Sunday, March 23, 2025
More
    હોમપેજક્રાઈમપાદરી બજિંદર સિંઘ સામે યૌન શોષણનો આરોપ, પંજાબની યુવતીએ નોંધાવી ફરિયાદ: અગાઉ...

    પાદરી બજિંદર સિંઘ સામે યૌન શોષણનો આરોપ, પંજાબની યુવતીએ નોંધાવી ફરિયાદ: અગાઉ રેપ અને મર્ડરના કેસમાં જેલ જઈ ચૂક્યો છે પાસ્ટર

    FIRમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે એકલી રહેતી ત્યારે પાસ્ટર તેની સાથે અડપલાં કરતો અને અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો. 

    - Advertisement -

    પંજાબમાં એક 22 વર્ષીય મહિલાએ પાસ્ટર બજિંદર સિંઘ પર યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે કપૂરથલા પોલી સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ખ્રિસ્તી પાદરી બજિંદર સામે યૌન શોષણ, ગુનાહિત ધમકી અને હેરાનગતિ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. 

    પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ડિસેમ્બર, 2017માં તે બજિંદરના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગઈ હતી, ત્યારથી તેના સંપર્કમાં છે. વર્ષ 2020માં તે પાદરીની ‘વર્શિપ ટીમ’નો ભાગ બની. ત્યારબાદ બજિંદરે તેનો ફોન નંબર લીધો અને મેસેજો કરવા માંડ્યો હતો તેવો આરોપ મહિલાએ ફરિયાદમાં લગાવ્યો છે. તેનું કહેવું છે કે તે સમયે તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી. 

    તેણે આગળ કહ્યું કે, મેસેજોના કારણે તે ડરી ગઈ હતી પરંતુ માતા-પિતાને જાણ કરી ન હતી. ત્યારબાદ 2022માં પાદરીએ રવિવારના દિવસે તેની કેબિનમાં બેસાડવાની શરૂઆત કરી હતી. FIRમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે એકલી રહેતી ત્યારે પાસ્ટર તેની સાથે અડપલાં કરતો અને અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો. 

    - Advertisement -

    FIRમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે પોતે પરણિત હોવા છતાં બજિંદર મહિલાને લગ્ન કરી લેવા માટે દબાણ કરી રહ્યો હતો. “હું કોલેજ જતી ત્યારે તે કાર લઈને મારો પીછો કરતો હતો અને જો હું લગ્ન ન કરું કે પરિવારને જાણ કરું તો તે મારા માતા-પિતા અને ભાઈને મારી નાખશે તેવી ધમકીઓ આપતો હતો. જેના કારણે મને પેનિક અટેક આવવાના પણ શરૂ થઈ ગયા હતા.” મહિલાએ FIRમાં જણાવ્યું છે. 

    માર્ચ, 2023માં યુવતીના અન્ય એક ખ્રિસ્તી પાદરી સાથે લગ્ન થઈ ગયાં. તેનું કહેવું છે કે લગ્ન પહેલાં પણ બજિંદર બંનેને ધમકાવતો હતો અને ધમકીઓ લગ્ન પછી પણ ચાલુ જ રહી. જ્યારે તે ગર્ભવતી હતી અને માતા-પિતાના ઘરે આવી ત્યારે પણ તેને ધમકીઓ મળવાની ચાલુ જ રહી હતી તેમ પણ FIRમાં જણાવવામાં આવ્યું છે. 

    ફરિયાદી યુવતી અનસુર, બજિંદર તેને કહેતો કે પોલીસ તેની સામે કાર્યવાહી નહીં કરે પરંતુ જ્યારે તેને ખબર પડી કે યુવતી ફરિયાદ નોંધાવવા માટે જઈ રહી છે ત્યારે તેણે ચર્ચના અધ્યક્ષને યુવતીની માતા સાથે વાત કરવા મોકલ્યા હતા. આ અન્ય લોકોએ પણ પરિવારને ધમકી આપી હોવાનું યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે. 20 ફેબ્રુઆરીએ આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આખરે 28 ફેબ્રુઆરીના રોજ પોલીસે ગુનો દાખલ કર્યો. 

    વિવાદિત પાસ્ટર બજિંદર સિંઘ ‘ચર્ચ ઑફ ગ્લોરી એન્ડ વિઝડમ’ નામથી ચર્ચ ચલાવે છે અને ફ્રોડ અને ચમત્કારોના દાવા કરવા માટે પહેલેથી કુખ્યાત છે. જુલાઈ, 2018માં પંજાબના ઝીરકપુરની એક મહિલા સાથે બળાત્કારના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે પહેલાં એક હત્યાના કેસમાં પણ તે જેલ જઈ આવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં