Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટOpIndia Impact- બોર્ડર પર મદ્રેસાઓના ‘ઉદ્દેશ્ય’ની તપાસ શરૂ, સરહદ પર પોલીસે સુરક્ષા-પેટ્રોલિંગ...

    OpIndia Impact- બોર્ડર પર મદ્રેસાઓના ‘ઉદ્દેશ્ય’ની તપાસ શરૂ, સરહદ પર પોલીસે સુરક્ષા-પેટ્રોલિંગ વધાર્યાં: ભારત-નેપાળ સરહદ પર સ્પેશિયલ કવરેજની મોટી અસર

    ઑપઇન્ડિયાએ નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તી અને તેના કારણે ઉદ્ભવેલા મુદ્દાઓ અંગે કરેલા શ્રેણીબદ્ધ ગ્રાઉન્ડ રિપોર્ટ્સનો પડઘો, પોલીસ-પ્રશાસન સતર્ક થયાં.

    - Advertisement -

    ભારત-નેપાળ સરહદ પર વધતી મુસ્લિમ વસ્તી અને તેના કારણે ઉદભવતા મુદ્દાઓ સબંધિત 14 રિપોર્ટ અત્યાર સુધીમાં પ્રકાશિત કરવામાં આવી ચૂક્યા છે. કેમ? કારણ કે આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે. કારણ કે આ આસપાસના જિલ્લાઓમાં રહેતા હિંદુઓ સાથે જોડાયેલો મુદ્દો છે. 16 સપ્ટેમ્બર 2022 સુધી તેમાંથી અનેક રિપોર્ટરો પર શાસન અને પ્રશાસને સંજ્ઞાન લઈને કાર્યવાહીના આદેશ આપ્યા છે. 

    અમે પોતાની પીઠ થાબડી રહ્યા નથી, પરંતુ અમારા કામથી જો સકારાત્મક બદલાવ આવતો હોય, શાસન-પ્રશાસન સતર્ક રહેતા હોય તો આ નિશ્ચિતપણે અમારી જીત છે અને અમે સાચી દિશામાં જઈ રહ્યા છીએ. અમારા રિપોર્ટ બાદ શાસન-પ્રશાસનની કાર્યવાહી કરવી અમારા માટે સુખદ છે. જે અમને સતત કામ કરવાની પ્રેરણા આપતાં રહેશે. 

    શ્રાવસ્તીમાં મદ્રેસાઓના ઉદ્દેશ્યની થશે તપાસ 

    - Advertisement -

    ઑપઇન્ડિયાએ 6 સપ્ટેમ્બર 2022ના રોજ શ્રાવસ્તી જિલ્લામાં વધી રહેલી ઇસ્લામી ગતિવિધિઓ અંગે સમાચાર પ્રકાશિત કર્યા હતા. આ રિપોર્ટનું શીર્ષક છે- ‘બૌદ્ધ આસ્થાના કેન્દ્રો હોય કે પંચાયતનું તળાવ.. બધે જ મજારો: શ્રાવસ્તીમાં ઘરોની છત પર લહેરાતા ઇસ્લામિક ધ્વજ.’ આ રિપોર્ટમાં અમે ન માત્ર બૌદ્ધો અને જૈન મંદિરોની બાજુમાં વધી રહેલી મજારો અને દરગાહો અંગે જણાવ્યું હતું પરંતુ શ્રાવસ્તી જિલ્લાના અન્ય હિસ્સાઓમાં પણ મજાર અને મદ્રેસાઓની જાણકારી આપી હતી. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે શ્રાવસ્તી જિલ્લા તંત્રે જિલ્લામાં બનેલી મદ્રેસાઓના ‘ઉદ્દેશ્ય’ની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત જિલ્લા લઘુમતી અધિકારી તરફથી કરવામાં આવી છે. આ મદ્રેસાઓના સરવે માટે ટીમમાં SDM, BSA અને જિલ્લા લઘુમતી અધિકારી પણ સામેલ છે. 

    ભારત-નેપાળ સરહદ નજીક આવેલ શ્રાવસ્તી જિલ્લા પર અમે 8 સપ્ટેમ્બર અને 10 સપ્ટેમ્બરના રોજ પણ અલગ-અલગ રિપોર્ટમાં જિલ્લામાં વધી રહેલી મજારો, દરગાહો અને તેનાથી થઇ રહેલા ફેરફારો અંગે જણાવ્યું હતું. આ રિપોર્ટ્સ ક્રમશ: ‘બૌદ્ધ-જૈન મંદિરો વચ્ચે બનાવી દીધી દરગાહ, પોલીસે ધ્વસ્ત કરી નાંખેલી મજાર ફરી બનાવી દેવાઈ: નેપાળ સરહદ પર વધતી મુસ્લિમ વસ્તી’ અને ‘પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત જગ્યા પર પણ વક્ફની દરગાહ-મજાર: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તી, મુશ્કેલીમાં બૌદ્ધ ધર્મસ્થળ’ શીર્ષક હેઠળ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. 

    આ રિપોર્ટ પ્રકાશિત થયા બાદ 16 સપ્ટેમ્બર 2022ના રોજ શ્રાવસ્તી પોલીસે ભારત-નેપાળ સરહદ પર આવેલ ગામોની મુલાકાત લીધી હતી અને આ મુલાકાતને પોલીસે શાંતિ અને સુરક્ષાની દ્રષ્ટિએ કરવામાં આવેલ પેટ્રોલિંગ જણાવ્યું હતું. 

    સોનૌલી સરહદે મદ્રેસાઓની તપાસ માટે પહોંચી ટીમ 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મદ્રેસાઓની તપાસ કરનારી એક ટીમ ભારત-નેપાળ સરહદ પરના મહરાજગંજ જિલ્લાના સોનૌલી ક્ષેત્ર પાસે ગામ સુખરૌલીના મદ્રેસા અરેબિયા અહલે સુન્નત મિસ્બાહુલ ઉલુમ પહોંચી છે. અહીં તેમણે શિક્ષણની ગુણવત્તાની તપાસ કરી હતી, જેમાં અનેક વિષયોનું ભણતર અને ભણનારાં બાળકો પણ એવરેજ સ્તર કરતાં પણ નબળાં હોવાનું જાણવા મળ્યું હતું. 

    ઝરવા સરહદ સહિત સંપૂર્ણ નેપાળ સરહદે પોલીસ પેટ્રોલિંગ વધ્યું 

    12 સપ્ટેમ્બર 2022ના રોજ ઑપઇન્ડિયાએ પોતાના દસમા રિપોર્ટમાં બલરામપુર જિલ્લાની ભારત-નેપાળ સરહદ પાસેની ઝરવા બોર્ડરનો ઉલ્લેખ કર્યો હતો. આ રિપોર્ટમાં બલરામપુરથી ઝરવા જતાં રસ્તામાં મળેલી અલગ-અલગ જગ્યાઓની મસ્જિદ, મજારો અને મદ્રેસાઓ અંગે જણાવવામાં આવ્યું હતું. આ રિપોર્ટ ‘SB બેઝ કેમ્પ હોય કે રસ્તો, ગામ હોય કે ખેતર…દરેક જગ્યાએ મસ્જિદ-મદ્રેસા અને મજાર: યુપીના બલરામપુરથી નેપાળની ઝરવા બોર્ડર સુધી’ શીર્ષક હેઠળ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 

    આ રિપોર્ટ પ્રકાશિત થયા બાદ તેના આગલા જ દિવસે એટલે કે 13 સપ્ટેમ્બર 2022ના રોજ બલરામપુર પોલીસે ઝરવા સરહદ પર પેરામિલિટરી SSB સાથે સંયુક્ત પેટ્રોલિંગ કર્યું હતું. બલરામપુર પોલીસે આ બાબતની જાણકારી પોતાના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી આપી હતી. 

    આ ઉપરાંત, ઑપઇન્ડિયાએ બલરામપુર જિલ્લામાં ઇસ્લામી ગતિવિધિઓ પર અલગ-અલગ દિવસે અલગ-અલગ રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. જેમાં 14 સપ્ટેમ્બર 2022ના રોજ ‘ગામડાઓમાં અરબી-ઉર્દૂ લખેલા નળ, યુએઈના નામની મહોર; નેપાળી મુસ્લિમો ઊંચા દરે ખરીદે છે જમીન’ શીર્ષક હેઠળ અને 13 સપ્ટેમ્બરના રોજ ‘હિંદુ બાળકોના ખતના, મંદિરમાં લગ્ન બાદ લવજેહાદ: નેપાળ સરહદે બલરામપુર જિલ્લામાં વસ્તીના અસંતુલન સાથે વધતા પોક્સો કેસ’ શીર્ષક હેઠળ રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. 

    આ રિપોર્ટ પ્રકાશિત થયા બાદ બલરામપુર પોલીસે 14 સપ્ટેમ્બર 2022ના રોજ જ સશસ્ત્ર સીમા બળ સાથે નેપાળ સરહદે સુરક્ષા અંગે વિશેષ બેઠક પણ કરી હતી. 

    ગેરકાયદે કબ્જેદારો સામે લડતા મહંતને સુરક્ષાનો વાયદો 

    ઑપઇન્ડિયાએ 9 સપ્ટેમ્બર 2022ના રોજ ‘હનુમાનગઢીની જમીન પર કબજો, ઝારખંડી મંદિર સરોવરમાં તાજિયા: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તીની અસર યુપીના બલરામપુરમાં’ શીર્ષક હેઠળ સાતમો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટમાં હિંદુ મંદિરો પર ગેરકાયદે કબજાના ઉલ્લેખ સાથે હનુમાનગઢીના મહાનર મહેન્દ્રદાસજી મહારાજની સુરક્ષાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

    આ રિપોર્ટનું સંજ્ઞાન લઈને બલરામપુર પોલીસે જણાવ્યું કે કોર્ટ દ્વારા પાસ કરવામાં આવેલ દરેક આદેશનું જિલ્લામાં પાલન કરાવવામાં આવશે. સાથે જ પોલીસે એ પણ જણાવ્યું હતું કે સુરક્ષા માંગવા પર કોઈ પણ જરૂરિયાતમંદને પૂરી પાડવામાં આવશે. 

    સિદ્ધાર્થનગર સરહદ પર પણ પોલીસ સુરક્ષા વધી 

    5 સપ્ટેમ્બર 2022ના રોજ પ્રકાશિત રિપોર્ટમાં ઑપઇન્ડિયાએ જણાવ્યું હતું કે સિદ્ધાર્થનગર-નેપાળ સરહદ પર અનેક અપરાધીઓ અને તસ્કરો સમયે-સમયે પકડાતા રહ્યા છે. આ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે તસ્કરો હંમેશા મોકાનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં રહે છે. 

    તાજેતરમાં મળેલ જાણકારી અનુસાર, સિદ્ધાર્થનગર પોલીસે નેપાળ સરહદે SSB સાથે મળીને સુરક્ષા વધારી દીધી છે. તેમજ સિદ્ધાર્થનગર પોલીસ SSB સાથે મળીને સરહદ પર સુરક્ષા ‘ઓપરેશન કવચ’ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. 

    ન માત્ર આ જિલ્લાઓમાં પરંતુ નેપાળ સરહદ પાસે પીલીભીંત, લખીમપુર, મહારાજગંજ જેવા જિલ્લાઓમાં પોલીસે સરહદ પર પેટ્રોલિંગ અને સુરક્ષા વધારી દીધી છે. 

    અન્ય મીડિયા સંસ્થાન પણ નેપાળ સરહદ પર ઉતર્યા 

    3 સપ્ટેમ્બર 2022ના રોજ ઑપઇન્ડિયા દ્વારા હેશટેગ #NepalUPBorderIslamisation સાથે શરૂ કરવામાં આવેલ સિરીઝનો પહેલો રિપોર્ટ ‘ક્યારેક હતું હિંદુઓનું ગામ, હવે સ્વસ્તિક ચિહ્નવાળાં ઘરો પર 786નું નિશાન: સરહદપાર પણ ડેમોગ્રાફીમાં બદલાવ, નેપાળમાં ઘૂસતાં જ મસ્જિદ, મદ્રેસા અને ઇસ્લામ’ શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 

    આ સમાચાર પ્રકાશિત થયા બાદ અન્ય પણ મીડિયા સંસ્થાઓએ નેપાળ સરહદ સાથે સબંધિત સમાચારો પ્રકાશિત કરવાના શરૂ કરી દીધા છે. અમુકે મીડિયા સંસ્થાઓએ તો પોતાના રિપોર્ટર પણ મોકલ્યા છે અને તેઓ ત્યાં ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યા છે. 

    આ ઑપઇન્ડિયાની જીત છે. રિપોર્ટ ભલે ગમે એ મીડિયા સંસ્થા કરે, તેનાથી જો દેશહિત-હિંદુહિતનું કામ થાય તો આ સૌ માટે આનંદની બાબત છે. જેટલાં વધુ મીડિયા હાઉસ આ (નેપાળ સરહદ પર વધતી મુસ્લિમ વસ્તી અને તેના કારણે વધતાં મદ્રેસા-મજારો’નો) મુદ્દો ઉઠાવશે એટલી વધુ ઝડપથી પ્રશાસન કટ્ટરપંથી ઇસ્લામી માનસિકતાની ફેણ કચડી નાંખવા વધુ કામ કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં