Saturday, April 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનમાં પ્રકૃતિનો પ્રકોપ યથાવત: પૂરથી 3.5 કરોડ લોકો પ્રભાવિત, અર્થવ્યવસ્થા ભાંગી પડી:...

  પાકિસ્તાનમાં પ્રકૃતિનો પ્રકોપ યથાવત: પૂરથી 3.5 કરોડ લોકો પ્રભાવિત, અર્થવ્યવસ્થા ભાંગી પડી: પોતાની જ સેના સામે જનતાનો આક્રોશ

  પાકિસ્તાનને મજબૂરીમાં $2.6 બિલિયનના કપાસ અને $900 મિલિયનના ઘઉંની આયાત કરવી પડી શકે તેવા અહેવાલો.

  - Advertisement -

  પાકિસ્તાનમાં પ્રકૃતિનો પ્રકોપ વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. ગત દિવસોમાં આવેલા પૂરથી પાકિસ્તાનની 3.5 કરોડથી વધુની આબાદી પ્રભાવિત થઇ છે. હજારો માણસો સાથે લાખો પશુઓ પૂરનાં પાણીમાં તણાઈ ગયા છે, અગણિત લોકો આશરા વિહોણા બન્યા છે, બાળકો ભુખથી ટળવળી રહ્યાં છે, પણ પાકિસ્તાનમાં આ પ્રકૃતિનો પ્રકોપ થંભવાનું નામ નથી લઇ રહ્યો. તેના વચ્ચે લોકોએ આક્રોશમાં આવી પોતાની જ સેનાને ધક્કા મારી ભગાડી દીધી.

  પૂરમાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર

  પાકિસ્તાનમાં આવેલા પૂરમાં અડધા ઉપરનો દેશ પાણીમાં ગરકાવ થઇ ગયો છે, પરંતુ આ આપદામાં સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોની વાત કરવામાં આવે તો સિંધ અને બલૂચિસ્તાન સૌથી વધુ પ્રભાવિત થયા છે, અને પાકિસ્તાન રેલ્વેએ ઘણી જગ્યાએ સેવાઓ સ્થગિત કરી દીધી છે. શુક્રવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કેટલાક જિલ્લાઓમાં તાત્કાલિક અસરથી ‘ઇમરજન્સી’ જાહેર કરવામાં આવી હતી, જે 30 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. એનડીએમએના ડેટા અનુસાર પાકિસ્તાનમાં ઓગસ્ટમાં 166.8 મીમી વરસાદ નોંધાયો હતો, જે આ સમયગાળા દરમિયાન 48 મીમીની સરેરાશ કરતા 241 ટકા વધુ છે.

  - Advertisement -

  પૂરથી જાન-માલને કેટલું નુકશાન?

  મળતાં અહેવાલો મુજબ 14 જૂને ચોમાસાની સિઝનની શરૂઆતથી પાકિસ્તાનમાં ભારે વરસાદથી પુરની સ્થિતિમાં વધારો થયો હતો, જેના કારણે મૃત્યુઆંક વધીને 1,000 થઈ ગયો છે, એમ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ શનિવારે રાત્રે જણાવ્યું હતું કેઅલગ-અલગ ઘટનાઓમાં 1,527 લોકો ઘાયલ પણ થયા છે, જ્યારે આ દુર્ઘટનામાં 949,858 મકાનો આંશિક અથવા સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે, જેના કારણે દેશમાં લાખો લોકો બેઘર થઈ ગયા છે, મૃતકોમાં 348 બાળકો અને 207 મહિલાઓનો સમાવેશ થાય છે.

  પુરની સમસ્યા વચ્ચે પાકિસ્તાની જનતાનો સેના પર આક્રોશ

  ઝી ન્યુઝના અહેવાલ મુજબ પાકિસ્તાન સરકારે લોકોને બચાવવા માટે પૂર પ્રભાવિત વિસ્તારોમાં સેના મોકલવાનું શરૂ કરી દીધું છે. જો કે ઘણી જગ્યાએ સેનાને લોકોના રોષનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આવી જ એક ઘટના સિંધ પ્રાંતમાં બની હતી, જ્યારે પાકિસ્તાની સેના પૂર પીડિતોની મદદ માટે પહોંચી હતી. ખરેખર, અહીં નારાજ લોકોએ પાક આર્મીના જવાનોને ધક્કો મારીને ભગાડી દીધા હતા. લોકોએ કહ્યું કે, આ લોકો મદદ માટે નહીં પરંતુ તસવીરો લેવા આવ્યા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો સિંધની રાજકીય પાર્ટી જી સિંધ મુત્તાહિદા મહજ (JSMM)ના સ્થાપક અને વર્તમાન પ્રમુખ શફી મુહમ્મદ બર્ફતે શેર કર્યો છે. આ વીડિયોમાં લોકો ‘સેનાને મારી નાખો’ની બૂમો પાડતા જોવા મળે છે. વીડિયોમાં કેટલાક લોકો સેનાના જવાનો સાથે ઝપાઝપી કરતા પણ જોવા મળે છે. શફી મુહમ્મદે વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે “સિંધમાં સેના પૂર પીડિતોની મદદના નામે નાટક કરી રહ્યા છે, ફોટોગ્રાફ્સ લઈને મીડિયામાં એવી છાપ આપવાનો પ્રયાસ કરે છે કે સેના સિંધી રાષ્ટ્રની મદદ કરી રહી છે. જ્યાં પણ સેના આવું નાટક કરવા આવે છે, સિંધના લોકો તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

  પૂરથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણ પણે નષ્ટ

  પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં અસાધારણ રીતે ભારે વરસાદને કારણે વર્તમાન નાણાકીય વર્ષમાં $4 બિલિયનથી વધુનું આર્થિક નુકસાન થવાની ધારણા છે એક રિપોર્ટ અનુસાર, પૂર અને વરસાદથી ચાલુ ખાતાની ખાધ વધીને $4.4 બિલિયન થઈ શકે છે, જે GDPનો એક ટકા હશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનને મજબૂરીમાં $2.6 બિલિયનના કપાસ અને $900 મિલિયનના ઘઉંની આયાત કરવી પડી શકે છે. તેની સાથે ટેક્સટાઇલની નિકાસમાં પણ એક અબજ ડોલરનું નુકસાન વેઠવું પડી શકે છે. વરસાદ અને પૂરમાં પાક ઉપરાંત પાંચ લાખ જેટલા પશુઓના પણ મોત થયાં છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં