અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં હિંદુઓ પર ઘટનાને લઈને અનેક માહિતી સામે આવી રહી છે. સ્થાનિક હિંદુ પીડિતોએ ઑપઇન્ડિયા સામે હૈયાવરાળ ઠાલવી છે અને આરોપ લગાવ્યો છે કે ગામના જ મુસ્લિમ કટ્ટરપંથીઓ વારંવાર તેમને પ્રતાડિત કરી રહ્યા છે. સ્થાનિક મહિલાઓએ ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે મુસ્લિમ કટ્ટરપંથીઓ તેમને તહેવાર પણ નથી ઉજવવા દેતા અને સ્થાનિક મસ્જિદની સામેથી વરઘોડો પણ નથી કાઢવા દેતા.
આ સમગ્ર ઘટનામાં જેની ઉપર સૌથી પહેલો હુમલો થયો હતો તે હિંદુ સગીર છે. તેના પિતા હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને ઑપઇન્ડિયા સાથે વાત કરીને જણાવ્યું હતું કે તેમના પુત્રએ બાંગ્લાદેશમાં થયેલી દીપુ દાસની હત્યા મામલે સોશિયલ મીડિયા પોસ્ટ કરી કરી હતી. જેમાં તેણે ન્યાયની માંગણી કરી હતી. આરોપ છે કે આ સ્ટોરી જોયા બાદ સ્થાનિક મુસ્લિમો ભડકી ઉઠ્યા હતા અને બાંગ્લાદેશમાં જે થયું એવું કરવાની ધમકી આપવા લાગ્યા હતા.
‘બહેન-દીકરીઓ સામે કરે છે અશ્લીલ ચેનચાળા’- પીડિત મહિલાઓ
પીડિત હિંદુ મહિલાઓએ રડતાં-રડતાં ઑપઇન્ડિયાને પોતાની આપવીતી જણાવી હતી અને કઈ રીતે મુસ્લિમ કટ્ટરપંથીઓ તેમને ઘણા સમયથી હેરાન કરી રહ્યા છે એ વિશે પણ માહિતી આપી હતી. મહિલાઓનો આરોપ છે કે છેલ્લા 12 મહિનાથી સ્થાનિન મુસ્લિમ શખ્સો તેમને હેરાન કરી રહ્યા છે. હિંદુ બાળકોને તિલક લગાવવાને લઈને ધમકીઓ આપવામાં આવે છે, ગામમાં કોઈ હિંદુ તહેવાર કે ઉત્સવ પણ શાંતિપૂર્વક ઉજવવા નથી દેતા.
‘આ આજનું નથી, છેલ્લા 12થી વધુ મહિનાઓથી અમને હેરાન કરી રહ્યા છે…’
— ઑપઇન્ડિયા (@OpIndia_G) December 31, 2025
‘હિંદુ મહિલાઓ-દીકરીઓ નીકળે એટલે મુસલમાનો જાહેરમાં તેમની સામે પેન્ટ ખોલીને ઊભા રહી જાય છે…’
‘અમારા છોકરા તિલક લગાવે તો એમને ધમકીઓ આપે છે…’
‘ગામમાં કોઈ હિંદુ તહેવાર આ મુસલમાનો અમને ઉજવવા નથી દેતા…’
સાણંદના… pic.twitter.com/wSvG19r7gb
અન્ય એક મહિલાએ પણ હૈયાવરાળ ઠાલવતાં કહ્યું છે કે, “હિંદુ મહિલાઓ-દીકરીઓ નીકળે એટલે મુસ્લિમો જાહેરમાં તેમની સામે પેન્ટ ખોલીને ઊભા રહી જાય છે.” મહિલાઓએ દાવો કર્યો છે કે છેલ્લા ઘણા સમયથી હિંદુ બહેન-દીકરીઓ સામે કેટલાક કટ્ટરપંથી મુસ્લિમો અશ્લીલ ચેનચાળા કરતા હતા અને માનસિક રીતે પ્રતાડિત કરતા હતા.
‘હિંદુ બાળકોને તિલક લગાવવા પર ધમકીઓ’
મહિલાઓએ આગળ એવું પણ કહ્યું છે કે સ્થાનિક મુસ્લિમ શખ્સો નાના બાળકોને પણ ટાર્ગેટ કરે છે અને તિલક લગાવવા પર ધમકીઓ આપે છે. હિંદુ તહેવારો ઉજવવા પણ નથી દેતા. એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેમના પતિ કે ઘરના અન્ય સભ્યો નોકરી પરથી આવી રહ્યા હોય ત્યારે પણ તેમની સાથે મારપીટ કરવામાં આવે છે અને હિંદુ બહેન-દીકરીઓ બહાર નીકળે એટલે અશ્લીલ ઇશારાઓ કરવામાં આવે છે.
‘ઘરવાળા નોકરીથી ઘરે આવ્યા તોય એ લોકો મારવા આવ્યા…’
— ઑપઇન્ડિયા (@OpIndia_G) December 31, 2025
‘હિંદુ બૈરાઓને ભાળીને મુસલમાનો નાઈટી કાઢીને ઊભા રહી જાય છે…’
‘અમને ન્યાય જોઈએ, અમને ન્યાય અપાવો… આરોપીઓનો વરઘોડો કાઢો…’
સાણંદના કલાણા ગામની હિંદુ મહિલાએ રડતાં રડતાં ઑપઇન્ડિયા સામે મૂકી આપવીતી…
Sanand | Kalana | Attack on… pic.twitter.com/Dti5SlJhep
મહિલાઓએ વારંવાર ન્યાયની માંગણી કરી છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ ઘટનાનું સંજ્ઞાન લેવાની વિનંતી કરી છે. અન્ય એક મહિલાએ ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોર પર પણ સવાલો ઉઠાવ્યા છે. મહિલાઓનો દાવો છે કે દર વખતે હિંદુઓને પ્રતાડિત કરવામાં આવે છે અને કારણ વગર તેમને ટાર્ગેટ કરવામાં આવે છે.
‘હર્ષભાઈને કહેવું છે કે અમને હિંદુઓને ન્યાય આપવો..’
— ઑપઇન્ડિયા (@OpIndia_G) December 31, 2025
‘અલ્પેશભાઈ તમે કહેતા હતા કોલ કરજો હું અડધા કલાકમાં આવી જઈશ, તો ૩ દિવસ થયા તમે કયા છો?’
‘3 દિવસથી અમે ખાધાપીધા વગરના બેઠા છીએ…’
સાણંદના કલાણા ગામની હિંદુ મહિલાએ રડતાં રડતાં જોળી ફેલાવીને હર્ષ સંઘવી અને અલ્પેશ ઠાકોરને ન્યાય… pic.twitter.com/jWwGEdpfLf
‘સુનિયોજિત કાવતરું, મસ્જિદ આગળથી નથી કાઢવા દેતા વરઘોડો’
ઑપઇન્ડિયા સાથે વાત કરતા મહિલાઓએ આ સમગ્ર ઘટનાનાં આયોજન પર પણ શંકા વ્યક્ત કરી હતી અને દાવો કર્યો હતો કે આ હુમલો પૂર્વનિયોજિત કાવતરું હતું. એક મહિલાએ પથ્થરમારા વિશે વાત કરતા દલીલ કરી કે એક જ દિવસમાં આટલા બધા પથ્થરો આવવા શક્ય નથી અને તેના માટે 10 દિવસ પહેલાંથી પ્લાનિંગ થયું હતું. તેમણે જણાવ્યું કે તેઓ સવારે ઊઠીને ચા-પાણી અને સવારની દિનચર્યા કરી રહ્યા હતા અને એટલામાં જ પથ્થરમારો શરૂ કરી દેવાયો હતો.
‘હુમલો પ્લાનિંગથી જ કરાયો હતો, એ લોકો 10 દિવસથી તૈયારી કરી રહ્યા હતા…’
— ઑપઇન્ડિયા (@OpIndia_G) December 31, 2025
‘મુસલમાનોએ પહેલેથી ધાબાઓ પર પથ્થર લાવીને મૂકેલા હતા…’
ગામમાં 1 વર્ષના બાળકથી લઈને 50 વર્ષના વડીલો સુધી તમામ હિંદુઓને મુસ્લિમોએ ફેંકેલા પથ્થર વાગ્યા…
સાણંદના કલાણા ગામથી ઑપઇન્ડિયાનો એક્સક્લૂઝિવ અહેવાલ…… pic.twitter.com/W61MTxL7xv
વધુમાં એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે ગામમાં કોઈ હિંદુ પરિવારના લગ્નપ્રસંગે પણ વારંવાર ઉત્પાત થાય છે અને મસ્જિદ સામેથી વરઘોડો કાઢવાનો ઇનકાર કરી દેવામાં આવે છે. મહિલાઓએ વ્યથા ઠાલવતાં કહ્યું કે કટ્ટરપંથીઓ લગ્નપ્રસંગના સમયે મસ્જિદ સામેથી વરઘોડો પણ કાઢવા નથી દેતા. એટલું જ નહીં પણ ધમકીઓ પણ આપવામાં આવે છે.
આ સિવાય પણ મહિલાઓએ અનેક ગંભીર આરોપો લગાવ્યા છે અને ન્યાયની માંગણી કરી છે. હાલ તો પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી કરી છે.
શું હતો સમગ્ર મામલો?
સમગ્ર ઘટના સોમવારે (29 ડિસેમ્બર) રાત્રે બની હતી. ત્યારબાદ મંગળવારે સવારે પણ પથ્થરમારો થયો હતો. પછીથી પોલીસનો કાફલો ગામમાં આવી પહોંચ્યો અને કૉમ્બિંગ હાથ ધર્યું હતું. બીજી તરફ કાર્યવાહીના ડરે આરોપીઓ ઘર છોડીને ગામનાં ખેતરોમાં ભાગી ગયા હતા, જ્યાં ડ્રોન વડે શોધી-શોધીને ધરપકડ કરવામાં આવી હતી.
હિંદુ સમુદાયના એક સગીરની ફરિયાદ પર પોલીસે શાહરૂખ સહિત 22 મુસ્લિમ શખ્સો સામે FIR દાખલ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે સાણંદ GIDC પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352, 351(3), 189(2), 191(2), 190, 194(2), 324(2) અને 125(a) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી અને પછીથી 42 લોકોની અટકાયત કરી હતી.


