Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહજ દરમિયાન કરાઈ BJP-RSSની બરબાદીની દુઆ…: ભાજપના મુસ્લિમ નેતાએ નાગરિકતા રદ કરવાની...

    હજ દરમિયાન કરાઈ BJP-RSSની બરબાદીની દુઆ…: ભાજપના મુસ્લિમ નેતાએ નાગરિકતા રદ કરવાની વાત કરતા વિફર્યા કટ્ટરપંથીઓ, કહ્યું- ‘હાજીઓને બદનામ કરી રહ્યો છે’

    મોહસીન રજાએ વિડીયોમાં નજરે પડતા લોકો અને તેમની પાસે આ હરકત કરાવી રહેલા સંદિગ્ધની તપાસ કરાવીને દેશદ્રોહ અંતર્ગત ગુનો દાખલ કરાવવાની માંગ કરી છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશ સરકારમાં પૂર્વ મંત્રી અને ભાજપ નેતા મોહસિન રજાએ મંગળવારે (20 જુન 2023) એક વિડીયો ટ્વિટ કર્યો હતો. 53 સેકંડના આ વિડીયોમાં મુસ્લિમોનું એક ટોળું અરબી ભાષામાં કશુક બોલતું નજરે પડે છે. એક વ્યક્તિ દ્વારા બોલવામાં આવેલા શબ્દો અનેક લોકો જીલી રહ્યા છે. જેમાં RSSનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોને હજ સાથે સંબંધિત જણાવીને મોહસિન રજાએ વિડીયોમાં દેખાતા લોકોને દેશ વિરોધી તાકાતોના હાથના રમકડા કહ્યા છે. હાલ કથિત રીતે હજ દરમિયાન BJP-RSSની બરબાદીની દુઆ કરતા લોકોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

    યોગી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન અલ્પસંખ્યક વિભાગના મંત્રી રહી ચુકેલા મોહસિન રજાએ વિડીયો શેર કરતા લખ્યું હતું કે, “હજ જેવી પવિત્ર યાત્રા અને કાબા જેવા પવિત્ર સ્થાન પર પણ દેશ વિરોધી વિદેશી તાકાતોના હાથના રમકડા એવા આ કેટલાક લોકોએ પોતાની નકારાત્મક વિચારધારાનું પ્રદર્શન કર્યું છે. આ લોકો દેશની ભાજપ સરકાર અને RSSના નાશ માટે દુઆ કરી રહ્યા છે.” મોહસીન રજાએ વિડીયોમાં નજરે પડતા લોકો અને તેમની પાસે આ હરકત કરાવી રહેલા સંદિગ્ધની તપાસ કરાવીને દેશદ્રોહ અંતર્ગત ગુનો દાખલ કરાવવાની માંગ કરી છે.

    નરેન્દ્ર મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ, જેપી નડ્ડા સહીત અનેક લોકોને પોતાના ટ્વિટર પર ટેગ કરીને મોહસીન રજાએ વિડીયોમાં દેખાતા લોકોની નાગરિકતા રદ કરવાની માંગ પણ કરી છે. તથાકથિત રીતે હજ દરમિયાન BJP-RSSની બરબાદીની દુઆ કરતા લોકોનો વિડીયો વાયરલ થયો તેમાં આસમાની રંગના કપડામાં મહિલાઓ આગળ ઉભેલી દેખાય છે. તેમની પાછળ સફેદ ઇસ્લામી પોશાકમાં અનેક પુરુષો પણ ઉભેલા છે. જોકે તેમની પાસે પોતાના શબ્દોનો પુનરોચ્ચાર કરાવતો વ્યક્તિ વિડીયોમાં ક્યાય દેખાઈ નથી રહ્યો. કથિત રીતે BJP-RSSની બરબાદીની માંગવાળા આ વિડીયોની શરૂઆત ‘બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ’ શબ્દથી કરવામાં આવી છે.

    - Advertisement -

    કટ્ટરપંથીઓ ભાંડી રહ્યા છે ગાળો

    મોહસીન રજાના આ ટ્વિટ પર કેટલાક કટ્ટરપંથીઓ તેમના પર નારાજગી જતાવી રહ્યા છે, તો કેટલાક લોકો તેમની મજાક પણ ઉડાવી રહ્યા છે. સામી ખાને લખ્યું, ‘અમુલ બટર ખાતા હૈ ઇન્ડિયા’, તો અબ્દુર રબ ખાને આને ‘ચાટુકારિતા’ કહી છે. અન્ય એક યુઝર ફખરુદ્દીને રજાના આ ટ્વિટ પર લખ્યું ‘ડૂબીને મરીજા ભ@#વા, હાજીઓને બદનામ કરે છે.’

    સાભાર ऑपइंडिया

    જોકે આ ટ્વિટ પર અનેક લોકોએ બદદુઆ પર નારાજગી પણ જતાવી છે. અમલ અવસ્થીએ લખ્યું, “બીજાને આપવામાં આવેલી બદદુઆ પોતાના પર જ આવે છે.” તો બીજી તરફ જીતેન્દ્ર નામના યુઝરે લખ્યું, “સંઘ એટલું મજબુત થઇ ગયું છે કે તેમને અલ્લાહના દરબારમાં જઈને દુઆ માંગવી પડી”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં