Monday, December 23, 2024
More
    હોમપેજદુનિયાબાંગ્લાદેશમાં હિંદુ સંત ચિન્મય દાસની વધી મુશ્કેલીઓ, વધુ એક કેસ નોંધાયો: 160થી...

    બાંગ્લાદેશમાં હિંદુ સંત ચિન્મય દાસની વધી મુશ્કેલીઓ, વધુ એક કેસ નોંધાયો: 160થી વધુ લોકો સમેત ઇસ્કોન સંત સામે હત્યાના પ્રયાસનો લાગ્યો આરોપ

    ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી પર હવે હત્યાના પ્રયાસના આરોપ સાથે નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. નવટાઈમ્સ નાઉ નવભારતે જણાવ્યા અનુસાર આ કેસ ચટગાંવ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    બાંગ્લાદેશના (Bangladesh) ક્રાંતિકારી હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી (Hinmoy Krishna Das Brahmachari) પર હવે વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર ઇનામુલ નામના એક વ્યક્તિએ ચીન્મય દાસ સહિત 164 જેટલા નામજદ તેમજ 400થી 500ના ટોળા વિરુદ્ધ હુમલો કરવાનો કેસ નોંધાવ્યો છે. આ કેસ ચટગાંવ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે નવટાઈમ્સ નાઉ નવભારતે જણાવ્યા અનુસાર તેમાં હત્યાના પ્રયાસની (Attempt to Murder) કલમ પણ ઉમેરાઈ છે.

    ટાઈમ્સ નાઉના જણાવ્યા અનુસાર, એક તરફ ભારતીય ભારતીય વિદેશ મંત્રાલયના અધિકરીના બાંગ્લાદેશ પહોંચ્યા પહેલા જ બાંગ્લાદેશના સંત ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી વિરુદ્ધ નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. મીડિયા હાઉસના જણાવ્યા અનુસાર ચટગાંવ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ કરવાના આરોપ સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    આ સાથે જ અન્ય કેટલાક મીડિયા અહેવાલોમાં જણાવ્યા અનુસાર તે સિવાય ચિન્મય દાસ વિરુદ્ધ ચટગાંવ કોર્ટ પરિસરમાં થયેલી અફરાતફરી મામલે આ કેસ નોંધવામાં આવ્યો છે. તે ઘટનામાં સંત ચિન્મય દાસ અને 164 અન્ય હિંદુઓ વિરુદ્ધ નામજદ અને 400થી 500ના અજાણ્યા ટોળા વિરુદ્ધ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર આ કેસ વ્યવસાયી અને હિફાજત-એ-ઇસ્લામ નામની સંસ્થા સાથે જોડાયેલા ઇનામુલ હક નામના વ્યક્તિએ કરેલી ફરિયાદ બાદ નોંધાયો છે.

    - Advertisement -

    26 નવેમ્બરની ઘટનાની ફરિયાદ 8 ડિસેમ્બરે દાખલ કરી

    જોકે તે કેસમાં પણ ઇનામુલની ફરિયાદ શંકાસ્પદ લાગી રહી છે. કારણકે તેઓ ઘટનાના ઘણા લાંબા સમય બાદ ફરિયાદ નોંધવા ગયા હતા. ઘટના 26 નવેમ્બરની હતી અને કેસ રવિવારે (8 ડિસેમ્બર 2024) દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં ફરીયાદીએ પોતે જ લખાવ્યું છે કે તેઓ 26 નવેમ્બરે કામ પૂરું કરીને કોર્ટ પરિસર બહાર જઈ રહ્યા હતા ત્યારે તેમના પર તથાકથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે તેમ પણ કહ્યું છે કે આ હુમલો તેમના પંજાબી પહેરવેશના કારણે કરવામાં આવ્યો છે.

    ઘટનાના લગભ 12 દિવસ બાદ તેઓ ફરિયાદ કરવા આવ્યા તેના પર તેમણે દલીલ આપી હતી કે, તેઓ હુમલામાં ઘાયલ થયા હતા અને તેમની જૂની બીમારીના કારણે ફરિયાદ કરવા નહોતા ગયા. બીજી તરફ ફરીયાદીના વકીલે જણાવ્યું હતું કે, “તેમનો ડાબો હાથ ભાંગી ગયો છે અને માથામાં પણ વાગ્યું હતું. નાદુરસ્ત તબિયતના કારણે ફરિયાદ દાખલ કરવામાં આટલું મોડું થયું.” આ કેસમાં ચિન્મય દાસને મુખ્ય આરોપી દર્શાવવામાં આવ્યા છે. ચિન્મય દાસ બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી હિંસાનો વિરોધ કરી રહ્યા છે. હિંદુઓનો અવાજ બનવા બદલ તેઓ પહેલાથી જ દેશ દ્રોહના આરોપોનો સામનો કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં