દિલ્હી યુનિવર્સિટીએ (Delhi University) પોતાના આગામી 2025-26 શૈક્ષણિક સત્રને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી 2025-26 શૈક્ષણિક સત્રમાં દિલ્હી યુનિવર્સિટીમાં હિંદુ સ્ટડીઝમાં Phd (Phd in Hindu Study) પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગવર્નિંગ બોડી દ્વારા અભ્યાસક્રમ શરૂ કરવાની ભલામણ બાદ આ પ્રસ્તાવ યુનિવર્સિટીની સ્થાયી સમિતિ દ્વારા રાખવામાં આવ્યો હતો.
Delhi University to introduce PhD in Hindu Studies from 2025-26 academic session
— Careers360 (@careers360) December 26, 2024
The course may start with 10 seats. #DelhiUniversity #PhD #HinduStudies
Read more at: https://t.co/VHrnyieKOe pic.twitter.com/gkrM3dBgBG
નોંધનીય છે કે આ પહેલા 2024-25ના અભ્યાસક્રમમાં હિંદુ સ્ટડીઝમાં Phd પ્રોગ્રામ શરૂ કરવામાં આવનાર હતો, જોકે તેને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે આગામી અભ્યાસક્રમમાં તેને શામેલ કરવા માટેનો પ્રસ્તાવ શુક્રવારે (27 ડિસેમ્બર 2024) એકેડેમીક કાઉન્સિલની સમીક્ષા બેઠકમાં રાખવામાં આવશે. ત્યાર બાદ યુનિવર્સિટીની કાર્યકારી પરિષદની મંજૂરી મળતાની સાથે જ દિલ્હી યુનિવર્સિટીમાં હિંદુ સ્ટડીઝમાં Phd પ્રોગ્રામ શરૂ થઈ જશે.
વિદ્યાર્થીઓ કરી રહ્યા છે સમ્પર્ક, હાલ 10 સીટો ઉપલબ્ધ
અહેવાલોમાં હિંદુ સ્ટડીઝ સેન્ટરના સંયુક્ત નિદેશક પ્રેરણા મલ્હોત્રાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓ સંશોધનમાં નવા અવસર ઉભા કરવના હેતુથી આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, “અમારી ગવર્નિંગ બોડીએ હિંદુ સ્ટડીઝમાં Phd શરૂ કરવા પ્રસ્તાવ રાખ્યો છે. JRF અને NET પાસ કરનાર અનેક વિદ્યાર્થીઓ આ મામલે અમારો સંપર્ક કરી રહ્યા છે. DU જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં તે જરૂરી છે કે આપણે હિંદુ સ્ટડીઝ ક્ષેત્રમાં ગહન શોધને સ્થાન આપીએ.”
આ પ્રોગ્રામની શરૂઆતમાં 10 સીટો ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં આરક્ષિત શ્રેણીઓ અને સુપરન્યૂમેરરી સીટો શામેલ હશે. જરૂરિયાતને ધ્યાન પર લઈને આવનારા સમયમાં તેનો વધારો કરવામાં આવી શકે છે. બીજી તરફ આ પ્રોગ્રામમાં ભણવા માંગતા વિદ્યાર્થીઓ પાસે હિંદુ સ્ટડીઝ અથવા તેને લગતા કોઈ પણ વિષયમાં ઓછામાં ઓછા 55% સાથેની માસ્ટર ડિગ્રી અને JRF/NET યોગ્યતા હોવી જરૂરી છે. બેચ રેગ્યુલર શરૂ ન થાય ત્યાં સુધી તેની તમામ બાબતો દિલ્હી યુનીવર્સીટીના તેની સાથેના સંબંધીત વિભાગો અને કોલેજો તેના પર ધ્યાન આપશે. તેના માટે એવા પ્રધ્યાપકો અને સ્ટાફનું સિલેકશન કરવામાં આવશે જે હિંદુ અધ્યયનમાં વિશેષજ્ઞ છે.