળીને બંદૂક ઉઠાવી લીધી હોય. ભારતમાં પણ આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. તેણે ઝેર ઓકવા માટે એક ‘પીસ ટીવી’ નામની ચેનલ પણ શરૂ કરી હતી, જે ભારત સહિત ઘણા દેશોમાં પ્રતિબંધિત છે.

    ભારતમાં તેની વિરુદ્ધ મની લોન્ડરિંગ અને ભડકાઉ ભાષણના અનેક કેસ ચાલી રહ્યા છે. ગાળિયો કસવાનો શરૂ થતાં તે ભાગીને મલેશિયા જતો રહ્યો હતો. પછીથી ભારતમાં તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો. પછી ક્યારેય પરત ફર્યો નહીં અને મલેશિયાનો જ સ્થાયી નાગરિક બની ગયો. ત્યાંથી પણ તે અવારનવાર ભારતવિરોધી હરકતો કરતો રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં