Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી પર જીવલેણ હુમલો, પોલીસકર્મીએ છાતીમાં ગોળી મારી: હાલત ગંભીર

    ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી પર જીવલેણ હુમલો, પોલીસકર્મીએ છાતીમાં ગોળી મારી: હાલત ગંભીર

    ગોળીબાર બાદ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. 

    - Advertisement -

    ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રીને ગોળી મારવામાં આવી છે. તેઓ એક કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતા, જ્યાં એક પોલીસકર્મીએ તેમની સ્વાસ્થ્ય મંત્રી પર ગોળીબાર કર્યો હોવાનું કહેવાય છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

    ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી નાબા દાસ ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગરમાં એક કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતા. અહીં તેઓ જેવા ગાડીની બહાર નીકળ્યા ત્યાં એક પોલીસકર્મીએ તેમની ઉપર ફાયરિંગ કરી દીધું હતું. મંત્રીને છાતીમાં ગોળી વાગી હોવાનું કહેવાય છે. 

    ગોળીબાર બાદ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. 

    - Advertisement -

    ઘટનાને નજરે જોનાર એક વ્યક્તિએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, એક જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન થવાનું હતું અને નાબા દાસ તેમાં મુખ્ય મહેમાન હતા. જેવા તેઓ આવ્યા તેવી ભીડ તેમને આવકારવા માટે પહોંચી હતી. અચાનક ગોળીબાર સંભળાયો. અમે નજીકથી ગોળીબાર કરીને એક પોલીસ અધિકારીને ભાગતો જોયો હતો. તેમણે જણાવ્યું કે, મંત્રીને ભુવનેશ્વર એર લિફ્ટ કરવામાં આવશે. 

    એક રિપોર્ટ અનુસાર, ઓરિસ્સાના સ્વાસ્થ્ય મંત્રી પર ગોળીબાર કરનાર પોલીસકર્મીની ઓળખ ગોપાલ દાસ તરીકે થઇ છે. તે ગાંધી ચોકમાં ASI તરીકે ફરજ પર તહેનાત હતો. તેણે પોતાની રિવોલ્વરથી મંત્રી પર ચારથી પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ તેને પકડી લેવામાં આવ્યો હતો. જોકે, તેણે કયા કારણોસર ગોળી મારી તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. 

    ASIએ મંત્રી પર ગોળીબાર કર્યો હોવાની સ્થાનિક પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે. તેણે કોના ઈશારે કર્યું અને શા માટે કર્યું તેના જવાબો જાણવા માટે હાલ હિરાસતમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ, મામલાની તપાસ ઓરિસ્સા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

    નાબા દાસ ઓરિસ્સાના ઝારસુખડા જિલ્લાના પ્રભાવશાળી નેતા ગણાય છે. પહેલાં તેઓ કોંગ્રેસમાં હતા, જ્યાંથી પાર્ટી છોડીને બીજુ જનતા દળમાં સામેલ થઇ ગયા હતા. નવીન પટનાયક સરકારમાં તેમને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં