Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીમાં ઇર્શાદે ગુડ્ડુ બનીને લગ્નની લાલચ આપી કર્યો લવ જેહાદ: પીડિતાએ ઠાલવી...

    દિલ્હીમાં ઇર્શાદે ગુડ્ડુ બનીને લગ્નની લાલચ આપી કર્યો લવ જેહાદ: પીડિતાએ ઠાલવી હૈયાવરાળ – ઇસ્લામ કબૂલ કરાવવા માટે બર્બરતા કરી, આરોપીની ધરપકડ

    પહેલાથી પરિણીત અને બે બાળકોના પિતા ઇર્શાદે નામ બદલીને 'માઁ શેરાવાલી'નું ટેટૂ બતાવી હિન્દૂ યુવતીને ફસાવી, પછી બળાત્કાર કર્યો. ભાંડો ફૂટતાં ધર્મ પરિવર્તન માટે કર્યું દબાણ.

    - Advertisement -

    ફરી એકવાર દિલ્હીમાં લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પીડિત મહિલાનું કહેવું છે કે આરોપી ઈર્શાદે તેને ગુડ્ડુ બનીને પ્રેમની જાળમાં ફસાવી અને પછી લગ્ન કર્યા હતા. બાદમાં તેણે મહિલા પર હિંદુ ધર્મ છોડીને ઈસ્લામ કબૂલ કરવા દબાણ કરવાનું શરૂ કર્યું અને ના પાડવા બદલ તેને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું.

    માત્ર આટલું જ નહિ પરંતુ તેણે પોતાને હિંદુ તરીકે બતાવવા માટે હાથ પર ‘માઁ શેરાવાલી’નું ધાર્મિક ટેટૂ પણ કરાવ્યું હતું. અંતે, જ્યારે તેનું જૂઠ પકડાયું તો તેણે પીડિતાને ઘરમાં પૂરી દીધી હતી. કેદમાંથી બહાર આવીને દિલ્હીમાં લવ જેહાદનો શિકાર બનેલ પીડિતાએ આરોપી ઈર્શાદ અલી ખાન વિરુદ્ધ બળાત્કાર અને ઉત્પીડનનો કેસ દાખલ કર્યો છે.

    પીડિતાએ જણાવ્યું કે તે વર્ષ 2011માં આરોપી ઈર્શાદ અલી ખાનને મળી હતી. તે સમયે તેણે પોતાનું નામ ગુડ્ડુ ચૌધરી જણાવ્યું હતું. પોતાને ફોસલાવીને ઇર્શાદે તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નના થોડા વર્ષો પછી જ્યારે તેની પોલ ખુલ્લી પડી ત્યારે ઇર્શાદે તેને ધમકીઓ આપવાનું શરૂ કર્યું. ડરના કારણે પીડિતા કોઈને કંઈ કહી શકતી નહોતી. આનો ફાયદો ઉઠાવીને ઇર્શાદે તેને ઘરમાં કેદ કરી લીધી હતી અને તેને ક્યાંય બહાર જવા દેતો નહોતો. પીડિતાનો આરોપ છે કે આ દરમિયાન ઇર્શાદે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેમજ તેને ધર્મ પરિવર્તન કરવા માટે ત્રાસ પણ આપતો હતો.

    - Advertisement -

    ઈર્શાદ પહેલાથી પરણીત અને બે બાળકોનો પિતા

    પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આરોપી પહેલાથી જ પરિણીત છે અને તેને બે બાળકો પણ છે. પોલીસે જણાવ્યું કે ઇર્શાદ અલી ખાને ગુડ્ડુ ચૌધરી તરીકે પીડિતા સાથે લગ્ન કર્યા હતા.

    આટલું જ નહીં, ઈર્શાદે પોતાને હિંદુ તરીકે બતાવવા માટે પોતાના હાથ પર માતા શેરાવાલીનું ટેટૂ પણ કરાવ્યું હતું. વર્ષ 2015માં બંનેએ લગ્ન કરી લીધા અને ત્યાર બાદ જ ઈર્શાદનું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું.

    પીડિતાએ એ પણ ખુલાસો કર્યો હતો કે ઘણી વખત તેણે પોલીસને તેની ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને તેને ફરિયાદથી પીછેહઠ કરવાની ફરજ પડી હતી. ઇર્શાદ દર વખતે તેને ધમકી આપતો હતો કે તે વ્યવસાયે વકીલ છે અને કાયદા સાથે કેવી રીતે રમવું તે જાણે છે અને તેની સામે કોઈ કાર્યવાહી કરી શકતો નથી.

    આ પહેલા પણ દિલ્હીમાં લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. હાલ તો દિલ્હી પોલીસે આરોપી ઇર્શાદની ધરપકડ કરી લીધી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં