Sunday, March 23, 2025
More
    હોમપેજદેશમહાકુંભને લઈને ફેક ન્યૂઝ ફેલાવવા બદલ 7 સોશિયલ મીડિયા યુઝરો સામે FIR,...

    મહાકુંભને લઈને ફેક ન્યૂઝ ફેલાવવા બદલ 7 સોશિયલ મીડિયા યુઝરો સામે FIR, વર્ષો જૂના વિડીયોને મહાકુંભનો ગણાવીને બદનામ કરવાના કર્યા હતા પ્રયાસ

    પોલીસે આ વિડીયો અંગે તપાસ કરી તો સામે આવ્યું કે વિડીયો 2021નો છે. જેમાં એક નદી કિનારે શવ મળી આવ્યા હતા. આ મામલાને મહાકુંભ સાથે જોડીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા હતા.

    - Advertisement -

    પ્રયાગરાજમાં વિશ્વનો સૌથી મોટો ધાર્મિક ઉત્સવ મહાકુંભ ચાલી રહ્યો છે. દેશવિદેશથી કરોડો શ્રદ્ધાળુઓ આવીને આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. બીજી તરફ અમુક એવા પણ છે જેઓ સતત આ મહાકુંભની મહત્તા ઓછી કરવા પર અને સનાતન પરંપરાને બદનામ કરવા માટે વ્યસ્ત છે. તેના માટે ફેક ન્યૂઝનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે. આવા જ ફેક ન્યૂઝ ફેલાવનારાં અમુક સોશિયલ મીડિયા હેન્ડલો સામે પ્રયાગરાજ મહાકુંભ પોલીસે સંજ્ઞાન લઈને કાર્યવાહી શરૂ કરી છે. તાજા કિસ્સામાં 7 સોશિયલ મીડિયા યુઝરો સામે FIR દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જેમણે અલગ-અલગ માધ્યમો પર મહાકુંભને લઈને ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા.

    આજતકના અહેવાલ અનુસાર પોલીસે જણાવ્યુ હતું કે આ યુઝર્સે 5 વર્ષ પહેલાંના ગાજીપુરના વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેને મહાકુંભ સાથે સરખાવીને વાયરલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોસ્ટ કરેલા વિડીયોમાં ગંગા નદીમાં લાશો તરતી દેખાઈ રહી હતી, આ વિડીયો પોલીસના સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન સામે આવ્યા હતા.

    જ્યારે પોલીસે આ વિડીયો અંગે તપાસ કરી તો સામે આવ્યું કે વિડીયો 2021નો છે. જેમાં એક નદી કિનારે શવ મળી આવ્યા હતા. આ મામલાને મહાકુંભ સાથે જોડીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા હતા. પ્રયાગરાજ પોલીસે આવી ભ્રમણા ફેલાવનારાં અકાઉન્ટ સામે ગુનો દાખલ કર્યો છે.

    - Advertisement -

    આ 7 યુઝર્સમાં ઇનસ્ટાગ્રામના 2 યુઝર્સ Yadavking000011 (@Yadavking000011) અને Komal Yadav (@komalyadav_lalubadi94) મેટા થ્રેડનો એક યુઝર Amar Nath Yadav (amar_ydvkvp_5354_), Xના 3 યુઝર Banwari Lal – Bairwa (@B_L__VERMA), Kavita Kumari (@KavitaK22628), સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલ Sonu Chaudhary (SonyChaudhary70) અને યુટ્યુબનો એક યુઝર Putul Kumar Kumar (@Puatulkumar9795)નો સમાવેશ થાય છે.

    આ સિવાય સોશિયલ મીડિયા પર અન્ય એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક બાળકી ડૂબતી દેખાઈ રહી છે. આ વિડીયો માટે પણ દાવો કરવામાં આવ્યો હતો કે મહાકુંભમાં 4 વર્ષની બાળકીનું ગંગા નદીમાં ડૂબવાથી મોત થયું. જ્યારે આ વિડીયો પોલીસના ધ્યાનમાં આવ્યો અને વિડીયોની તપાસ કરવા માટે જ્યારે વિડીયોને રિવર્સ ઈમેજ દ્વારા તપાસવામાં આવ્યો ત્યારે બીજી ઘણી પોસ્ટ્સ સામે આવી.

    જેમાં સામે આવ્યું કે આ વિડીયો 5 નવેમ્બર 2024નો હતો. આ સિવાય ઘણા મીડિયા હાઉસે પણ આ ન્યુઝ કવર કરેલા હોવાના પુરાવા મળ્યા, તથા સ્પષ્ટ થઈ ગયું કે આ વિડીયો મહાકુંભનો નથી પરંતુ ગત વર્ષનો છે અને ગાજીપુરનો છે. આ વિડીયો devsingh_lodhi44 નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે પોસ્ટ કર્યો હતો.

    ABP News Report

    નોંધનીય છે કે મહાકુંભને લઈને આવી ઘણી ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે, ત્યારે આ અંગે પોલીસ, પ્રશાસન તથા CM યોગી સુધીના વરિષ્ઠ નેતાઓ અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ અને વિનંતી કરી ચૂક્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં