Sunday, April 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'લોકોને કાપવા, લોહી વહેવડાવવું એ જ તેમની વિચારધારા': ફ્રાન્સનાં રમખાણો વચ્ચે મૌલાનાનો...

  ‘લોકોને કાપવા, લોહી વહેવડાવવું એ જ તેમની વિચારધારા’: ફ્રાન્સનાં રમખાણો વચ્ચે મૌલાનાનો જૂનો વિડીયો વાયરલ, કહ્યું હતું- કટ્ટરપંથીઓનો કચરો ભેગો કરતા પશ્ચિમી દેશો પરિણામો ભોગવશે

  તૌહિદીએ જણાવ્યું હતું કે "તમે મુસ્લિમ દેશોમાં જાઓ છો અને ત્યાંથી તેવો કચરો ઉઠાવી લાવો છો જેને તેઓ પોતે બહાર ફેંકી દેવા માંગે છે."

  - Advertisement -

  ફ્રાન્સમાં ચાલી રહેલાં રમખાણો વચ્ચે સોશિયલ મીડિયા પર ઇસ્લામી મૌલાના તૌહિદીનો જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ ચેતવણી આપી રહ્યા છે કે કેવી રીતે ઇસ્લામી પ્રવાસીઓને સ્થાન આપવું ગંભીર પરિણામો લાવી શકે છે. આ ઇન્ટરવ્યૂમાં 9 સપ્ટેમ્બર 2022નું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે મુસ્લિમ દેશો ઇસ્લામી કટ્ટરપંથીઓને સ્થાન નથી આપતા પરંતુ પશ્ચિમી દેશો તેમનું સ્વાગત કરે છે અને તેનાં પરિણામો ભોગવે છે.

  મૌલાના તૌહિદીનો જે જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તેઓ ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ્સ કૉપ્સનું ઉદાહરણ આપતા પૂછી રહ્યા છે કે, આ IRGC જેવા સંગઠનોને મુસ્લિમ દેશો નથી ચાલવા દેતા, પરંતુ અમેરિકા, બ્રિટેન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તેઓ સ્વતંત્ર રીતે પોતાનું કામ કરી રહ્યા છે. આ લોકો ટોરેન્ટોમાં ખુલ્લેઆમ પોતાનો ઝંડો ફરકાવી રહ્યા છે. આખરે કોઈને સમજણ કેમ નથી પડતી કે તેમની વિચારધારા જ લોકોને કાપવા અને લોહી વહેવડાવવાની છે.

  ઇસ્લામી કટ્ટરપંથ પર વાત કરતા તૌહિદીએ સમજાવ્યું હતું કે જ્યારે ઘરનો સમાન ખરીદવામાં આવે છે ત્યારે કેટલોક કચરો પણ બહાર નીકળે છે. લોકો આ કચરાને બહાર ફેંકી દે છે અને નગરનિગમ તેને ઉઠાવે છે. કચરો ઘરમાં રાખવાની વસ્તુ નથી, તેનાથી બીમારી અને જીવાણું ઉત્પન્ન થાય છે. તે જ રીતે સમાજમાં પણ કેટલોક કચરો છે. આપણી સામે હત્યારાઓ, ગુનેગારો અને ઘૃણાસ્પદ માનસિકતા ધરાવનારા લોકો છે, જેઓ કહેતા હોય છે કે મહિલાઓએ ઘરમાં રહેવું જોઈએ અને પોતાનું શરીર ઢાંકીને રાખવું જોઈએ. કેટલાક કહેતા હોય કે યહૂદી અને ખ્રિસ્તીઓ સાથે આમ જ થવું જોઈએ. આ માનસિકતા ઘૃણાસ્પદ છે અને ક્યારેય ચલાવી લેવામાં આવવી જોઈએ નહીં.

  - Advertisement -

  તૌહિદીએ જણાવ્યું હતું કે, “ઇસ્લામી દેશોમાં કોઈ જ સંકટ નથી, મુસ્લિમ દેશો બધું સારું જ કરી રહ્યા છે. ખાલી કેટલીક જગ્યાઓ પર થોડી તકલીફો છે, પણ હું કહીશ કે સંકટ તમારા લોકો પર છે. તમે મુસ્લિમ દેશોમાં જાઓ છો અને ત્યાંથી તેવો કચરો ઉઠાવી લાવો છો જેને મુસ્લિમ દેશો પોતે બહાર ફેંકી દેવા માંગે છે કે જેલમાં રાખીને તેમને સમાજથી દૂર રાખવા માંગે છે. તમે એવા લોકોને સસ્તામાં ઉઠાવી લાવો છો, પણ આ ઇસ્લામી કટ્ટરપંથીઓએ ખરેખર કામ કરવું હોતું નથી.

  મૌલાના તૌહિદીનો જે જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તેઓ સ્પષ્ટપણે જણાવે છે કે આ મામલે પોલેન્ડની નીતિ એકદમ બરાબર છે. ત્યાં કોઈ પણ ઇસ્લામી કટ્ટરપંથ નથી અને કોઈ આતંકવાદી હુમલો પણ ત્યાં નથી થયો. કારણકે જેવું તેમને લાગ્યું કે આ સમસ્યાવાળી બાબત છે, તેમણે તેના પર લગામ લગાવી દીધી. ફ્રાંસ તેનાથી તદ્દન વિપરીત છે. ત્યાં કટ્ટરપંથીઓ આવે છે, સંસાધનો વાપરે છે અને વોશિંગ્ટન જઈને સંસદમાં પણ બેસી જાય છે. પછી ત્યાંથી ઈરાનનું સમર્થન કરે છે, હિજાબ પહેરીને કોંગ્રેસના લગાવેલા પ્રતિબંધો વિરુદ્ધ જાય છે. કેમ? કારણકે શરૂઆતથી જ તેમની વિચારધારા સડેલી છે. માટે જ જયારે કોઈ પશ્ચિમી દેશ તેમને પોતાના ત્યાં રહેવા દે છે તો એવું જ થાય છે કે તમે તે લોકોને પથારી કરીને તેમને સુવડાવો છો. આ જ પશ્ચિમી દેશોની સમસ્યા છે. સવાલ તે થાય છે કે શું તેનાથી કટ્ટરપંથી વધુ તાકતવર અને પશ્ચિમી દેશો નબળા પડી રહ્યા છે? તો જવાબ છે હા, તે જ થઈ રહ્યું છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં