Saturday, November 2, 2024
More
    હોમપેજદેશપાકિસ્તાની લોકોને હિંદુ તરીકેની ઓળખ આપી ગેરકાયદે ભારતમાં વસાવતા પરવેઝની ધરપકડ: અગાઉ...

    પાકિસ્તાની લોકોને હિંદુ તરીકેની ઓળખ આપી ગેરકાયદે ભારતમાં વસાવતા પરવેઝની ધરપકડ: અગાઉ પડાયેલા 2 પરિવારોનું મેહદી ફાઉન્ડેશન સાથે જોડાણ

    પોલીસને શંકા છે કે બેંગ્લોર સિવાય દિલ્હી અને મુંબઈમાં પણ પરવેઝે પાકિસ્તાની પરિવારોને સ્થાયી કર્યા હતા. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ગત અઠવાડિયે 29 સપ્ટેમ્બરે પોલીસે બેંગ્લોરમાંથી શર્મા પરિવાર બનીને રહેતા 4 મુસ્લિમોની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    તાજેતરમાં જ બેંગ્લોરથી (Bengaluru) એક પાકિસ્તાની પરિવારની (Pakistani Families) ધરપકડ (Arrested) કરવામાં આવી હતી. જે લગભગ 10 વર્ષોથી ‘શર્મા’ બનીને હિંદુ ઓળખ સાથે ભારતમાં રહેતો હતો. પરિવારના કુલ 4 સભ્યોની ધરપકડ બાદ સમગ્ર રેકેટ બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે તપાસ દરમિયાન એક એવા વ્યક્તિને ઝડપ્યો હતો જેણે કથિત રૂપે આવા પાકિસ્તાની પરિવારોને બેંગ્લોરમાં સ્થાયી થવા માટે મદદ કરી હતી. પોલીસે પરવેઝ (Parvez) અહેમદની આ મામલે ધરપકડ કરી હતી.

    ડેક્કન હેરાલ્ડના અહેવાલ અનુસાર, શનિવાર 5 ઑક્ટોબરે જીગાની પોલીસે 55 વર્ષીય પરવેઝ અહેમદને મુંબઈથી ઝડપી લીધો હતો. પરવેઝ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, પરવેઝે લગભગ 5 પાકિસ્તાની પરિવારોને બેંગ્લોરમાં હિંદુ ઓળખ સાથે સ્થાયી થવામાં મદદ કરી હતી. જેમાંથી 2 પરિવારોની પોલીસ ધરપકડ કરી ચૂકી છે.

    પોલીસને શંકા છે કે બેંગ્લોર સિવાય દિલ્હી અને મુંબઈમાં પણ પરવેઝે પાકિસ્તાની પરિવારોને સ્થાયી કર્યા હતા. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. ગત અઠવાડિયે 29 સપ્ટેમ્બરે પોલીસે બેંગ્લોરમાંથી શર્મા પરિવાર બનીને રહેતા 4 મુસ્લિમોની ધરપકડ કરી હતી. આ પછી 4 ઑક્ટોબરે બીજા એક પાકિસ્તાની પરિવારની ધરપકડ કરી હતી, જે પરિવાર ‘ચૌહાણ’ બનીને બેંગ્લોરમાં રહેતો હતો.

    - Advertisement -

    પકડાયેલા આરોપીઓમાં 51 વર્ષીય સૈયદ તારિક, તેની પત્ની અનિલા તારિક અને તેમની 13 વર્ષની પુર્ત્રીનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, આ પરિવાર પણ અગાઉ પકડાયેલા પરિવારની જેમ જ પાકિસ્તાનથી બાંગ્લાદેશ ગયો હતો અને ત્યાંથી ચેન્નાઈ સહિતના અલગ અલગ સ્થળોએ વસવાટ કર્યા બાદ છેલ્લા 6 વર્ષથી બેંગ્લોરમાં રહી રહ્યો હતો.

    ધરપકડ કરાયેલાઓના MFI સાથે કનેક્શન

    નોંધનીય બાબત છે કે, આ બંને પરિવારોના છેડા બાંગ્લાદેશના મેહદી ફાઉન્ડેશન ઈન્ટરનેશનલ (MFI) સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. આ એક એવી સંસ્થા છે જે ‘ગોહરિયન ફિલોસોફી ઓફ ડિવાઈન લવ’ ને પ્રોત્સાહન આપે છે. તથા એ સિવાયના અલગ અલગ કામો માટે ફંડિંગ પણ આપે છે. પોલીસે જણાવ્યા અનુસાર પરવેઝ વર્ષ 2017થી MFIના સંપર્કમાં છે.

    ડેક્કન હેરાલ્ડના અહેવાલ અનુસાર, વર્ષ 2007માં MFI સાથે જોડાયેલા 63 લોકો પાકિસ્તાન છોડીને ભારત આવ્યા અને જંતર મંતર ખાતે પાકિસ્તાની પાસપોર્ટ સળગાવી પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં સામેલ એક પાકિસ્તાની મહિલા પરવેઝ સાથે નિકાહ કરીને ભારતમાં રહી ગઈ જયારે બાકીનાઓને યુરોપિયન દેશોમાં આશરો મળ્યો હતો. પરવેઝની પત્ની પર કેસ નોંધાયેલો હોવાથી તે દર અઠવાડિયે પોલીસ સમક્ષ હાજર થાય છે પરંતુ તે ભારતમાં કાયદેસર રહે છે તેથી તેની ધરપકડ કરી શકાતી નથી.

    પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ધરપકડ કરાયેલા પરિવારોની પૃષ્ઠભૂમિની પોલીસ તપાસ કરી રહી છે, જો તેમના પર કોઈ ગુનાહિત કેસ નહીં હોય તો તેમનો દેશ નિકાલ કરવામાં આવશે. પરવેઝની ધરપકડ પણ આજ કેસ મામલે કરવામાં આવી છે, કોઈ અલગ FIR નોંધાઈ નથી. પોલીસ આ મામલે આગામી તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં