Wednesday, October 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇમરાન સમર્થકોએ સમગ્ર પાકિસ્તાનમાં હિંસા, લૂંટફાટ મચાવી: આર્મી હેડક્વાર્ટર પર હુમલો, કોર્પ્સ...

    ઇમરાન સમર્થકોએ સમગ્ર પાકિસ્તાનમાં હિંસા, લૂંટફાટ મચાવી: આર્મી હેડક્વાર્ટર પર હુમલો, કોર્પ્સ કમાન્ડર હાઉસ ભડકે બળ્યું, ભયાનક વિડીયો આવ્યા સામે

    અન્ય એક વિડીયો પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISIની ઓફિસનો છે તેવું કહેવાય છે. અહીં પણ સેંકડોની સંખ્યામાં આવેલા ઇમરાન સમર્થકો પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા.

    - Advertisement -

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મંગળવારે (9 મે 2023) અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ થઈ છે. ઈસ્લામાબાદની કોર્ટે પૂર્વ પીએમની ધરપકડને કાયદેસર જાહેર કર્યા બાદ કોર્ટની બહાર પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ આખું પાકિસ્તાન હિંસાની આગમાં સળગી રહ્યું છે. ઇમરાન ખાનની પાર્ટી PTI શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરી રહી છે. લાહોરથી લઈને રાવલપિંડી અને ક્વેટામાં થઈ રહેલી હિંસાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એટલું જ નહીં, ઇમરાન સમર્થકોએ આર્મી હેડક્વાર્ટર પર પણ હુમલો કર્યો છે.

    ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી ત્યારથી જ પાકિસ્તાનમાં હિંસક પ્રદર્શનો અટકવાનું નામ નથી લઈ રહ્યા. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, ઇમરાન સમર્થકો આર્મી હેડક્વાર્ટર પર પથ્થરમારો અને લાઠીઓથી હુમલો કરી રહ્યા છે. આ દરમિયાન લોકો ‘નારા-એ-તકબીર, અલ્લાહ-હૂ-અકબર’ના નારા લગાવી રહ્યા છે.

    અન્ય એક વિડીયોમાં જોઈ શકાય છે કે, ઉગ્ર બનેલું ટોળું લાહોરમાં આવેલા કોર્પ્સ કમાન્ડર હાઉસમાં ઘૂસી આવ્યું હતું તેમજ અહીં તોડફોડ અને આગચંપી કરી હતી. વિડીયોમાં લોકોને ‘કીધું હતું ઇમરાનને છેડો નહીં’ અને ‘ઇમરાન ખાનને છોડો’ એવું બોલતા સાંભળી શકાય છે.

    - Advertisement -

    હુમલાના અન્ય એક વિડીયો અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇમરાન સમર્થકોના ટોળાએ કોર્પ્સ કમાન્ડરોની કેન્ટીનમાં લૂંટફાટ મચાવી હતી.

    એટલું જ નહીં, ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના લોકોએ પાકિસ્તાનની સરકારી રેડિયોની બિલ્ડિંગમાં પણ આગ લગાવી હતી. વિરોધ પ્રદર્શન કેટલું ભયાનક હતું તેનો અંદાજો આ વિડીયો પરથી આવે છે.

    આ જ રીતે ખૈબર પખ્તૂનખ્વાના વિધાનસભા ભવનમાં પણ તોડફોડ અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

    અન્ય એક વિડીયો પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISIની ઓફિસનો છે તેવું કહેવાય છે. અહીં પણ સેંકડોની સંખ્યામાં આવેલા ઇમરાન સમર્થકો પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા.

    પ્રદર્શન દરમિયાનના એક ફોટા અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇમરાન સમર્થકની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે.

    આ ઉપરાંત, ઇમરાન ખાનની પાર્ટી PTIના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ વિડીયો શેર કરવામાં આવ્યા છે. તેમાં પાકિસ્તાનના જુદા-જુદા સ્થળોએ થઈ રહેલા વિરોધ પ્રદર્શનને બતાવવામાં આવ્યા છે. પીટીઆઈના વિડીયો અનુસાર, પાકિસ્તાનના 27 શહેરોમાં આગજની અને લૂંટફાટ થઈ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં