Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝારખંડ જૈન તીર્થ મુદ્દાના ઉકેલ માટે લઘુમતી આયોગ 17 જાન્યુઆરીએ સુનાવણી હાથ...

    ઝારખંડ જૈન તીર્થ મુદ્દાના ઉકેલ માટે લઘુમતી આયોગ 17 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરશે: વિરોધમાં ઉપવાસ પર બેસેલા એક જૈન મુનિનું થઇ ચૂક્યું છે અવસાન

    રાષ્ટ્રીય લઘુમતી આયોગે જૈન સમુદાયની રજૂઆતોને ધ્યાને લઈને કેન્દ્રીય પર્યાવરણ સચિવ અને ઝારખંડના મુખ્ય સચિવને સમન્સ પાઠવ્યા છે.

    - Advertisement -

    દેશનું રાષ્ટ્રીય લઘુમતી આયોગ 17 જાન્યુઆરીના રોજ ઝારખંડ જૈન તીર્થ વિવાદ મુદ્દે સુનાવણી હાથ ધરવાનું છે. આયોગે જૈન સમુદાય દ્વારા તેમના ધાર્મિક સ્થળને ઇકો-ટૂરિઝમ હબ બનાવવાના પગલાનો વિરોધ કરતી રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી કેન્દ્રીય પર્યાવરણ સચિવ અને ઝારખંડના મુખ્ય સચિવને સમન્સ પણ મોકલ્યા છે.

    એક નિવેદનમાં, આયોગે જણાવ્યું હતું કે તેને ઝારખંડ સરકાર અને કેન્દ્રીય વ્યવસ્થા દ્વારા જૈન તીર્થસ્થાન શ્રી સમેદ શિખરજી હિલને ઇકો-ટુરીઝમ હબમાં રૂપાંતરિત કરવા અંગે જૈન સમુદાય તરફથી વિવિધ રજૂઆતો મળી છે.

    “આ નિર્ણયથી સમગ્ર ભારતમાં જૈન સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. સમુદાય દ્વારા રજૂ કરાયેલી રજૂઆતોમાં શ્રી સમેદ શિખરજી પર અતિક્રમણ અને અન્ય સમસ્યાઓનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. આયોગને શ્રી સમેદ શિખરજીને પવિત્ર સ્થળ જાહેર કરવા માટે દેશભરના જૈનો તરફથી વિનંતીઓ મળી છે. સંમેદ શિખરજી એક પવિત્ર સ્થળ છે. રાષ્ટ્રીય લઘુમતી આયોગ દ્વારા જૈન સમુદાયના સભ્યોની માંગ પર વિચાર કરવા માટે ઝારખંડ સરકારને પહેલેથી જ વિનંતી કરાઈ છે.” નિવેદનમાં જણાવાયું હતું.

    - Advertisement -

    મુદ્દાને ઉકેલવા માટે 17 જાન્યુઆરીએ સુનાવણી

    આયોગે કહ્યું કે આ મુદ્દાને ઉકેલવા માટે 17 જાન્યુઆરીએ સુનાવણી નક્કી કરવામાં આવી છે. આયોગે આગળ કહ્યું, “પરિવાર, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સચિવ અને ઝારખંડના મુખ્ય સચિવને આયોગે સમન્સ પાઠવ્યા છે.”

    નોંધનીય છે કે રાષ્ટ્રીય લઘુમતી આયોગની રચના એનસીએમ એક્ટ, 1992 હેઠળ કરવામાં આવી હતી અને તેને લઘુમતીઓના અધિકારો અને સુરક્ષાઓથી વંચિત રાખવા અંગેની ચોક્કસ ફરિયાદો જોવાની જવાબદારી સોંપવામાં આવી છે અને આવી બાબતોને યોગ્ય સત્તાવાળાઓ સાથે ઉઠાવવામાં આવી છે.

    ઝારખંડ સરકારના નિર્ણયના વિરોધમાં ઉપવાસ પર બેસેલા જૈન સાધુએ જીવ છોડ્યો

    જૈનોના સૌથી પવિત્ર તીર્થસ્થાન શ્રી સમેદ શિખરજીને પ્રવાસન કેન્દ્રમાં ફેરવવાના ઝારખંડ સરકારના નિર્ણય સામે આમરણાંત ઉપવાસ કર્યા બાદ જયપુરમાં એક જૈન સાધુએ મંગળવારે (3 જાન્યુઆરી 2023) અંતિમ શ્વાસ લીધા હતા.

    શ્રી સમ્મેદ શિખરજી તીર્થયાત્રી કેન્દ્ર અંગે ઝારખંડ સરકારના નિર્ણય સામે છેલ્લા 10 દિવસથી ઉપવાસ કર્યા બાદ મંગળવારે જૈન મુનિ સુગ્યસાગર મહારાજનું અવસાન થયું હતું. જૈન સાધુઓ ઘણીવાર તેમના આત્માને શુદ્ધ કરવા અને મોક્ષ મેળવવા અથવા તેમના અને તેમના સમુદાય પર થતા અન્યાય સામે વિરોધ કરવાના સાધન તરીકે તપસ્યાના સ્વરૂપ તરીકે મૃત્યુ સુધી ઉપવાસ કરે છે.

    શ્રી સમેદ શિખરજીને પ્રવાસન કેન્દ્રમાં ફેરવવાના ઝારખંડ સરકારના પગલા સામે સુગ્યસાગર 25મી ડિસેમ્બરથી સાંગાનેરમાં આમરણાંત ઉપવાસ પર હતા. પરંતુ સોમવારે સાંજે તેમની તબિયત લથડી હતી અને અંતે તેમણે 10 દિવસના ઉપવાસમાં દમ તોડ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં