Tuesday, September 27, 2022
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટPETA Indiaએ આ બકરા ઈદ પર 'શાંતિ' રાખવી પસંદ કરી: હિન્દુ તહેવારો...

  PETA Indiaએ આ બકરા ઈદ પર ‘શાંતિ’ રાખવી પસંદ કરી: હિન્દુ તહેવારો પર જે રીતે ઝેર ફેલાવે છે, PETAનું તે ઝેર ઈદ વખતે ફરી સૂકાઈ ગયું

  મજાની વાત એ છે કે હિન્દુ તહેવારોમાં પ્રાણીઓની ચિંતા કરનાર PETA India એ 2020 માં ઈદ પર પ્રાણીઓની કતલ કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શિકા જારી કરી હતી.

  PETA India, ‘પ્રાણી અધિકાર સંગઠન’ ના ભારતીય સંસ્કરણે બકરી ઈદ, જે તહેવારમાં બકરી અને અન્ય પ્રાણીઓની બલિદાન તરીકે કતલ કરવામાં આવે છે અને ખાવામાં આવે છે, પહેલા ભારતમાં મુસ્લિમ સમુદાયનો વિરોધ ન કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, આ વખતે તો PETA ઈન્ડિયાએ બકરી ઈદ માટે પ્રાણીઓની ‘પીડારહિત કતલ’ માટે અપીલ પણ કરી નથી.

  તેના બદલે, તેઓએ પોતાનું અખૂટ જ્ઞાન માત્ર એ કહીને પીરસ્યું કે ‘બધા ધર્મો કરુણા દર્શાવાવનું શીખવે છે’.

  PETA india એ મુસ્લિમ સમુદાયને ધર્મના નામે પ્રાણીઓની કતલ ન કરવાની અપીલ કરી નથી. તાજેતરમાં, ભારતમાં ઇસ્લામવાદી ટોળાં દ્વારા હિંસાની ઘટનાઓ બની છે જ્યાં પ્રોફેટ મુહમ્મદ પર કથિત રૂપે અપમાનજનક ટિપ્પણીઓ માટે નિંદાના આરોપો પર શિરચ્છેદ કરવાની હાકલ કરવામાં આવી હતી. બકરી ઈદ અથવા ઈદ અલ અદહા અબ્રાહમ (ઈબ્રાહિમ)ની અલ્લાહ માટે તેના પુત્ર ઈસ્માઈલનું બલિદાન આપવાની ઈચ્છા માટે ઉજવવામાં આવે છે.

  - Advertisement -

  બકરી ઇદની પરંપરામાં ઇસ્લામિક શાસ્ત્રોમાં સૂચવવામાં આવેલી હલાલ પ્રક્રિયા મુજબ પ્રાણી, ખાસ કરીને ઘેટાંની કતલ કરવી અને માંસને ત્રણ ભાગમાં વહેંચવાનો સમાવેશ થાય છે, એક કુટુંબ માટે, એક સંબંધીઓ માટે અને એક ગરીબો માટે જેથી બધા મુસ્લિમો માંસ ખાઈ શકે.

  જો કે, PETA India, જે નિયમિતપણે લોકોને કડક રીતે શાકાહારી બનવા અને ખોરાક માટે પ્રાણીઓની હત્યા ન કરવા કહેતી અરજીઓ રજૂ કરતું હોય છે અને જરૂર પડ્યે પ્રદર્શન કરતું હોય છે કારણ કે તે ક્રૂરતા સમાન છે, તેણે ભારતની 20 કરોડ મુસ્લિમ વસ્તીને બકરા અને અન્ય પ્રાણીઓને ન મારવા માટે અપીલ કરી નથી.

  હલાલ કતલ પ્રક્રિયા

  ‘પ્રાણી કતલ’ ની હલાલ પ્રણાલી, જેને ઝાહિબા પણ કહેવાય છે, તે પ્રાણીઓના ‘રક્તસ્ત્રાવ’ પર વિશેષ ભાર મૂકે છે. આ ખાસ કરીને એ ઇસ્લામિક માન્યતાને કારણે છે કે લોહી ‘અશુદ્ધ’ હોય છે. કતલ કરાયેલા પ્રાણીઓમાંથી લોહી નીકળવું એ હલાલ કતલનો મુખ્ય આધાર છે. ઘણી કુરાની કલમો છે, જે પુનરોચ્ચાર કરે છે કે લોહીના વપરાશને કોઈપણ કિંમતે ટાળવો જોઈએ.

  ઇસ્લામિક કાયદા (શરિયા) મુજબ, પ્રાણીની ‘હલાલ’ કતલ માટે તીક્ષ્ણ છરીનો ઉપયોગ કરવો જરૂરી છે, જે નિક અને કાપામુક્ત હોય છે. જો કે કોશરથી વિપરીત કોઈપણ વિશિષ્ટ પ્રકારની છરીનો ઉપયોગ કરવાનો કોઈ નિર્દેશ નથી, છરીની બ્લેડ પ્રાણીના ગળા કરતાં 2-4 ગણી મોટી હોય તેવી ભલામણ કરવામાં આવે છે. કતલ કરતાં પહેલા પ્રાણીને સારી રીતે ખવડાવવું જોઈએ, પીવાનું પાણી પૂરું પાડવું જોઈએ અને તેને શાંત પાડવું જોઈએ એવી પણ ભલામણ હોય છે.

  હલાલ કતલ ફક્ત એક સમજદાર, પુખ્ત મુસ્લિમ દ્વારા જ કરવી જોઈએ, જે ઇસ્લામિક ધાર્મિક વિધિઓથી પરિચિત હોય. યુરોપિયન યુનિયનમાં હલાલ પ્રમાણપત્ર વિભાગ કહે છે, “બિન-મુસ્લિમ દ્વારા કતલ કરાયેલા પ્રાણીઓ હલાલ નહીં ગણાય, તથા બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર કહીને કતલ કરતી વખતે અલ્લાહનું નામ (ઉલ્લેખ) લેવું આવશ્યક છે.”. હલાલ પ્રક્રિયા મુજબ, રક્ત સ્ત્રાવને મહત્તમ કરવા માટે પ્રાણીને તેની ડાબી બાજુએ સુવડાવવું જોઈએ. તે મક્કા (કિબલાહ) ની દિશા તરફ પણ હોવું જોઈએ.

  PETA India ની હિન્દુ તહેવારો પરની ટિપ્પણીઓ

  ઈદ પર મુસ્લિમોને પશુને ‘આરામથી મારવાની’ સલાહ સાથે શુભેચ્છાઓ આપનાર PETA india હિન્દુ તહેવારો ઉજવવાની રીતને લઈને નિયમિતપણે હિન્દુ તહેવારોને શરમાવતું હોય છે.

  આ રહી 2019ની Peta India ની હોળીની ટ્વિટ.

  માર્ચ 2020 માં, PETA india એ દરેકને પ્રાણીઓ પર રંગો ન ફેંકવા વિનંતી કરી હતી. પ્રાણીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ અને તેમને દુઃખ ન આપવું જોઈએ. 2019 માં, PETA ઈન્ડિયાએ હોળીની ઉજવણી કરનારાઓને, એટલે કે હિંદુઓને શુદ્ધ શાકાહારી થવા અને વેગન થંડાઈ, દૂધ આધારિત પીણું પીવા કહ્યું હતું. તેઓ વર્ષોથી હિન્દુ તહેવારો પર આ રીતની અપીલ કર્તા આવે છે. જો કે, ઈદમાં થતી લખો કરોડો પ્રાણીઓની કતલ માટે કરુણા માટે કોઈ અપીલ કરવામાં આવી ન હતી, મુસ્લિમ સમુદાયને શાકાહારી બનવાની વિનંતી કરવામાં આવી ન હતી.

  દિવાળી દરમિયાન પણ આવી જ ‘કરુણા’ દર્શાવવામાં આવી છે.

  ચોક્કસ, ફટાકડા કરતાં પ્રાણીઓ માટે કતલ અને લોહી વહેવડાવવું વધુ ભયાનક હશે. એનિમલ ફ્રેંડલી બકરી ઈદ શું હોઈ શકે છે તે આશ્ચર્યની વાત છે.

  મજાની વાત એ છે કે, 2020 માં, PETA India એ પ્રાણીઓની કતલ કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શિકા જારી કરી હતી. નોંધનીય છે કે હિંદુ તહેવારો સહિત અન્ય દિવસોમાં, PETA ઇન્ડિયાએ દરેકને શાકાહારી થવા વિનંતી કરી છે, તેઓ એ પણ કહે છે કે ડેરી ઉત્પાદનો પણ છોડી દો. વર્ષોથી, PETA ઈન્ડિયાને તેના બેવડા માપદંડો અને પ્રાણીઓની ક્રૂરતા પરના તેના સ્ટેન્ડ અંગેના ઢોંગ માટે ટીકાઓનો સામનો કરવો પડે છે, પરંતુ તે તેમને ઈદ માટે ‘શાંતિ’ પસંદ કરવાથી રોકી શકી નથી, કારણ કે દરેકને એવા સમુદાયના વિરોધનો સામનો કરવાનો ડર હોય છે જ્યાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાથી લોકો શિરચ્છેદ કરવાનું કહેવામા આવે છે.

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં