Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબની AAP સરકારને હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, ભાજપ નેતા તેજિંદર પાલ બગ્ગા...

    પંજાબની AAP સરકારને હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, ભાજપ નેતા તેજિંદર પાલ બગ્ગા અને કવિ કુમાર વિશ્વાસ વિરુદ્ધ દાખલ FIR રદ્દ કરી

    ભાજપા નેતા તેજીન્દર પાલ બગ્ગા અને કવિ કુમાર વિશ્વાસ સામે પંજાબની આપ સરકારે નોંધાવેલી FIRને કોર્ટે તેને રદ્દ કરી દીધી છે.

    - Advertisement -

    પંજાબની આમ આદમી પાર્ટીની સરકારને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે દિલ્હી બીજેપી નેતા તેજિંદર બગ્ગા અને પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસ વિરુદ્ધ નોંધાયેલી FIR રદ્દ કરી છે. બુધવારે હાઈકોર્ટે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો.

    અહેવાલો અનુસાર કવિ કુમાર વિશ્વાસ અને ભારતીય જનતા પાર્ટીના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. પંજાબની આમ આદમી પાર્ટીની સરકારને મોટો ઝટકો આપતા હાઈકોર્ટે બંને સામે નોંધાયેલી એફઆઈઆર રદ્દ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટના નિર્ણય બાદ ભાજપ નેતા તેજિંદર પાલ બગ્ગા અને કુમાર વિશ્વાસે ટ્વીટર પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.

    તજિન્દર પાલ સિંહ બગ્ગાએ તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ્દ કર્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, “અરવિંદ કેજરીવાલના ચહેરા પર પંજાબ હાઈકોર્ટનો તમતમતો તમાચો. મારી સામેની એફઆઈઆર ખોટી હોવાનું કહીને રદ્દ કરવામાં આવી છે.”

    - Advertisement -

    તો બીજી તરફ કોર્ટના નિર્ણય બાદ કુમાર વિશ્વાસે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. વિશ્વાસ પોતાના ટ્વીટમાં લખે છે કે, “સરકાર બનતાની સાથે જ અસુરક્ષિત સ્વ-ભ્રમિત વામન દ્વારા મારા ઘરે મોકલવામાં આવેલી પંજાબ-પોલીસે મારી વિરૂદ્ધ પાયા વિહોણી એફઆઈઆર નોંધી હતી, આજે પંજાબ હાઈકોર્ટે તેને ફગાવી દીધી. મને પ્રેમ કરવા વાળાઓનો આભાર, પંજાબના સ્વાભિમાનને વામણી નજરથી બચાવવા પ્રિય અનુજ ભગવંત માનને ફરી સલાહ આપું છું.”

    શું હતી આખી ઘટનાઓ

    BJYM નેતા તેજિંદર પાલ બગ્ગાએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર અરવિંદ કેજરીવાલની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન બગ્ગાનું એક નિવેદન વાયરલ થયું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કેજરીવાલ માફી નહીં માંગે ત્યાં સુધી ભાજપના કાર્યકરો તેમને શાંતિથી બેસવા નહીં દે. 25 માર્ચે બગ્ગાએ એક ટ્વિટમાં લખ્યું હતું કે, “જ્યારે 10 લાખ હર#$ મર્યા હશે, ત્યારે એક અરવિંદ કેજરીવાલનો જન્મ થયો હશે.” બાદમાં તેણે કહ્યું કે 10 લાખને 10 કરોડ તરીકે વાંચો. આ પોસ્ટ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

    જસ્ટિસ અનૂપ ચિટકારાએ બુધવારે (12 ઓક્ટોબર 2022) બગ્ગાની અરજી પર સુનાવણી કરી. તેમણે કહ્યું કે બગ્ગાના ટ્વીટમાં એવું કંઈ નથી જે કોઈપણ આતંકવાદી ગતિવિધિ જેવું હોય. ટ્વીટમાં કોઈની ધાર્મિક લાગણી ભડકાવવા જેવું કંઈ નથી.

    કોર્ટે FIR રદ કરવાનો આદેશ આપ્યો હતો. અરજીમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, SAS નગર, મોહાલીમાં આઈપીસીની કલમ 153-A, 505, 505(2) અને 506 હેઠળ નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની અપીલ કરવામાં આવી હતી.

    રોપરમાં કુમાર વિશ્વાસ વિરૂદ્ધ કેસ

    રોપરમાં કવિ કુમાર વિશ્વાસ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમના પર અરવિંદ કેજરીવાલને ખાલિસ્તાન તરફી કહેવાનો આરોપ હતો. ફરિયાદ દાખલ કરનાર વ્યક્તિએ કહ્યું કે કુમાર વિશ્વાસના આ નિવેદનથી આમ આદમી પાર્ટીની છબી ખરાબ થઈ છે. તેણે કહ્યું હતું કે આ કારણે જ્યારે તે પ્રચાર માટે ગયો ત્યારે તેને ખાલિસ્તાનનો સમર્થક કહેવામાં આવ્યા હતા. કેસ નોંધાયા બાદ પંજાબ પોલીસ ગાઝિયાબાદમાં કવિ કુમાર વિશ્વાસના ઘરે પણ ગઈ હતી અને તેમને તપાસમાં જોડાવા જણાવ્યું હતું. તેમની સામે કુમાર વિશ્વાસે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં