અનેક ‘તપસ્યા’ પછી પણ કાયમ રાજ્યસભા બેઠકથી છેટા રહી જતા કોંગ્રેસ નેતા પવન ખેડા તાજેતરમાં બે વોટર આઇડી ધરાવતા ઝડપાયા. ભાજપે ખુલાસો કર્યો તો કોંગ્રેસ ગેંગેંફેંફેં થઈ ગઈ. કારણ કે પાર્ટી એક તરફ આવા બધા કિસ્સાઓ ટાંકીને ભાજપ પર વૉટચોરીના આરોપો લગાવી રહી છે અને અહીં પાર્ટીના જ એક નેતા બે EPIC નંબર ધરાવતા હોવાનું ખૂલી ગયું. હવે તાજેતરમાં જાણવા મળ્યું છે કે ખેડા જ નહીં, તેમનાં પત્નીનાં પણ ત્રણેક ઠેકાણે નામ નોંધાયેલાં છે.
3 સપ્ટેમ્બરે ભાજપ આઈટી સેલ હેડ અમિત માલવિયાએ ઘટસ્ફોટ કરતાં જણાવ્યું કે પવન ખેડાનાં પત્ની કોટા નીલિમાનું નામ ત્રણ ઠેકાણે મતદાર યાદીમાં નોંધવામાં આવ્યું છે. બે હૈદરાબાદમાં અને એક નવી દિલ્હીમાં.
માલવિયાએ આપેલી જાણકારી અનુસાર, 2023ના ચૂંટણી સોગંદનામામાં નીલિમા EPIC નંબર TDZ2666014 સાથે ખૈરતાબાદમાં મતદાર તરીકે નોંધાયેલાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. માલવિયાએ જણાવ્યું કે આ EPIC નંબર બે મતદાન મથકો પર જોવા મળ્યો છે.
Rahul Gandhi held a press conference and, without adequate due diligence, targeted and tarnished honest voters — even putting them at risk by revealing their identities without consent. He doxxed young, upwardly mobile professionals and poor daily wagers who had moved cities in… pic.twitter.com/WWjM3OUIZB
— Amit Malviya (@amitmalviya) September 3, 2025
વૉટર હેલ્પલાઈન એપ પર તપાસ કરતાં ઑપઇન્ડિયાને એક EPIC નંબર મળી આવ્યો હતો, જેમાં કોટા નીલિમાનું જ નામ છે. અન્ય એકની પુષ્ટિ ચૂંટણી પંચની વેબસાઈટ પરની 2024ની લોકસભા ચૂંટણી માટેની મતદાર યાદીમાંથી થઈ.
અન્ય એક EPIC નંબર SJE0755975 સાથે પણ પવન ખેડાનાં પત્નીનું જ નામ છે અને આ નંબર નવી દિલ્હીના કાકા નગર મતવિસ્તારમાં નોંધાયેલો છે, આ જ સરનામે પવન ખેડા પણ રજિસ્ટર્ડ મતદાર છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પવન ખેડા માટે પણ આવી જ વિગતો સામે આવી હતી. તેમનો એક નંબર જંગપુરા અને બીજો નવી દિલ્હીમાં નોંધાયેલો હોવાનું અને બંને એક્ટિવ હોવાનું સામે આવ્યા બાદ કોંગ્રેસની ભારે ફજેતી થઈ હતી. પછીથી એવું પણ સામે આવ્યું કે પવન ખેડાનાં બહેન રૂપમ ખેડાનું નિધન થઈ ગયું હોવા છતાં નામ દૂર કરવામાં આવ્યું ન હતું.
એક તરફ રાહુલ ગાંધી મતદાર યાદીમાં આવા છબરડા બતાવીને રાઈનો પહાડ બનાવ્યા કરે છે અને ભાજપ પર વૉટચોરીનો આરોપ લગાવતા રહે છે. બીજી તરફ પાર્ટીના નેતાઓ જ બબ્બે નંબર ધરાવતા હોવાનું સામે આવ્યું છે. ભાજપ અને ચૂંટણી પંચ કાયમ કહેતાં રહ્યાં છે કે આવા છબરડા દૂર થાય તે માટે જ SIR પ્રક્રિયા કરવામાં આવી રહી છે, પણ રાહુલ ગાંધી અને તેમના ચેલાચપાટાઓ તેનો પણ વિરોધ કરે છે.


