Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘દેશમાં હિંસા માટે RSS અને BJPના લોકો જવાબદાર, ભારતમાં ઉજવણીનો માહોલ’: ઇમરાન...

    ‘દેશમાં હિંસા માટે RSS અને BJPના લોકો જવાબદાર, ભારતમાં ઉજવણીનો માહોલ’: ઇમરાન સમર્થકોને લઈને પાકિસ્તાનનો બફાટ

    અત્તા તરારે મીડિયા સમક્ષ એવો બફાટ કર્યો હતો કે, પાકિસ્તાનમાં હિંસા પાછળ RSS-BJPનો હાથ છે. તેમણે કહ્યું કે, “જે લોકો તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે, તે લોકોને ભારતથી RSS અને BJP દ્વારા મોકલવામાં આવ્યા છે.

    - Advertisement -

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ PTI કાર્યકરો અને સમર્થકો દેશભરમાં હિંસક પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ દેશમાં ફેલાયેલી અરાજકતાને રોકવામાં નિષ્ફળ શાહબાઝ સરકાર વિચિત્ર દાવાઓ કરી રહી છે. પીએમ શાહબાઝ શરીફના સ્પેશિયલ અસિસ્ટન્ટ અત્તા તરારે મૂર્ખતાભર્યું નિવેદન આપ્યું છે કે, પાકિસ્તાનમાં હિંસા પાછળ RSS-BJPનો હાથ છે અને તેમણે ભારતથી લોકો મોકલ્યા છે જે અહીં આવીને તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે.

    ‘પાકિસ્તાનમાં હિંસા, તોડફોડ કરનારા લોકો ભારતથી આવ્યા છે’

    અત્તા તરારે મીડિયા સમક્ષ એવો બફાટ કર્યો હતો કે, પાકિસ્તાનમાં હિંસા પાછળ RSS-BJPનો હાથ છે. તેમણે કહ્યું કે, “જે લોકો તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે, તે લોકોને ભારતથી RSS અને BJP દ્વારા મોકલવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં થયેલા વિરોધ પ્રદર્શન બાદ ભારતમાં ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. BJP અને RSS દ્વારા મીઠાઈઓ વહેંચવામાં આવી હતી. દેશમાં જે કંઈપણ થયું છે તે RSS ના કહેવા પર થયું છે.”

    ઉલ્લેખનીય છે કે, બેફામ નિવેદનો આપવામાં એક્સપર્ટ પાકિસ્તાન હંમેશા પોતાના દેશની અવ્યવસ્થા પર લગામ કસવામાં નિષ્ફળ જાય છે અને દોષનો ટોપલો બીજાના માથે ઢોળે છે.

    - Advertisement -

    ઇમરાન ખાનની ધરપકડ બાદ ભડકે બળી રહ્યું છે પાકિસ્તાન

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઇમરાન ખાનની મંગળવારે (9 મે 2023) અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અલ કાદિર ટ્રસ્ટ કેસ એ રૂ. 50 અબજથી વધુ રકમનું કૌભાંડ છે. જેનો લાભ ઇમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબી દ્વારા લેવામાં આવ્યો છે.

    પાકિસ્તાન રેન્જર્સે નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB)ના વોરંટ પર ઇસ્લામાબાદ હાઇકોર્ટ બહાર ઇમરાન ખાનની ધરપકડ કરી હતી. જે બાદ ઇમરાન સમર્થકોએ વિવિધ શહેરોમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. સમર્થકોએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર, લશ્કરી નિયંત્રણવાળા વિસ્તારો, લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના નિવાસસ્થાન અને અન્ય સૈન્ય સંચાલિત વિસ્તારોમાં લાઠીઓ, પથ્થરો લઈને પહોંચ્યા હતા અને હુમલો કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ થયાના એક દિવસ બાદ ઇસ્લામાબાદ કોર્ટ દ્વારા બુધવારે (10 મે 2023) ઇમરાન ખાનને તોશાખાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ કેસ પૂર્વ ચૂંટણી પંચ દ્વારા નોંધવામાં આવ્યો હતો કારણકે ઇમરાન ખાને વિદેશી મહાનુભવો દ્વારા આપવામાં આવેલી મોંઘી ભેટો વેચ્યા બાદ મેળવેલા ફંડની જાહેરાત કરી ન હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં