Tuesday, March 25, 2025
More
    હોમપેજદેશટેરર ફન્ડિંગ કેસમાં દિલ્હી પોલીસને મોટી સફળતા, આરોપી પરવેઝ અહેમદ ખાનની નિઝામુદ્દીન...

    ટેરર ફન્ડિંગ કેસમાં દિલ્હી પોલીસને મોટી સફળતા, આરોપી પરવેઝ અહેમદ ખાનની નિઝામુદ્દીન દરગાહ પાસેથી ધરપકડ: કાશ્મીરથી ભાગી આવ્યો હતો દિલ્હી

    શ્રીનગરના બેમીનામાં ફારુક કોલોનીનો રહેવાસી પરવેઝ અહમદ ખાન જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી જૂથોના આતંકવાદીઓને લોજિસ્ટિક્સ અને આશ્રય પૂરો પાડી રહ્યો હતો તેવી આશંકા છે.

    - Advertisement -

    આતંકવાદ સામે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીરે (CIK) દિલ્હી પોલીસ (Delhi Police) સાથે સંયુક્ત કાર્યવાહીમાં એક આતંકવાદીની ધરપકડ (Arrested) કરી હતી. આ આતંકવાદી ટેરર ફંડિંગ મામલે સંકળાયેલો હતો અને સરહદ પારના આતંકવાદી સંગઠનો સાથે સંપર્કમાં હતો. તેનું નામ પરવેઝ અહેમદ ખાન (Parvez Ahemad Khan) ઉર્ફે પીકે ઉર્ફે શેખ તજામુલ ઇસ્લામ ઉર્ફે ખાલિદ છે.

    શ્રીનગરના બેમીનામાં ફારુક કોલોનીનો રહેવાસી પરવેઝ અહમદ ખાન જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત આતંકવાદી જૂથોના આતંકવાદીઓને લોજિસ્ટિક્સ અને આશ્રય પૂરો પાડી રહ્યો હતો તેવી આશંકા છે. CID સેલ દિલ્હી અને દિલ્હી પોલીસના સહયોગથી CIK ટીમે તેની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે પરવેઝ દેશ છોડવાની તૈયારીમાં જ હતો, પરંતુ તે દેશ છોડે તે પહેલાં જ પોલીસે તેણે દબોચી લીધો હતો.

    ગત વર્ષથી ચાલી રહી હતી તપાસ

    પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદી ફંડિંગના કેસમાં CIKએ ગયા વર્ષે જાન્યુઆરીમાં FIR નોંધી હતી અને તપાસ શરૂ કરી હતી. CIKને તેના સૂત્રો પાસેથી બાતમી મળી હતી કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોના આંતકી નેતાઓએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી અને અલગતાવાદી પ્રવૃત્તિઓ માટે ફંડિંગ પૂરું પાડવા માટે એક નવું નેટવર્ક બનાવ્યું છે.

    - Advertisement -

    આ નેટવર્કમાં સામેલ આતંકીઓ દુબઈ, ઓમાન, સાઉદી અરેબિયા, તુર્કી, પાકિસ્તાન અને અન્ય ઘણા યુરોપિયન દેશોમાંથી વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને કાશ્મીરમાં ફંડિંગ મોકલે છે. આ ઉપરાંત, આ નેટવર્કના લોકો કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ માટે પૈસા તેમજ અન્ય સાધનો પણ એકત્રિત કરે છે. કેસની તપાસ દરમિયાન, CIKને પરવેઝ અહેમદ ખાન અંગે બાતમી મળી હતી.

    પોલીસે જણાવ્યા અનુસાર પરવેઝ એક કોડ નેમનો ઉપયોગ કરીને તેની ગતિવિધિઓ કરતો હતો. કોડ નેમને કારણે પોલીસને શરૂઆતમાં પરવેઝને ઓળખવામાં મુશ્કેલી પડી હતી. જોકે CIK ટીમે ટેકનિકલ સહિત અન્ય પુરાવાઓના આધારે તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો. ત્યારપછી તે અચાનક ક્યાંક ગાયબ થઈ ગયો હતો. તેણે તેના પરિવારના લોકો સાથેનો સંપર્ક પણ કાપી નાખ્યો હતો. ત્યારે CIKએ તેના પરિવાર તથા નજીકના તથા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખવાની શરૂ કરી.

    નિઝામુદ્દીન દરગાહ પાસેના ગેસ્ટહાઉસમાં હતો છૂપાયો

    દરમિયાન CIK ને ખબર પડી કે તે દિલ્હીમાં ક્યાંક છુપાયેલો છે અને હવે વિદેશ ભાગી જવા માટે યોગ્ય તક શોધી રહ્યો હતો. ઇન્ડિયન એક્સપ્રેસને અહેવાલ અનુસાર પરવેઝ 12 ફેબ્રુઆરીથી દિલ્હીની નિઝામુદ્દીન દરગાહ પાસે આવેલ એક ગેસ્ટ હાઉસમાં રોકાઈ રહ્યો હતો, જ્યાં તેનું રૂમ ભાડું પ્રતિ દિવસ ₹1000 હતું. CIKએ દિલ્હી પોલીસને જાણ કરી અને તેને પકડવા માટે છટકું ગોઠવ્યું.

    CIKની એક ટીમ દિલ્હી પહોંચી અને દિલ્હી પોલીસની મદદથી ટેરર ફંડિંગ સાથે સંકળાયેલ પરવેઝ ખાનની ધરપકડ કરવામાં આવી. ધરપકડ બાદ તેને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા તથા શ્રીનગર લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં